41. એક બાસ્કેટમાં 4 લાલ, 5 વાદળી, અને 3 લીલી લખોટી છે, જો ત્રણ લખોટી યથેચ્છ રીતે પસંદ કરવામાં આવે, તો બધી લીલી અથવા બધી લાલ હોય તેની સંભાવના કેટલી ?
42. પ્રથમ 5 સતત આવતી પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગની સરેરાશ કેટલી થશે?
43. બે સિક્કા ઉછાળવામાં આવે તો બે કાંટા (tails) આવે તેની સંભાવના કેટલી?
44. ત્રિકોણની બાજુઓનો ગુણોતર 10: 24: 26 અને તેની પરિમિતી 300 મી છે. તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે?
45. જો ગોલકની વક્ર સપાટીનો વિસ્તાર એક અર્ધ ગોલકની વક્ર સપાટીના વિસ્તાર જેટલો હોય, તો તે અર્ધ ગોલક અને ગોલકની ત્રિજ્યાઓનો ગુણોત્તર કેટલો થશે?
46. એક ફોટોગ્રાફ તરફ જોઈ, એક સ્ત્રીએ S ને કહ્યું, “હું આ સ્ત્રીની એકમાત્ર પુત્રી છું, અને તેણીનો પુત્ર એ તારા મામા છે.” તો તે સ્ત્રી s ના પિતા સાથે કયા સંબંધથી જોડાયેલી છે?
47. P ના પુત્ર Q ના R સાથે લગ્ન થયા છે. R ની બહેન S ના લગ્ન Q ના ભાઈ T સાથે થયા છે. તો S એ P સાથે કયા સંબંધથી જોડાયેલ છે?
48. એક શંકુની ઉંચાઈ 12 સેમી અને પાયાની ત્રિજ્યા 3.5 સેમી છે, તો તે શંકુનું ઘનફળ કેટલું થશે ?