473. જો આપણે K દ્વારા આપેલું બીજું વિધાન અવગણીએ અને તેણે આપેલું પહેલું વિધાન સાચું માનીએ, તો બાકીની શરતોનું પાલન કરતાં કેટલી ગોઠવણી શક્ય બનશે?
474. X અને Y ની હાલની ઉમરનો ગુણોત્તર 2: 3 છે. તથા 5 વર્ષ પછી તે 7 : 10 થશે. તો આજથી 15 વર્ષ પછી તે ગુણોત્તર કેટલો થશે ?
475. 's” થી શરૂ થતાં સતત આવતા 5 પૂર્ણાંકોનો સમાંતર મધ્યક “a” છે. તોs + 2 થી શરૂ થતાં સતત આવતા 9 પૂર્ણાંકોનો સમાંતર મધ્યક કેટલો થશે ?
476. રમેશે તેની કંપનીના પાંચ ઉપ પ્રમુખોના માસિક પગારનું વિશ્લેષણ કર્યું. બધા પગારના આંકડા પૂર્ણાંક લાખમાં છે. પગારના આંકડાનો મધ્યક અને મધ્યસ્થ રૂા. 5 લાખ છે તથા તેનો એકમાત્ર બહુલક રૂા. 8 લાખ છે. આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ મહત્તમ અને લઘુતમ પગાર (રૂા. લાખમાં)નો સરવાળો દર્શાવે છે?
477. ત્રિકોણ ABC માં D, E અને F એ અનુક્રમે AB, AC અને BC ના મધ્યબિંદુઓ છે. P, (Q અને R એ DE, DF અને EF ના મધ્યબિંદુઓ છે. તો ત્રિકોણ PQR અને સમાંતરબાજુ ચતુષ્કોણ ADFE ના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થશે ?
478. જુદા જુદા રંગોના સાત બોક્સ- લાલ, નારંગી, પીળો, લીલો, કાળો, વાદળી અને નીલો - એક ઉપર એક મૂકવામાં આવ્યા છે, જે તે જ ક્રમમાં મૂકેલ હોય તે જરૂરી નથી. પ્રત્યેક બોક્સ ને 101, 121, 151, 191, 231, 221 અને 225 એમ અલગ અલગ નંબર આપેલા છે, જે તે જ ક્રમમાં હોય તે જરૂરી નથી. નીલા રંગના બોક્સ અને 221 નંબરના બોક્સની વચ્ચે માત્ર 03 બોક્સ મૂકેલા છે. નીલા રંગના બોક્સ અને નારંગી રંગના બોક્સ વચ્ચે બે બોક્સ મૂકેલા છે. નારંગી રંગનું બોક્સ 221 નંબરના બોકસની નીચે ક્યાંક મૂકેલું છે. નારંગી રંગના બોક્સ અને 121 નંબરના બોક્સની વચ્ચે માત્ર 01 બોક્સ મૂકેલા છે. કાળા રંગનું બોક્સ 225 નંબરના બોક્સની તરત નીચે અને 221 નંબરના બોકસની તરત ઉપર મૂકેલું છે. કાળા રંગના બોક્સ અને બોક્સ નંબર 101 વચ્ચે માત્ર એક બોક્સ છે. કાળા રંગના બોક્સને આપેલ નંબર 191 કે 231 નથી. 151 નંબરના બોક્સ અને વાદળી રંગના બોક્સ વચ્ચે માત્ર બે બોક્સ છે. વાદળી રંગના બોક્સ અને તેની તરત નીચે મૂકેલા બોક્સને આપેલ નંબર વચ્ચેનો તફાવત 80 કરતા ઓછો છે. પીળા રંગનું બોક્સ સૌથી ઉપર નથી. પીળા રંગના બોક્સને નંબર 121 નથી. પીળા રંગના બોક્સ અને લાલ રંગના બોક્સ વચ્ચે માત્ર 02 બોક્સ મૂકેલા છે.
479. આપેલી બોક્સની ગોઠવણીમાં લીલા રંગના બોક્સની સ્થિતિ કઈ છે?
480. નીચે પૈકી કયા બોક્સને નંબર 231 આપેલ છે?