377. 100 અને 400 વચ્ચે આવતી 6 વડે વિભાજ્ય હોય એવી તમામ સંખ્યાઓનો સરવાળો કેટલો થશે?
378. K, L, M.N,O અને P અલગ અલગ ઓફિસ U, V. W.XY, અને Z માં કામ કરે છે, જે તે જ ક્રમમાં હોય એ જરૂરી નથી. L એ ની પત્ની છે અને તે ઓફિસ X માં કામ કરે છે. ઓફિસ V અને Z માં કોઈ સ્ત્રી કામ કરતી નથી. M એ N ની બહેન છે. તે ઓફિસ U માં કામ કરે છે. P એ ઓફિસ W માં અને N એ ઓફિસ V માં કામ કરે છે.
379. K ક્યાં કામ કરે છે?
380. નીચે પૈકી કઈ જોડી નિશ્ચિતપણે પુરુષોની છે?
381. ઓફિસ Y માં કોણ કામ કરે છે?
382. એક શાળામાં 300 વિદ્યાર્થીઓ પૈકી 95 માત્ર ક્રિકેટ રમે છે, 120 માત્ર ફૂટબોલ રમે છે, 80 માત્ર વોલીબોલ રમે છે અને 5 કોઈ પણ રમત રમતા નથી. જો તે પૈકી યથેચ્છ રીતે એક વિદ્યાર્થી પસંદ કરવામાં આવે તો તે ફૂટબોલ કે વોલીબોલ ન રમતો હોય તેની સંભાવના કેટલી?
383. N એક ત્રણ અંકની એવી સંખ્યા છે જે 7 નો ગુણક છે; તો તે 5 નો પણ ગુણક હોય તેની સંભાવના કેટલી?
384. એક 100 સેમી ત્રિજ્યાના ગોલકને તેના કેન્દ્રથી h અંતરે એક સમતલ વડે કાપવામાં આવે છે, જેથીએ તે ગોલક બે અલગ ભાગમાં વહેંચાય છે. આ બે ભાગની એકત્રિત સપાટીનું ક્ષેત્રફળ ગોલકની સપાટીના ક્ષેત્રફળ કરતાં 25% જેટલું વધારે છે. તો // નું મૂલ્ય કેટલું થશે?