Exam Questions

73. જુદા જુદા ક્ષેત્રફળના બે ચોરસ છે. મોટા ચોરસની પરિમિતી નાના ચોરસની પરિમિતી કરતાં 44 એકમ જેટલી વધારે છે, જ્યારે મોટા ચોરસનું ક્ષેત્રફળ નાના ચોરસના ક્ષેત્રફળ કરતાં 187 ચો. એકમ જેટલું વધારે છે. આ બે ચોરસની બાજુઓ (એકમમાં) ના માપ કેટલા હશે?

A. 4, 5

B. 3.5, 14.5

C. 3, 14

D. 2.5, 3.5

Answer: (C) 3, 14

74. BACBADE ના તમામ અક્ષરોનો ઉપયોગ કરી બનતા તમામ શબ્દોનો ગણ S છે. તથા P એS ના એવા શબ્દોનો બનેલો ઉપગણ છે જેમાં બંને “A” સાથે ન આવતા હોય. P માંથી યથેચ્છ રીતે એક શબ્દ પસંદ કરવામાં આવે છે. તો આ પસંદ કરેલા શબ્દમાં બંને “A”, શબ્દના બે છેડા પર હોય એની સંભાવના કેટલી?

A. 1/15

B. 1/20

C. 1/30

D. 1/40

Answer: (A) 1/15

75. એક શાળામાં, સાઠ (60) વિદ્યાર્થીઓ એથ્લીટ હતા. તે પૈકીના દસે અભ્યાસમાં પણ ઉચ્ચ પ્રદર્શન કયું હતું. તો શાળામાં અભ્યાસમાં ઉચ્ચ પ્રદર્શન કરનાર કેટલા વિદ્યાર્થીઓ હતા?

1. વિધાન-A: અભ્યાસમાં ઉચ્ચ પ્રદર્શન કરનારાઓ પૈકી સાઠ (60) ટકા એથ્લીટ ન હતા.

2. વિધાન-B : અભ્યાસમાં ઉચ્ચ પ્રદર્શન કરનાર તમામ એથ્લીટ હોય તે જરૂરી ન હતું.

A. પ્રશ્નનો ઉત્તર ફક્ત વિધાન A દ્વારા આપી શકાય છે, પરંતુ ફક્ત વિધાન B દ્વારા પ્રશ્નનો જવાબ આપી શકાતો નથી.

B. પ્રશ્નને ઉત્તર ફક્ત વિધાન B દ્વારા આપી શકાય છે, પરંતુ ફક્ત વિધાન A દ્વારા પ્રશ્નનો જવાબ આપી શકાતો નથી.

C. પ્રશ્નને ઉત્તર ફક્ત વિધાન B દ્વારા આપી શકાય છે, પરંતુ ફક્ત વિધાન A દ્વારા પ્રશ્નનો જવાબ આપી શકાતો નથી.

D. આપેલા બંને વિધાનો દ્વારા પણ પ્રશ્નનો ઉત્તર આપી શકાતો નથી.

Answer: (A) પ્રશ્નનો ઉત્તર ફક્ત વિધાન A દ્વારા આપી શકાય છે, પરંતુ ફક્ત વિધાન B દ્વારા પ્રશ્નનો જવાબ આપી શકાતો નથી.

76. એક ક્વિઝ સ્પર્ધામાં ફક્ત પાંચ વિદ્યાર્થીઓ M, N, C, D અને E એ ભાગ લીધો. તેઓએ સ્પર્ધામાં મેળવેલ સ્કોરને આધારે તેમને રેન્ક આપવામાં આવ્યા. D ને E કરતાં ઉચ્ચ રેન્ક મળ્યો, જ્યારે N ને C કરતાં ઉચ્ચ રેન્ક મળ્યો. C નો રેન્ક મધ્યસ્થ કરતાં ઓછો હતો. તે પાંચ પૈકી કોને સર્વોચ્ચ રેન્ક મળ્યો?

1. વિધાન-A: M અંતિમ રેન્ક ધારક હતો.

2. વિધાન-B : N પ્રથમ બે રેન્ક પૈકી ન હતો.

A. પ્રશ્નનો ઉત્તર ફક્ત વિધાન A દ્વારા આપી શકાય છે, પરંતુ ફક્ત વિધાન B દ્વારા પ્રશ્નનો જવાબ આપી શકાતો નથી.

B. પ્રશ્નનો ઉત્તર ફક્ત વિધાન B દ્વારા આપી શકાય છે, પરંતુ ફક્ત વિધાન A દ્વારા પ્રશ્નનો જવાબ આપી શકાતો નથી.

C. પ્રશ્નનો ઉત્તર બંને વિધાનોને આધારે આપી શકાય છે, પરંતુ ફક્ત કોઈ એક વિધાન દ્વારા આપી શકાતો નથી.

D. આપેલા બંને વિધાનો દ્વારા પણ પ્રશ્નનો ઉત્તર આપી શકાતો નથી.

Answer: (C) પ્રશ્નનો ઉત્તર બંને વિધાનોને આધારે આપી શકાય છે, પરંતુ ફક્ત કોઈ એક વિધાન દ્વારા આપી શકાતો નથી.

77. એક કોલ સેન્ટરના ત્રીસ ટકા કર્મચારીઓ પુરુષો છે. સ્ત્રી કર્મચારીઓ પૈકી દસ ટકા ઈજનેરી પૃષ્ઠભૂમિના છે. પુરુષ કર્મચારીઓ પૈકી કેટલા ટકા ઈજનેરી પૃષ્ઠભૂમિના છે?

1. વિધાન-A: પચીસ ટકા કર્મચારીઓની પૃષ્ઠભૂમિ જ્ઞાત નથી.

2. વિધાન-B : ઈજનેરી પૃષ્ઠભૂમિના પુરુષ કર્મચારીઓની સંખ્યા, ઈજનેરી પૃષ્ઠભૂમિના સ્ત્રી કર્મચારીઓની સંખ્યા કરતાં 20 ટકા વધારે છે.

A. પ્રશ્નનો ઉત્તર ફક્ત વિધાન A દ્વારા આપી શકાય છે, પરંતુ ફક્ત વિધાન B દ્વારા પ્રશ્નનો જવાબ આપી શકાતો નથી.

B. પ્રશ્નનો ઉત્તર ફક્ત વિધાન B દ્વારા આપી શકાય છે, પરંતુ ફક્ત વિધાન A દ્વારા પ્રશ્નનો જવાબ આપી શકાતો નથી.

C. પ્રશ્નનો ઉત્તર બંને વિધાનોને આધારે આપી શકાય છે, પરંતુ ફક્ત કોઈ એક વિધાન દ્વારા આપી શકાતો નથી.

D. આપેલા બંને વિધાનો દ્વારા પણ પ્રશ્નનો ઉત્તર આપી શકાતો નથી.

Answer: (B) પ્રશ્નનો ઉત્તર ફક્ત વિધાન B દ્વારા આપી શકાય છે, પરંતુ ફક્ત વિધાન A દ્વારા પ્રશ્નનો જવાબ આપી શકાતો નથી.

78. a > 0 and a¹ - 62a² + 1 = 0 હોય તો , a3 + 1/a3 નુ મુલ્ય કેટલુ થશે?

A. 648

B. 392

C. 488

D. 512

Answer: (C) 488

79. બિંદુઓ A, P, (MO) અને B એક જ રેખા પર એવી રીતે આવેલા છે કે P, (Q અને B એ બિંદુ A થી અનુક્રમે, 100 કિમી, 200 કિમી અને 300 કિમી દૂર છે. કાર 1 અને કાર 2 બિંદુA થી એક જ સમયે રવાના થઈ બિંદુ B તરફ જાય છે. તે જ સમયે, કાર 3 બિંદુ B થી રવાના થઈ બિંદુ A તરફ જાય છે. કાર 3 એ કાર 1 ને બિંદુ () પર અને કાર 2 ને બિંદુ P પર મળે છે. જો પ્રત્યેક કાર અચળ ઝડપે જતી હોય તો કાર 2 અને કાર 1 ની ઝડપનો ગુણોત્તર કેટલો થશે?

A. 1:4

B. 2:9

C. 1:2

D. 2:7

Answer: (A) 1:4

80. એક ત્રિકોણ ABC પર, BC વ્યાસનું એક વર્તુળ દોરવામાં આવે છે, જે AB અને AC ને બિંદુઓ P અને Q માં અનુક્રમે છેદે છે. જો AB, AC અને CP ની લંબાઈ અનુક્રમે 30 સેમી, 25 સેમી અને 20 સેમી હોય તો, BO ની લંબાઈ કેટલી હશે?

A. 21 સેમી

B. 27 સેમી

C. 30 સેમી

D. ઉપરોક્ત પૈકી એકપણ નહીં

Answer: (D) ઉપરોક્ત પૈકી એકપણ નહીં