177. જો એક સમાંતર શ્રેણીનું પ્રથમ, બીજું અને અંતિમ પદ અનુક્રમે 5, 9 અને 101 હોય તો તે શ્રેણીમાં કુલ કેટલા પદો હશે?
178. જો 120 કિમીની યાત્રા ટ્રેન દ્વારા અને બાકીની કાર દ્વારા કરવામાં આવે, તો કુલ 600 કિમી યાત્રા પૂરી કરવા 8 કલાક લાગે છે. અને જો 200 કિમી યાત્રા ટ્રેન દ્વારા કરવામાં આવે અને બાકીની કાર દ્વારા કરવામાં આવે, તો 20 મિનિટ વધુ લાગે છે. તો ટ્રેન અને કારની ઝડપનો ગુણોત્તર કેટલો થશે?
179. એક સમદ્વિબાજુ ત્રિકોણની દરેક સમાન બાજુ અને ત્રીજી બાજુની લંબાઈનો ગુણોત્તર 5: 6 છે. જો આ સમદ્વિબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ 108 ચો.સેમી હોય અને ત્રિકોણની ત્રીજી બાજુની લંબાઈ એક વર્તુળના વ્યાસ જેટલી હોય, તો તે વર્તુળનું ક્ષેત્રફળ (ચો.સેમીમાં) કેટલું થશે?
180. જો “XSY' એટલે “X એ Y ના પિતા છે'; “X #Y' એટલે 'X એ Y ની માતા છે'; 'X x Y' એટલે “X એ Y ની બહેન છે”, તો “N #P$Q×S”માંSએ N સાથે કયા સંબંધથી જોડાયેલ છે?
181. આપેલા વિકલ્પોમાંથી કયો એક અન્ય ત્રણ કરતાં અલગ છે?
182. G એ M નો પતિ છે. M એ Y ની ભાભી છે. Y એ દંપતી અને X નો પુત્ર છે. તો ) એ G સાથે કયા સંબંધથી જોડાયેલો છે?
183. નીચેની વિગતોનો કાળજીપૂર્વક અભ્યાસ કરી અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપોઃ P, Q, R, SAT, U અને V સાત અલગ વ્યક્તિઓ છે, જે સાત અલગ અલગ શહેરો પટના, મુંબઈ, નવી દિલ્હી, કોલકતા, લખનૌ, ચંડીગઢ અને ચેન્નાઈમાં કામગીરી કરે છે, જે ક્રમાનુસાર હોય તે જરૂરી નથી. તેઓ તેમના સ્થળે જવા માટે અલગ અલગ વાહન ઉપયોગ કરે છેઃ બસ, ટ્રેન, વિમાન, સાઈકલ, બાઈક, કાર અને શીપ, જે ક્રમાનુસાર હોય તે જરૂરી નથી. S એ કોલકતા કે પટનામાં કામ કરતો નથી. જે વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરે છે તે ચંડીગઢમાં કામ કરે છે. P લખનૌમાં કામ કરે છે. ) અથવા U પૈકી કોઈ મુંબઈમાં કામ કરતા નથી. જે વ્યક્તિ કોલકતામાં કામ કરે છે તે મુસાફરી માટે બાઈકનો ઉપયોગ કરે છે. ) મુસાફરી માટે બસનો ઉપયોગ કરે છે. જે વિમાનનો ઉપયોગ કરે છે તે મુંબઈમાં રહે છે. જે પટનામાં કામ કરે છે તે મુસાફરી માટે શીપનો ઉપયોગ કરતો નથી. S મુસાફરી માટે સાઈકલનો ઉપયોગ કરે છે. જે લખનૌમાં કામ કરે છે, તે શીપ કે ટ્રેનનો ઉપયોગ કરતો નથી. V મુસાફરી માટે શીપનો ઉપયોગ કરે છે. R એ ટ્રેન કે બાઈકનો ઉપયોગ કરતો નથી. T ચંડીગઢમાં કામ કરતો નથી. જે વ્યક્તિ નવી દિલ્હીમાં રહે છે તે શીપનો ઉપયોગ કરતો નથી. 182. P મુસાફરી માટે નીચે પૈકી કઈ રીતનો ઉપયોગ કરે છે?
184. R નીચે પૈકી કઈ જગ્યાએ કામ કરે છે?