Exam Questions

161. એક લોટરી ટિકિટ ઈનામની ટિકિટ હોય તેની સંભાવના 0.2 છે. જો 4 ટિકિટ ખરીદવામાં આવે તો, ઓછામાં ઓછી એક ટિકિટ પર ઈનામ મળે તેની સંભાવના કેટલી?

A. 0.3964

B. 0.5904

C. 0.6824

D. 0.7804

Answer: (B) 0.5904

162. એક બરણીમાં 12 લખોટીઓ છે : 4 લાલ, 5 વાદળી અને 3 નારંગી. જો તેમાંથી પૂરવણી વગર (without replacement) 3 લખોટીઓ લેવામાં આવે, તો તેમાં વાદળી, નારંગી અને લાલ એવા ક્રમમાં ત્રણેય રંગો મળે તેની સંભાવના કેટલી?

A. 1/22

B. 5/144

C. 1/60

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (A) 1/22

163. શું ત્રિજ્યા “m” સાથેનું વર્તુળ M, ત્રિજ્યાં “m” સાથેના વર્તુળN ને અંતઃસ્પર્શે છે?

1. વિધાન (1)–બે વર્તુળો એકબીજાને ફક્ત એક બિંદુ પર સ્પર્શે છે.

2. વિધાન (2) - વર્તુળો M અને N ના કેન્દ્રો વચ્ચેનું અંતર m –n છે.

A. વિધાન (1) એકલું પર્યાપ્ત છે, પરંતુ વિધાન (2) એકલું પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત નથી.

B. વિધાન (2) એકલું પર્યાપ્ત છે, પરંતુ વિધાન (1) એકલું પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત નથી.

C. બંને વિધાનો (1) અને (2) એકસાથે પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે, પરંતુ બે પૈકી કોઈપણ વિધાન એકલું પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત નથી.

D. વિધાનો (1) અને (2) એકસાથે પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત નથી, અને પ્રશ્નને સંબંધિત વધારાની માહિતી જરૂરી છે.

Answer: (B) વિધાન (2) એકલું પર્યાપ્ત છે, પરંતુ વિધાન (1) એકલું પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત નથી.

164. એક નવા એન્જિનના ભાગની વિશ્વસનીયતા ચકાસવા માટે બાર સ્વતંત્ર ટ્રાયલ કરવામાં આવે છે. તો તે ભાગ અડધાથી ઓછા વખત નિષ્ફળ જાય તેની સંભાવના કેટલી?

1. વિધાન (1) - તે ભાગ છ ટ્રાયલમાં ત્રણ વખત નિષ્ફળ જાય તેની સંભાવના 0.28 છે.

2. વિધાન (2) - તે ભાગ નિષ્ફળ ન જાય તેની સંભાવના 0.60 છે.

A. વિધાન (1) એકલું પર્યાપ્ત છે, પરંતુ વિધાન (2) એકલું પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત નથી.

B. વિધાન (2) એકલું પર્યાપ્ત છે, પરંતુ વિધાન (1) એકલું પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત નથી.

C. બંને પૈકી કોઇપણ વિધાન એકલું પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે.

D. વિધાનો (1) અને (2) એકસાથે પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત નથી, અને પ્રશ્નને સંબંધિત વધારાની માહિતી જરૂરી છે.

Answer: (C) બંને પૈકી કોઇપણ વિધાન એકલું પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે.

165. શબ્દ “Season” કઈ રીતે સંકેતબધ્ધ કરવામાં આવ્યો છે?

1. વિધાન (1): “Season change by nature” ને “48 129” તરીકે સંકેતબધ્ધ કરવામાં આવ્યા છે અને “Change is law nature' ને '5 12 244” તરીકે સંકેતબધ્ધ કરવામાં આવ્યા છે.

2. વિધાન (2): 'New season came today' ने '79 51 35' તરીકે સંકેતબધ્ધ કરવામાં આવ્યા છે અને 'Today change came tomorrow' ने '21 35 12 19' તરીકે સંકેતબધ્ધ કરવામાં આવ્યા છે

A. વિધાન (1) એકલું પર્યાપ્ત છે, પરંતુ વિધાન (2) એકલું પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત નથી.

B. વિધાન (2) એકલું પર્યાપ્ત છે, પરંતુ વિધાન (1) એકલું પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત નથી.

C. બંને વિધાનો (1) અને (2) એકસાથે પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે, પરંતુ બે પૈકી કોઈપણ વિધાન એકલું પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત નથી.

D. વિધાનો (1) અને (2) એકસાથે પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત નથી, અને પ્રશ્નને સંબંધિત વધારાની માહિતી જરૂરી છે.

Answer: (C) બંને વિધાનો (1) અને (2) એકસાથે પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે, પરંતુ બે પૈકી કોઈપણ વિધાન એકલું પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત નથી.

166. જો 3 પુરુષો અને 4 સ્ત્રીઓ સાથે કામ કરે, તો તેઓ 7 દિવસમાં રૂા. 4200 મેળવે છે; જ્યારે 11 પુરુષો અને 13 સ્ત્રીઓ સાથે કામ કરે, તો 8 દિવસમાં રૂા. 16600 મેળવે છે. તો કેટલા સમયમાં 7 પુરુષો અને 9 સ્ત્રીઓ રૂા. 19250 મેળવશે?

A. 10 દિવસ

B. 14 દિવસ

C. 18 દિવસ

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (B) 14 દિવસ

167. એક ટાંકી એકસમાન પ્રવાહથી 3 પાઈપ વડે ભરવામાં આવે છે. પ્રથમ બે પાઈપ એકસાથે ચલાવવામાં આવે તો તેઓ જેટલા સમયમાં ટાંકી ભરશે તેટલા જ સમયમાં ત્રીજો પાઈપ એકલો તે ટાંકી ભરે છે. બીજો પાઈપ પ્રથમ પાઈપ કરતાં 5 કલાક વહેલો ટાંકી ભરે છે અને ત્રીજા પાઈપ કરતાં 4 કલાક મોડો ટાંકી ભરે છે. તો પ્રથમ પાઈપ એકલો કેટલા સમયમાં ટાંકી ભરશે?

A. 15 કલાક

B. 21 કલાક

C. 18 કલાક

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (A) 15 કલાક

168. એક ઘડિયાળ સોમવારે સવારે 5 વાગે સાચા સમયે મેળવવામાં આવે છે. આ ઘડિયાળ 24 કલાકમાં 16 મિનિટ ગુમાવે છે. જો તે જ અઠવાડિયાના ગુરુવારે રાત્રે તે ઘડિયાળ 10 કલાક દર્શાવતું હોય તો તે વખતે સાચો સમય કયો હશે?

A. રાત્રે 11 કલાક

B. રાત્રે 11.15 કલાક

C. રાત્રે 11.30 કલાક

D. રાત્રે 11.45 કલાક

Answer: (A) રાત્રે 11 કલાક