Exam Questions

281. એક વ્યક્તિ રૂા. 8,000, 4% સાદા વ્યાજે 2 વર્ષ માટે ઉછીના લાવે છે તથા તરત જ તે જ રકમ અન્ય વ્યક્તિને 6% સાદા વ્યાજે 2 વર્ષ માટે ઉછીના આપે છે. તો તેને કેટલો વાર્ષિક ફાયદો થશે ?

A. 160

B. 320

C. 360

D. આમાંનુ એક પણ નહીં

Answer: (A) રૂ.160

282. P અને Q એક કામ અનુક્રમે 40 અને 50 દિવસમાં પુરૂં કરે છે. બંને એકસાથે 5 દિવસ કામ કર્યા બાદ બાકીનું કામ માત્ર Q ને સોંપાય છે, તો બાકીનું કામ Q કેટલા દિવસમાં પુરૂં કરશે?

A. 36 દિવસ

B. 40 દિવસ

C. 45 દિવસ

D. આમાંનુ એક પણ નહીં

Answer: (D) આમાંનુ એક પણ નહીં

283. કોઈ રકમ સાદા વ્યાજે 35% લેખે કેટલા વર્ષમાં 8 (આઠ) ગણી થાય ?

A. 20 વર્ષ

B. 18 વર્ષ

C. 22 વર્ષ

D. 25 વર્ષ

Answer: (A) 20 વર્ષ

284. એક સંખ્યાને આઠ ગણી કરી, તે સંખ્યા ઉમેરતાં 450 થાય છે. તો તે સંખ્યા કઈ છે ?

A. 60

B. 40

C. 50

D. 70

Answer: (C) 50

285. 158 ? 38 18 8

A. 66

B. 92

C. 78

D. 54

Answer: (C) 78

286. એક વર્ગખંડમાં કિરણનો ઉપરથી ક્રમ 16માં અને છેલ્લેથી ગણતા 49 માં છે, તો આ વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થીઓ હશે?

A. 65

B. 64

C. 63

D. 62

Answer: (B) 64

287. દરિયાઈ મુસાફરી કરતો એક વ્યક્તિ અન્ય વ્યક્તિને જણાવે છે કે તેઓ કિનારાથી હવે માત્ર 100 નોટીકલ માઈલ્સ (Nautical Miles) દૂર છે. આ જ અંતર જમીન પર કેટલા કિલોમીટરનું ગણાય ?

A. આશરે 175 કિલોમીટર

B. આશરે 185 કિલોમીટર

C. આશરે 165 કિલોમીટર

D. આશરે 195 કિલોમીટર

Answer: (B) આશરે 185 કિલોમીટર

288. સતત આવતી પ્રથમ 6 બેકી સંખ્યાઓની સરેરાશ કેટલી થશે ?

A. 7

B. 8

C. 9

D. 9.5

Answer: (A) 7