Exam Questions

97. X અને Y એક બિંદુથી એકસાથે યાત્રા શરુ કરે છે. X તેની પૂર્વ તરફ ફરી 12 કિમી અને Y તેની દક્ષિણ તરફ ફરી 12 કિમી યાત્રા કરે છે. X, 270° ઘડિયાળના કાંટાની વિરુધ્ધ દિશામાં ફરી 12 કિમી યાત્રા કરે છે. જ્યારે Y ઘડિયાળના કાંટાની દિશામાં 90° ફરી 18 કિમી જેટલી યાત્રા કરે છે. પછી Y તે જ રેખા પર વિરુધ્ધ દિશામાં 30 કિમી યાત્રા કરે છે. તો તેમની સ્થિતિ વિશે નીચે પૈકી કયું સાચું છે?

1. 1) Y એ X કરતાં 30 કિમી વધારે અંતર કાપ્યું.

2. 2) બંને મૂળ સ્થિતિથી દક્ષિણ પશ્ચિમ દિશામાં છે.

3. 3) બંને એક જ બિંદુ પર છે

A. 1 અને 2

B. 1 અને 3

C. 2 અને 3

D. ઉપરોક્ત પૈકી એકપણ નહીં

Answer: (C) 2 અને 3

98. એક ચોક્કસ વર્ષમાં, જાન્યુઆરી મહિનામાં બરાબર 4 ગુરુવાર અને 4 રવિવાર છે. તો તે વર્ષમાં 1લી જાન્યુઆરીએ કયો વાર હશે?

A. મંગળવાર

B. સોમવાર

C. ગુરુવાર

D. બુધવાર

Answer:

99. નીચેની શ્રેણીમાં આગામી સંખ્યા કઈ હશે?

1. -3, 7, -19, 79, ?

A. 391

B. 399

C. 427

D. ઉપરોક્ત પૈકી એકપણ નહીં

Answer: (A)-391

100. એક ચોરસ કાગળને તેની લંબાઈ પર વાળી નળાકાર બનાવવામાં આવે છે. તો તે નળાકારની પાયાની ત્રિજ્યા અને ચોરસની બાજુનો ગુણોત્તર કેટલો થશે?

A. 1/ 2π

B. √2/ π

C. π√2

D. ઉપરોક્ત પૈકી એકપણ નહીં

Answer: (A) 1/ 2π

101. જેની પાયાની ત્રિજ્યા હોય એવા ત્રણ સમાન શંકુ પૈકીનો દરેક બીજા બે ને સ્પર્શે તે રીતે મૂક્યા છે. તો તેમના શિરોબિંદુઓમાંથી દોરેલા વર્તુળની ત્રિજ્યા

A. 2/√3r

B. 3√r

C. 2r/√3

D. 2√3/r

Answer: (C)2r/√3

102. જો 7 સફરજન, 12 કેળાં અને 17 નારંગીની ખરીદ કિંમત રૂા. 219 અને 3 સફરજન, 5 કેળાં અને 7 નારંગીની ખરીદ કિંમત રૂા91 હોય; તો 1 સફરજન, 1 કેળું અને 1 નારંગીની ખરીદ કિંમત કેટલી થશે?

A. રૂા.17

B. રૂા.19

C. રૂા.21

D. રૂા.23

Answer: (A) રૂા.17

103. વિધાનઃ શહેરમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો પ્રદૂષિત પાણી પીવાને લીધે મૃત્યુ પામે છે. લેવાના પગલાં:

1. 1. સરકારે શહેરમાં લોકોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે વ્યવસ્થા કરવી જોઈએ.

2. 2. સરકારે લોકોને દૂષિત પાણી પીવાના ખતરા સામે જાગૃત કરવા જોઈએ.

A. ફક્ત પગલું 1 અનુસરે છે.

B. ફક્ત પગલું 2 મજબૂત છે.

C. બંને પગલાં અનુસરે છે.

D. 1 કે 2 એકપણ અનુસરતા નથી.

Answer: (C) બંને પગલાં અનુસરે છે.

104. યુરેનિયમ પરમાણ્વીય ફયુઝન પ્રક્રિયામાંથી પસાર થઈ શકે છે.

1. યુરેનિયમનું ન્યુક્લિયસ મોટું અને અસ્થિર છે.

A. બંને (R) અને (A) સાચા છે અને R એ Aની સાચી સમજૂતી છે.

B. બંને (R) અને (A) સાચા છે, પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી.

C. A સાચું છે R ખોટું છે.

D. A ખોટું છે, R સાચું છે.

Answer: (D) A ખોટું છે, R સાચું છે.