337. સ્થીર પાણીમાં હોડી 9 કિમી/કલાકની ઝડપે જઈ શકે છે. પાણીના પ્રવાહની ગતી 1.5 કિમી/કલાક છે. આ સંજોગોમાં 105 કિમી જઈને મૂળ સ્થાને પરત આવવામાં કેટલો સમય લાગશે?
338. એક વિમાન 240 કિમી/કલાકની ઝડપથી 5 કલાકમાં એક શહેરથી બીજા શહેરમાં પહોચે છે જો આ અંતર કલાકમાં કાપવુ હોય તો તેની ઝડપ કેટલી રાખવી જોઈએ ?
339. મહેશ રૂા. 8000, 2 વર્ષ માટે 5% ચક્રવૃધ્ધી વ્યાજથી બેન્કમાં રોકાણ કરે છે. બે વર્ષ બાદ તેને કેટલી કુલ રકમ મળશે?
340. હાલમાં ત્રણ માણસોની ઉંમર 4:7:9 ના પ્રમાણમાં, 8 વર્ષ પહેલા તેઓની કુલ ઉંમર 56 વર્ષ હતી. આ સંજોગોમાં તેઓની હાલની ઉંમર કેટલી હશે?
341. 617+6.017+0.617 + 6.0017નુ મુલ્ય કેટલું હસે ?
342. ત્રણ પાસાં એકસાથે ફેંકવામાં આવે છે. તો તેમનો સરવાળો 6 આવે તેની સંભાવના કેટલી ?
343. એક ટ્રેન એક 800 મીટર લાંબા પુલને 90 કિમી પ્રતિ કલાકની ઝડપે 41 સેકન્ડમાં પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ કેટલી હશે?
344. એક સ્કૂટર 9% ખોટ સાથે વેચવામાં આવે છે. જો તે રૂા. 3,000 વધારે લઈ વેચવામાં આવત તો 6% નફો થાત. તો 10% નફો મેળવવા આ સ્કૂટર કેટલી કિંમત પર વેચવું જોઈએ?