Exam Questions

113. એક 8 સેમી લંબાઈના સમઘનની સામસામેની સપાટીઓની ત્રણ જોડ લીલા, વાદળી અને લાલ રંગથી એવી રીતે રંગવામાં આવી છે કે જેથી પ્રત્યેક જોડમાંની દરેક સપાટી સમાન રંગની હોય. હવે તે સમઘનને કાપી નાના નાના અને એક સરખી 2 સેમી લંબાઈના સમઘનો બનાવવામાં આવે છે. તો જેની એક પણ સપાટી રંગવામાં આવી હોય તેવા કેટલા નાના સમઘન હશે?

A. 2

B. 4

C. 8

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (A) 2

114. 6 સભ્યોઃ PO, RASAT અને U નું બનેલું ત્રણ પેઢીઓ ધરાવતું કુટુંબ એક વર્તુળાકાર ટેબલ પર ભોજન માટે બેઠું છે. જે પૈકી RAS અને Tપુરૂષો છે જ્યારે P, Q અને U સ્ત્રીઓ છે. આ કુટુંબમાં 2 પિતા, 2 માતા અને ભાઈ-બહેનની એક જોડ (pair of siblings) છે. દંપતિઓમાંના પ્રત્યેક સભ્ય એકબીજાની સામે બેઠા છે. ત્રણેય પુરૂષો સાથે બેઠા છે, જે સ્ત્રીઓ માટે પણ સાચું છે. U એ T ની પુત્રવધૂ છે અને તે તેની ડાબી તરફ બીજા સ્થાને બેઠી છે. U ની પુત્રી તેણીની ડાબી તરફ બીજા સ્થાને બેઠી છે. તો U ના પતિની ડાબી તરફ બીજા સ્થાને કોણ બેઠું છે?

A. P

B. R અથવા S

C. P અથવા Q

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (B) R અથવા S

115. જે “Q” એટલે “×”; R એટલે “–”; T એટલે “+” અને W એટલે '+'; તો 20R12T4Q6W5 નું મૂલ્ય કેટલું થશે?

1.

A. -3

B. 7

C. 17

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (C) 17

116. એક છોકરી 6 સપ્ટેમ્બર, 1970 ના દિવસે રવિવારે જન્મી હતી. તો તેનો જન્મ દિવસ ફરીથી રવિવારે કયા વર્ષમાં આવશે?

A. 1981

B. 1986

C. 1988

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (A) 1981

117. અહીં, એક પ્રશ્ન અને ત્રણ વિધાનો આપ્યા છે. તમારે એ નક્કી કરવાનું છે કે કયું / કયા વિધાન / વિધાનો તે પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત છે.

1. I. 2xyz + 6y8z+5=0, z = 2

2. II. y = √225-116

3. III. 4xyz - 6z +8y-7=0, z=3

A. I એકલું અથવા III એકલું પર્યાપ્ત છે

B. I અને II અથવા I અને III પર્યાપ્ત છે.

C. III એકલું પર્યાપ્ત છે

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં

118. 80 સેમી વ્યાસના એક પાણીથી અંશતઃ ભરાયેલા નળાકારમાં 30 સેમી ત્રિજયાનો એક ગોળો નાખવાથી પાણીનું સ્તર x સેમી જેટલું વધે છે. તો x નું મૂલ્ય કેટલું હશે?

A. 22.5 cm

B. 25.5 cm

C. 28.5 cm

D. માહિતી અપૂરતી છે.

Answer: (A) 22.5 cm

119. એક પાત્રમાં બે પ્રવાહી M અને N એ 7 : 5 ના પ્રમાણમાં છે. જો તેમાંથી 9 લિટર પ્રવાહી કાઢી લઈ તેટલું જ N નાંખવામાં આવે, તો M અને N નો ગુણોત્તર 7: 9 બને છે. તો શરૂઆતમાં તે પાત્રમાં કેટલા લિટર પ્રવાહી M હશે?

A. 15

B. 21

C. 25

D. (D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer:

120. પીળો, લીલો અને લાલ રંગના ત્રણ દડા, 1, 2 અને 3 નંબર આપેલી ત્રણ પેટીમાં (સમાન ક્રમમાં હોય તે જરૂરી નથી) મૂકવામાં આવનાર છે. ત્રણ મિત્રો J, K અને L પૈકી દરેક આ ગોઠવણી વિશે બે વિધાન આપે છે, જેમાંથી એક સાચું અને એક ખોટું છે.

1. તેમના વિધાનો આ મુજબ છે

2. JJ : પીળો દડો પેટી 2 માં નથી. લાલ દડો પેટી 1 માં છે.

3. K : પીળો દડો પેટી 3 માં નથી. લીલો દડો પેટી 2 માં છે.

4. L : લીલો દડો પેટી 3 માં છે. લાલ દડો પેટી 1 માં નથી.

A. લાલ દડો

B. પીળો દડો

C. લીલો દડો

D. નક્કી કરી શકાય નહીં

Answer: (A) લાલ દડો