601. એક કાપડનો વેપારી તેની પાસેના કપડામાંથી અડધા કપડાં 30% નફાથી વેચે છે, બાકી રહેલામાંથી અડધા કપડાં 20% ખોટ ખાઈને વેચે છે, તો તેને કેટલા ટકા નફો કે ખોટ થશે ?
602. “એ”, “બી” અને “સી” કોઈ એક કામ 12, 15 તથા 30 દિવસમાં પૂરૂં કરી શકે છે. ત્રણેય એકસાથે મળીને કામની શરૂઆત કરે છે. કાર્યની શરૂઆતના બે દિવસ પછી 'એ' કામ છોડીને જાય છે તથા તેના બે દીવસ પછી ‘બી’ કામ છોડીને જાય છે. તો ૫ પૂરું કામ કરવામાં કેટલા દિવસ થશે?
603. 5 વર્ષ પહેલાં રમેશ અને દિનેશની ઉંમરનો ગુણોત્તર 3:4 છે અને 5 વર્ષ બાદ તેમની ઉંમરનો ગુણોત્તર 4:5 થાય છે, તો રમેશની વર્તમાન ઉંમર કેટલી હશે?
604. એક છાત્રાલયમાં 40 વિદ્યાર્થીઓ માટે 100 દિવસનું ભોજન હતું. 20 દિવસ બાદ 10 વિદ્યાર્થીઓ વધુ આવ્યા તો હવે ભોજન કેટલા દિવસ ચાલશે ?
605. જો કોઈ ટાંકી 1/3 ભરેલી હોય તો તેમાં 120 લિટર પાણી સમાય છે, જો આ ટાંકી 1/2 ભરવામાં આવે તો કેટલા લિટર પાણી સમાય ?
606. તા. 31-10-1875 ના દિવસે કયો વાર હશે?
607. 54 કિમી / કલાક ની ઝડપથી જતી ટ્રેન એક વ્યક્તિને 20 સેકંડમાં અને પ્લેટફોર્મ ને 36 સેકંડમાં પસાર કરે છે. આ સંજોગોમાં પ્લેટફોર્મની લંબાઈ કેટલા મીટર હશે?
608. રમેશ રૂ. 12500 સાદા વ્યાજના દરે રોકાણ કરે છે અને 4 વર્ષ બાદ તેને રૂ. 15500 મળે છે? આ સંજોગોમાં વ્યાજનો દર કેટલો હશે? AAA 196 == 197