305. 66 ઘન સેન્ટીમીટર ચાંદીમાંથી 1 મીલી મીટર વ્યાસ ધરાવતો કેટલા મીટર લાંબો તાર બનાવી શકાય ?
306. 2 સાડી અને 4 શર્ટની કિંમત રૂા. 1600 છે તેમજ 1 સાડી 6 શર્ટની કિંમત પણ રૂા. 1600 છે, તો 12 શર્ટની કિંમત કેટલી હશે?
307. એક હોડી પ્રવાહ સાથે 11 કિમી/કલાકની ઝડપે અને પ્રવાહ વિરૂદ્ધમાં 5 કિમી/કલાકની ઝડપે જઈ શકે છે. આ સંજોગોમાં સ્થિર પાણીમાં હોડીની ઝડપ કેટલી હશે?
308. રૂા. 50 ના મુલ્યના ડીબેંચર 10% ડિસ્કાઉન્ટ/વટાવથી મળે છે. ડીબેંચર ઉપર 13% વ્યાજ નક્કી કરવામાં આવેલ છે. જો તે વ્યક્તિએ 2000 ડીબેંચર લીધેલ હોય તો તેને કેટલા ટકા વ્યાજની આવક રોકાણ પર મળેલ હશે ?
309. નીચેની સંખ્યાઓ પૈકી કઈ સંખ્યા યોગ્ય નથી ?
310. કોઈપણ પ્રકારના વિરામ વગર એક બસ સરેરાશ 54 કિમી/કલાકની ગતિથી જાય છે. આ બસ વિરામ સહિત, 45 કિમી/ કલાકની ઝડપથી જાય છે. આ સંજોગોમાં આ બસ સામાન્ય રીતે કેટલા મીનીટ રોકાય છે?
311. A, B કરતા 4 વર્ષ ઉમરમાં મોટો છે અને B, C કરતા બમણી ઉમરનો છે. A. B અને C ની ઉમરનો સરવાળો 54 વર્ષ છે. આ સંજોગોમાં B ની ઉમર કેટલી હશે?
312. હાલમાં રવિની ઉંમર કરતાં તેના પિતાની ઉંમર 4 ગણી છે. પાંચ વર્ષ પહેલાં રવી કરતાં તેના પિતાની ઉંમર 7 ગણી હતી. આ સંજોગોમાં પિતાની ઉંમર કેટલી હશે?