137. એક બાઈકની કિંમત રૂા. 96,000 છે. તેની કિંમતમાં પહેલા વર્ષે 30% જેટલું અવમૂલ્યન થાય છે અને ત્યારપછીના દરેક વર્ષની શરૂઆતની કિંમતના 20% જેટલું અવમૂલ્યન થાય છે. તો બાઈકની ત્રણ વર્ષ પછીની કિંમત કેટલી થશે?
138. “ASSISTANT' શબ્દમાંથી એક અક્ષર અને STATISTICS' શબ્દમાંથી બીજો એક અક્ષર યથેચ્છ રીતે લેવામાં આવે છે. તો તેઓ સરખા જ અક્ષરો હોય તેની સંભાવના કેટલી?
139. ચા ની કિંમત 20% વધવાને લીધે એક વ્યક્તિ તેનો વપરાશ 20% જેટલો ઘટાડે છે. તો ચા માટેના તેના ખર્ચમાં કેટલા ટકાનો ઘટાડો થશે?
140. 5 વાગીને 15 મિનિટે ઘડિયાળના કાંટા વચ્ચેનો ખુણો કેટલો હશે?
141. એક વસ્તુની કિંમતમાં 30% જેટલો વધારો કરવામાં આવે છે અને ત્યારબાદ તેના પર 10% ના બે સતત વળતર આપવામાં આવે છે. તો અંતે આ વસ્તુની કિંમત...
142. એક બસ કોઈપણ રોકાણ વિના સરેરાશ 70 કિમી/કલાકની ઝડપે ચોક્કસ અંતર કાપે છે અને રોકાણ સાથે તે સમાન અંતર 50 કિમી/કલાકની ઝડપે કાપે છે. તો તે પ્રતિ કલાકે કેટલો સમય રોકાઈ હશે?
143. જો 112 અને 35 એ બંને સંખ્યાઓ a × 43 x 62 × 1311 ના અવયવો હોય તો, “a”નું લઘુતમ મૂલ્ય કેટલું હશે?
144. એક સંમેય સંખ્યાનો છેદ તેના અંશ કરતાં 3 જેટલો વધારે છે. જો અંશ 7 જેટલો વધારવામાં આવે અને છેદ 1 જેટલો ઘટાડવામાં આવે, તો નવી સંખ્યા 3/2 બને છે. તો મૂળ સંખ્યા કઈ હશે?