577. 11 ખેલાડીઓની ક્રિકેટ ટીમના કેપ્ટનની ઉંમર 26 વર્ષ છે. અને વિકેટ કિપરની ઉંમર તેના કરતાં 3 વર્ષ વધુ છે. જો આ બન્નેની ઉંમર બાદ કરવામાં આવે તો બાકી રહેતા ખેલાડીઓની સરેરાશ ઉંમર આખી ટીમની સરેરાશ ઉંમર કરતાં 1 વર્ષ ઘટે છે. તો આખી ટીમની સરેરાશ ઉંમર શું હશે?
578. રેણુનો જન્મ થયો ત્યારે રેણુના પિતાની ઉંમર 38 વર્ષ હતી. જ્યારે તેણીનો ભાઈ 4 વર્ષ પછી જન્મ્યો ત્યારે માતાની ઉંમર 36 વર્ષ હતી. તો માતા પિતાની ઉંમર વચ્ચેનો તફાવત શું હશે?
579. એક સંસ્થામાં 40% કર્મચારીઓ મેટ્રીક્યુલેટ છે. બાકી રહેતાં કર્મચારીઓના 50% સ્નાતક છે. અને બાકીના 180 અનુસ્નાતક છે. તો સ્નાતક કર્મચારીઓની સંખ્યા કેટલી હશે
580. શ્રીધરએ 2 વસ્તુઓ A અને B કુલ રૂા. 8,000 માં ખરીદે છે. A વસ્તુ 20% નફાથી અને B વસ્તુ 12% ખોટથી વેચી દે છે. આ આખા વ્યવહારમાં તેને કોઈ નફો કે નુકસાન થતું નથી. શ્રીધરએ એકંદરે 25% નફો કરવા માટે વસ્તુ B કેટલી કિંમતમાં વેચવી જોઈએ.
581. કોઈ રકમ પર 5% વાર્ષિક વ્યાજના દરથી 3 વર્ષ અને 4 વર્ષમાં મળતા સાદા વ્યાજમાં રૂા. 42 તફાવત છે. તો તે મુદ્દલ રકમ કઈ હશે?
582. જો કિરણ 60 કિમી/પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરીને 9 કલાકમાં અંતર કાપી શકે છે. તો 90 કિમી/કલાક ઝડપે આટલુ જ અંતર કાપતા કેટલો સમય લાગશે?
583. X એક કામ 20 દિવસમાં પૂરું કરે છે. જ્યારે Y આ કામ 30 દિવસમાં પૂરૂં કરે છે. બન્ને સાથે 10 દિવસ કામ કરે છે.જો X ત્યાર બાદ કામ છોડી દે તો બાકીનું કામ પૂરું કરતાં Y ને કેટલા દિવસ થશે?
584. એક ઘડિયાળમાં 2 કલાક અને 20 મિનીટમાં મિનીટ કાંટો કેટલા અંશ પસાર કરશે?