361. પાંચ છોકરીઓ - P, Q, R, S અને T - તેમના પૈકી પ્રત્યેક જુદી વય, ઉંચાઈ અને શક્તિ ધરાવે છે. R સૌથી મોટી અને સૌથી નીચી છે. Q એ સૌથી નિર્બળ છે અને બરાબર બે છોકરીઓ કરતાં મોટી છે. S, એQ કરતાં મોટી છે અને સૌથી સબળ છે. તેમના પૈકી જે સૌથી ઉંચી છે, તે સૌથી નાની કે સૌથી સબળ કે સૌથી નિર્બળ નથી. T એ Q કરતાં નીચી છે પરંતુ S કરતાં ઉંચી છે અને P તથા R કરતાં નિર્બળ છે. બધામાં સૌથી નાનું કોણ છે?
362. મા-બાપ અને તેમના બે બાળકોની ચાર વર્ષ પહેલાં સરેરાશ ઉંમર 34 વર્ષ હતી. છ વર્ષ પહેલાં મા-બાપ અને તેમના એક બાળકની સરેરાશ ઉંમર 32 વર્ષ હતી. તો બીજા બાળકની હાલની ઉંમર કેટલી હશે?
363. આજથી ત્રણ વર્ષ પહેલાં આશાની ઉંમર, અજયની આજથી 1.5 વર્ષ પછીની ઉંમર કરતાં 4 ગણી છે. જો તેમની હાલની ઉંમરનો તફાવત 16.5 વર્ષ હોય, તો આશાની હાલની ઉંમર કેટલી હશે?
364. બે પાત્રો (vessels) V1 અને V2, 40% સાંદ્રતાનું બેઝિન દ્રાવણ ધરાવે છે. મીના પાત્ર V1 માં કેટલુંક શુધ્ધ બેઝિન નાખે છે જેથી તેની સાંદ્રતા 50% થાય છે. તથા તે પાત્ર V2 માંથી કેટલુંક દ્રાવણ કાઢી તેને સરખા શુધ્ધ બેન્ઝિનથી બદલે છે, જેથી તેની પણ સાંદ્રતા 50% થાય છે. જો શરૂઆતમાં V1 અને V2માં 1 : 2 ના ગુણોત્તરમાં દ્રાવણો હોય, તો V1 અને V2માં મીનાએ ઉમેરેલા બેઝિનનો ગુણોત્તર કેટલો થશે?
365. એક સાંકેતિક ભાષામાં 'Richa is a good girl' નો સંકેત 'ka re ni si mi'. 'Richa eats good food' નો સંકેત 'ke he ka mi'; 'food is good for health' નો સંકેત 'ka ke qa do ni' छे. તો આ ४ ભાષામાં 'a girl eats' નો સંકેત કયો હશે
366. એપ્રિલ 2001માં કઈ તારીખોમાં બુધવાર આવશે?
367. એક 10 સેમીના ચોરસ કાગળમાંથી, તેના ચારેય ખૂણાઓ પરથી 2 સેમીના ચોરસ કાપવામાં આવે છે. બાકીના કાગળને વાળીને એક લંબઘન બનાવવામાં આવે છે. તો આ રીતે બનેલા લંબઘનનું ઘનફળ કેટલું થશે?
368. એક ત્રિકોણના વેધનો ગુણોત્તર 2:3:4 છે. જો તે ત્રિકોણની પરિમિતી 91 સેમી હોય, તો તે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ (સે.મી.માં) કેટલા હશે?