Exam Questions

193. એક સ્પીડબોટ નદીમાં સામાપ્રવાહે (upstream) 6 કિમી ગતિ કરી શરુઆતના બિંદુ પર 33 મિનિટમાં પરત ફરે છે. નદીનો પ્રવાહ 2 કિમી/કલાકની ઝડપે ગતિ કરે છે. તો તે સ્પીડબોટની સ્થિર પાણીમાં ઝડપ કેટલી હશે?

A. 21 કિમી/કલાક

B. 22 કિમી/કલાક

C. 23 કિમી/કલાક

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (B) 22 કિમી/કલાક

194. 14 સભ્યોની ટીમ ધરાવતા એક પ્રબંધકને એક કાર્ય સોંપવામાં આવ્યું. કોઈપણ સમયે બરાબર 10 સભ્યોએ એકસાથે તે કાર્ય પર કામ કર્યું. પ્રબંધકે કામગીરીની વહેંચણીમાં પારદર્શક રહેવાનું હોવાથી, તેણે સભ્યોને કામગીરીની વહેંચણી એ રીતે કરી કે દરેક સભ્યએ બરાબર ‘t’ મિનિટ માટે કામ કર્યું. જો કામ 210 મિનિટમાં પૂર્ણ થયું હોય, તો “t”નું મૂલ્ય કેટલું હશે? (ટીમના દરેક સભ્યની ક્ષમતા એકસરખી ધારી લો)

A. 60 મિનિટ

B. 210 મિનિટ

C. 150 મિનિટ

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (C) 150 મિનિટ

195. નીચેની શ્રેણીમાં ખોટી સંખ્યા શોધોઃ 789, 645, 545, 481, 440, 429, 425

A. 440

B. 425

C. 645

D. 545

Answer: (A) 440

196. એક પોલા લોખંડના પાઈપની લંબાઈ 21 સેમી અને તેનો બાહ્ય વ્યાસ (external diameter) 8 સેમી છે. જો લોખંડનું વજન 8 ગ્રામ/ઘન સેમી હોય અને પાઈપનું વજન 3.696 કિગ્રા હોય તો તેની અંતઃ ત્રિજ્યા (internal radius) કેટલી હશે?

A. 2.75 સેમી

B. 3 સેમી

C. 3.25 સેમી

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (B) 3 સેમી

197. 8 અને 24 વચ્ચેની અયુગ્ય સંખ્યાઓ (odd numbers) ના મધ્યક અને મધ્યસ્થ વચ્ચેનો તફાવત કેટલો થશે?

A. બંને સમાન થશે

B. 1

C. 2

D. નિશ્ચિત કરી ન શકાય

Answer: (A) બંને સમાન થશે

198. 7 સેમી ત્રિજ્યા અને 30 સેમી ઉંચાઈના નળાકાર કેન્સને 76 સેમી × 46 સેમી x 45 સેમી પરિમાણની લંબચોરસ પેટીમાં મૂકવામાં આવે છે. તો આ પેટીમાં મહત્તમ કેટલી સંખ્યામાં કેન્સ મૂકી શકાશે?

A. 19

B. 20

C. 21

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (C) 21

199. બે વર્તુળનું કેન્દ્ર સમાન છે તથા તેમની ત્રિજ્યાઓ અનુક્રમે 2 સેમી અને 5 સેમી છે. તો મોટા અને નાના વર્તુળ વચ્ચેના વિસ્તારનું ક્ષેત્રફળ કેટલું થશે?

A. 66 ચો.સેમી

B. 21 ચો.સેમી

C. 97 ચો.સેમી

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (A) 66 ચો.સેમી

200. એક ચોક્કસ સંખ્યામાં ઘોડા અને તેટલી જ સંખ્યામાં માણસો ક્યાંક જઈ રહ્યા છે. અડધા માલિકો ઘોડા પર બેઠા છે જ્યારે બાકીના ઘોડાને દોરી રહ્યા છે. જો જમીન પર ચાલતા પગની સંખ્યા 70 હોય તો, ઘોડાની સંખ્યા કેટલી હશે?

A. 14

B. 12

C. 18

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (A) 14