553. એક અપ્રામાણિક વેપારી ખરીદ કિંમત પર કાપડ વેચવાનો વાયદો કરે છે, પરંતુ તેની મીટર પટ્ટી 1 મીટરને બદલે 95 સેમી દર્શાવે છે, તો તેને કેટલો નફો થશે?
554. 14, 24, 27 અને 34 વડે વિભાજ્ય હોય તેવી 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ હશે ?
555. એક બોક્સમાં એક ડઝન કેરી પૈકી એક તૃતિયાંશ કેરી બગડેલી છે. જો તે બોક્સમાંથી યાદેચ્છિક રીતે ત્રણ કેરી ઉપાડવામાં આવે તો ઓછામાં ઓછી એક કેરી સારી હોય તેની સંભાવના કેટલી ?
556. જે+” એટલે ” –” એટલે “”, “+” એટલે '+' અને 'X' એટલે – હોય તો 36 x 12 +4+6+2-3 નું મૂલ્ય કેટલું થશે? 1 3
557. જો 50,000 રૂપિયા 2 વર્ષ માટે 16% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકવામાં આવે તો 2 વર્ષ બાદ વ્યાજમુદ્દલ કેટલું થશે ?
558. જો 0.26 ને અપૂર્ણાંક તરીકે લખાય તો તેના છેદ અને અંશનો તફાવત કેટલો થશે ?
559. 15 કર્મચારીઓનો સરેરાશ પગાર રૂા. 4500 પ્રતિ માસ છે. જો તે પૈકી 3 કર્મચારીઓ નોકરી છોડી દે તો બાકીના કર્મચારીઓનો સરેરાશ પગાર રૂા. 175 જેટલો ઓછો થાય છે. તો નોકરી છોડી ગયેલા 3 કર્મચારીઓનો માસિક કુલ પગાર કેટલો હશે?
560. 90 કિમી/કલાકની ઝડપે જતી ટ્રેનને 450 મીટરના બોગદાને સંપૂર્ણપણે પસાર કરતાં 30 સેકન્ડ લાગે છે. તો ટ્રેનની લંબાઈ કેટલી હશે?