9. આ પૈકી કોની પાસે નોકીયા ફોન છે ?
10. બે ઘરની કિંમતનો ગુણોત્તર 16 : 23 છે. બે વર્ષ પછી જ્યારે પહેલા ઘરની કિંમત 10% જેટલી વધે છે અને બીજાની કિંમત રૂા. 477 વધે, તો નવી કિંમતનો ગુણોત્તર 11 : 20 થાય છે. તો તે બે ઘરની મૂળ કિંમતો કેટલી હશે?
11. ત્રણ વર્ષ પહેલાં, પતિ, પત્ની અને તેમના પુત્રની સરેરાશ વય 27 વર્ષ હતી અને 5 વર્ષ પહેલાં, પત્ની અને પુત્રની સરેરાશ વય 20 વર્ષ હતી. તો પતિની હાલની ઉંમર કેટલી હશે ?
12. 6 5 10 7' 14' 21 વડે જે સંપૂર્ણ ભાજ્ય હોય તેવો નાનામાં નાનો અપૂર્ણાંક छे.
13. P,Q, R ના પગાર 2:3:5 ના ગુણોત્તરમાં છે. જો તેમના પગારમાં અનુક્રમે 15%, 10% અને 20% ઈજાફો મંજૂર થાય, તો તેમના પગારનો નવો ગુણોત્તર કેટલો થશે?
14. ત્રણ વ્યક્તિઓ P, (Q અને R એ એક કાર રૂા.520માં ભાડે લીધી અને અનુક્રમે 7, 8 અને 11 કલાક તેનો ઉપયોગ કર્યો. તો ભાડા તરીકે ) એ કેટલા ચૂકવ્યા હશે ?
15. P અને Q ની હાલની ઉંમરનો ગુણોત્તર અનુક્રમે 5 : 7 છે. જો Q ની હાલની ઉમર અને P ની 6 વર્ષ પછીની ઉંમરનો તફાવત 2 હોય, તો P અને Q ની હાલની ઉંમરનો સરવાળો કેટલો થશે ?
16. એક મોબાઈલ કંપની દર મહિને રૂા. 350 નિશ્ચિત ભાડુ વસૂલે છે. તે પ્રતિ મહિને નિઃશુલ્ક 200 કોલ કરવા દે છે. જ્યારે કોલની સંખ્યા 200 થી વધે ત્યારે પ્રતિ કોલ રૂા. 1.4 વસૂલે છે અને જ્યારે કોલની સંખ્યા 400 થી વધે ત્યારે પ્રતિ કોલ રૂા. 1.6 વસૂલે છે. એક ગ્રાહક ફેબ્રુઆરીમાં 150 કોલ અને માર્ચમાં 250 કોલ કરે છે. તો તે ગ્રાહક માટે ફેબ્રુઆરીના પ્રત્યેક કોલ કરતા માર્ચનો પ્રત્યેક કોલ કેટલા ટકા સસ્તો પડશે?