49. ને 3 વડે ભાગવાથી “2” શેષ વધે તેવી તમામ 3 અંકની સંખ્યાઓનો સરવાળો કેટલો થશે ?
50. ગોલકનું ઘનફળ તેની ત્રિજ્યાના ઘનને ચલે છે. 11,2 1 2 21 મીટર વ્યાસના ત્રણ નક્કર ગોલકને પીગાળીને એક નવો નક્કર ગોલક બનાવવામાં આવે છે. તો આ નવા ગોલકનો વ્યાસ કેટલો હશે?
51. જો x અને y ધન પૂર્ણાંકો હોય અને x+ y + xy = 54 હોય તો, x + y નું મૂલ્ય કેટલું થશે?
52. નીચેની આકૃતિમાં ABCDEF એક નિયમિત ષટ્કોણ છે. ZAOF = 90° અને FO || ED છે. તો ત્રિકોણ AOF ના ક્ષેત્રફળ અને ષટ્કોણ ABCDEF ના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થશે?
53. એક કંપનીમાં તેનો પ્રત્યેક કર્મચારી જુનિયર અથવા સિનિયર તરીકે નિયુક્ત કરેલ છે. એક સિનિયર હેઠળ બરાબર 3 જુનિયર કામ કરે એવી તેની નીતિ છે. આ કંપનીમાં શરુઆતમાં 36 કર્મચારીઓ હતા. હવે જો એક સિનિયર કંપની છોડી દે અને 5 જુનિયરને સિનિયર તરીકે બઢતી મળે તો તેની નીતિને જાળવી રાખવા કંપનીએ કેટલા નવા જુનિયર કર્મચારીઓની ભરતી કરવી પડશે?
54. રાજેશ બિંદુ P પર ઉત્તરાભિમુખ ઉભો છે. 1 કિમી ચાલ્યા પછી, તે પૂર્વ તરફ વળી 1 કિમી ચાલે છે અને પછી તેની પશ્ચિમ તરફ 45° વળી બીજા 1 કિમી જેટલો ચાલે છે. અંતે તે પોતાની ડાબી તરફ 90° જેટલો વળી 1 કિમી ચાલી તેના ગંતવ્ય બિંદુ (20) પર પહોંચે છે. તો બિંદુP એ બિંદુ) ને સાપેક્ષ કઈ દિશામાં છે?
55. એક સાંકેતિક ભાષામાં 'how many goals scored' ને '5379' તરીકે સંકેતમાં, 'many more matches' ને '982' તરીકે લખાય છે અને “he scored five”ને '163' તરીકે લખાય છે. તો આ સંકેતમાં goals” કઈ રીતે લખાશે?
56. પાંચ છોકરીઓ - P, Q, R, S અને T - તેમના પૈકી પ્રત્યેક જુદી વય, ઉંચાઈ અને શક્તિ ધરાવે છે. R સૌથી મોટી અને સૌથી નીચી છે. ) એ સૌથી નિર્બળ છે અને બરાબર બે છોકરીઓ કરતાં મોટી છે. S, એQ કરતાં મોટી છે અને સૌથી સબળ છે. તેમના પૈકી જે સૌથી ઉંચી છે, તે સૌથી નાની કે સૌથી સબળ કે સૌથી નિર્બળ નથી. T એQ કરતાં નીચી છે પરંતુ S કરતાં ઉંચી છે અને P તથા R કરતાં નિર્બળ છે. બધામાં સૌથી નાનું કોણ છે?