209. પિતા અને પુત્રીની હાલની ઉમરનો ગુણોત્તર 3 : 1 છે, 4 વર્ષ પહેલા તે ગુણોત્તર 4: 1 હતો. તો પિતા અને પુત્રીની આજથી 2 વર્ષ પછીની ઉમરની સરેરાશ કેટલી થશે?
210. એક સાંકેતિક ભાષામાં ‘RED' નો સંકેત ‘2076' હોય તો ‘GREEN'નો સંકેત કયો હશે?
211. બે સંખ્યાઓનો લ.સા.અ (x + y) અને તેમનો ગુ.સા.અ P(x−y) છે. જો તે પૈકી એક સંખ્યા P હોય, તો બીજી સંખ્યા કઈ હશે?
212. એક ખાનામાં 3 લાલ, 4 લીલા અને 5 વાદળી દડા છે. ખાનામાંથી એક દડો લેવામાં આવે છે અને પરત મૂકવામાં આવતો નથી. ત્યારબાદ ખાનામાંથી બીજો દડો લેવામાં આવે છે. તો પ્રથમ દડો લાલ અને બીજો દડો વાદળી હોય તેની સંભાવના કેટલી?
213. એક નાની કંપનીમાં ઉચ્ચ અધિકારીઓઃ સીઇઓ, પ્રમુખ, ઉપપ્રમુખ, સચિવ અને ખજાનચી માટે તે જ ક્રમમાં પર્પાર્કિંગની જગ્યા અનામત રાખેલ છે. પૉકિંગ જગ્યાનો ગાર્ડ ગાડીઓના રંગ જોઈ ક્ષણભરમાં ગાડીઓ યોગ્ય રીતે પાર્ક થયેલ છે કે કેમ તે કહી શકે છે. ગાડીઓના રંગ પીળો, લીલો, જાંબુડિયો, લાલ અને વાદળી તથા અધિકારીઓના નામ P, Q, R, S, અને T છે. (રંગ અને નામ ક્રમાનુસાર હોય તે જરૂરી નથી) પ્રથમ સ્થાને લાલ રંગની ગાડી છે. વાદળી રંગની ગાડી લાલ અને લીલા રંગની ગાડીઓ વચ્ચે પાર્ક થયેલી છે. છેલ્લી જગ્યામાં જાંબુડિયા રંગની ગાડી છે. સચિવ પીળી ગાડી ચલાવે છે.
214. સીઈઓ કોણ છે?
215. સચિવ કોણ છે?
216. એક દુકાનદાર ચોક્કસ વસ્તુની અંકિત કિંમત પર 12% વળતર આપે છે. જોકે તેમ છતાં તે મૂળ કિંમત પર 32% નફો મેળવે છે. જો તે વસ્તુની મૂળ કિંમત રૂા. 2500 હોય તો તેની અંકિત કિંમત કેટલી હશે?