Exam Questions

297. 5 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની જીવા કેન્દ્રથી 3 સેમી દૂર આવેલ હોય તો જીવાની લંબાઈ કેટલી થશે ?

A. 4 સેમી

B. 6 સેમી

C. 8 સેમી

D. 11 સેમી

Answer: (C) 8 સેમી

298. જો ગણ P = {0, 1, 2} હોય તો નીચે પૈકી કયો ગણ P નો ઉપગણ નથી?

A. {2, 4}

B. {0}

C. {1, 2}

D. {}

Answer: {2, 4}

299. એક વેપારી મજૂરને પ્રતિદિન રૂપિયા 20 મજૂરી આપે છે, પરંતુ જે દિવસે કામ ન હોય તે દિવસની મજૂરી આપવામાં આવતી નથી અને વધારામાં મળવાપાત્ર કુલ મજૂરીમાંથી આ દિવસના રૂપિયા ત્રણ પ્રમાણે મજૂરી કાપી લે છે. જો 60 દિવસના અંતે મજૂરને મજૂરી પેટે રૂા. 280 મળે છે. તો મજૂર કેટલા દિવસ કામ વગરનો રહ્યો હશે?

A. 40 દિવસ

B. 35 દિવસ

C. 38 દિવસ

D. 32 દિવસ

Answer: (A) 40 દિવસ

300. છગન અને મગને અનુક્રમે રૂા. 45,000 અને રૂા. 70,000નું રોકાણ કરીને ધંધો શરૂ કર્યો. કુલ રૂપિયા 27,600ના નફામાંથી મગનને કેટલી રકમ મળવાપાત્ર થાય ?

A. રૂ. 16,800

B. રૂ. 10,800

C. રૂ. 14,400

D. રૂ. 19,200

Answer: (A) રૂ. 16,800

301. 78 કિમી/કલાકની જડપે જતી ટ્રેનની લંબાઈ 800 મીટર છે અને તે એક ટનલ 1 મીનીટમાં પસાર કરે છે તે ટનલની લંબાઈ કેટલી હશે?

A. 400 મીટર

B. 500 મીટર

C. 600 મીટર

D. 700 મીટર

Answer: (B) 500 મીટર

302.

1. એક વેપારીને ખરીદ કિંમત ઉપર 22% નફો મેળવવો છે. જો તેને વેચાણ રૂા. 39200 હોય તો તેને કેટલો નફો મળેલ હશે?

A. રૂ. 5,600

B. રૂ. 6,400

C. રૂ. 7,200

D. રૂ. 8,000

Answer: (C) રૂ. 7,200

303. એક ચુંટણીમાં ત્રણ ઉમેદવારોને અનુક્રમે 1136, 7636 અને 11,628 મત મળ્યાં, આ સંજોગોમાં જીતેલા ઉમેદવારને કેટલા ટકા (%) મત મળેલ હશે?

A. 57%

B. 54%

C. 47%

D. 67%

Answer: (A) 57%

304. A, B અને C નુ સરેરાશ વજન 45 કીલો છે. A અને B નુ સરેરાશ વજન 40 કીલો છે અને B અને C નુ વજન સરેરાશ વજન 43 કીલો છે. આ સંજોગોમાં B નું વજન કેટલું હશે?

A. 38 કીલો

B. 34 કીલો

C. 31 કીલો

D. 27 કીલો

Answer: (C) 31 કીલો