Exam Questions

65. નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી? (GAS/47 23-24)

A. ધી મહારાષ્ટ્ર એસોસીએશન ફોર ધ કલ્ટીવેશન ઓફ સાયન્સ રીસર્ચ ઈન્સ્ટીટ્યૂટ 1964માં સ્થપાયું.

B. 1992માં તેનું નામ બદલીને અગરકર સંશોધન સંસ્થા (Agharkar Research Institute) (ARI) કરવામાં આવ્યું.

C. હાલમાં સંશોધન પ્રવૃત્તિઓ પ્રાણીવિજ્ઞાન, સૂક્ષ્મજીવાણુવિજ્ઞાન અને વનસ્પતિ વિજ્ઞાન (Animal Science, Microbial Science and Plant Science) ઉપર કેન્દ્રિત કરવામાં આવે છે.

D. ARI ઈન્ડીયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચરલ રીસર્ચ (ICAR) હેઠળ ઘઉંના સંવર્ધન, સોયાબીનના સંવર્ધન અને દ્રાક્ષના સંવર્ધનના સંશોધનનું પણ મુખ્ય કેન્દ્ર છે.

Answer: (A) ધી મહારાષ્ટ્ર એસોસીએશન ફોર ધ કલ્ટીવેશન ઓફ સાયન્સ રીસર્ચ ઈન્સ્ટીટ્યૂટ 1964માં સ્થપાયું.

66. ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું /સાચાં છે? (GAS/30 21-22)

1. ગુજરાત કાઉન્સીલ ઓન સાન્યસ એન્ડ ટેકનોલોજી (GUJCOST)ની સ્થાપના સપ્ટેમ્બર, 2000માં કરવામાં આવી હતી.

2. સ્ટેટ કાઉન્સિલની અધ્યક્ષતા રાજ્યના મુખ્યમંત્રી કરે છે.

3. વિકાસની દેખરેખ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું એ GUJCOST ના હેતુઓ પૈકીનું એક છે.

A. 1, 2 અને 3

B. ફક્ત 3

C. ફક્ત 2 અને 3

D. ફક્ત 1 અને 2

Answer: (B) ફક્ત 3

67. બૌધ્ધિક સંપત્તિ અધિકારો (Intellectual property rights) ના સ્વરૂપમાં સુરક્ષિત રહી શકે છે. (GAS 20/22-23)

1. વ્યાપાર રહસ્ય (Trade secret)

2. પેટન્ટ (એકાધિકાર)

3. છોડ સંવર્ધકના હકો

4. કોપીરાઈટ નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો.

A. માત્ર 2

B. 2 અને 3

C. 1, 2 અને 4

D. 1, 2, 3 અને 4

Answer: (D) 1, 2, 3 અને 4

68. નેશનલ લેંગવેજ પ્રોસેસીંગ (NLP) એ નીચેના પૈકી કયા ક્ષેત્રના અભ્યાસની શાખા છે? (GAS 20/22-23)

A. Artificial Intelligence (કુત્રિમ બુદ્ધિ)

B. Object Oriented Programming language

C. Space Technology Development

D. Biodiversity Conservation (જૈવ વૈવિધ્ય સંરક્ષણ)

Answer: (A) Artificial Intelligence (કુત્રિમ બુદ્ધિ)

69. તારાનો ચળકાટ તેના ઉપર આધાર રાખે છે. (ADVT 10/CLASS-1)

A. માત્ર કદ અને તાપમાન

B. કદ અને પૃથ્વીથી અંતર

C. કદ, તાપમાન અને દળ

D. કદ, તાપમાન અને પૃથ્વીથી અંતર

Answer: (D) કદ, તાપમાન અને પૃથ્વીથી અંતર

70. “4D પ્રિન્ટીંગ” સંદર્ભે નીચેના પૈકીના કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે? (ADVT 10/CLASS-1)

1. “4D પ્રિન્ટીંગ” મલ્ટીપ્લીકેટીવ ઉત્પાદન પર આધારિત છે.

2. “4D પ્રિન્ટીંગ”માં ઈચ્છિત વસ્તુની બનાવટ માટે “સ્માર્ટ મટીરીયલ”નો ઉપયોગ થાય છે.

3. પર્યાવરણીય સ્વાસ્થ્યને અનુરૂપ “સ્માર્ટ મટીરીયલ્સ’” પરિવર્તિત થાય છે.

A. માત્ર 1 અને 2

B. માત્ર 2 અને 3

C. માત્ર 3

D. 1, 2 અને 3

Answer: (B) માત્ર 2 અને 3

71. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે? (ADVT 10/CLASS-1)

1. “લાઈ-ફાઈ” (Li-Fi) એ “વાઈ-ફાઈ” (Wi-Fi) ની અતિ આધુનિક આવૃત્તિ છે.

2. તે ડેટા ટ્રાન્સફર કરવા માટે ઈન્ફ્રારેડ કિરણોનો ઉપયોગ કરે છે.

3. “Li-Fi” ટેકનોલોજીનો કેન્દ્રિય ભાગ ઓજસ્વી પ્રકાશ ઉત્પન્ન કરતાં ડાયોડથી બને છે.

4. "Li-Fi" વિભાગોમાં વાપરી શકાતી નથી.

A. 1, 2, 3 અને 4

B. માત્ર 2, 3 અને 4

C. માત્ર 1 અને 3

D. માત્ર 2 અને 4

Answer: (C) માત્ર 1 અને 3

72. નીચેના વિધાનોને ધ્યાનમાં લો. (GAS/47 23-24)

1. જૈવિક વિવિધતા પરના સંમેલન (CBD) પર હસ્તાક્ષરો દર વર્ષે જૈવવિવિધતાના નુકસાનને રોકવા અને કુદરતી ઈકોસિસ્ટમને પુનઃસ્થાપિત કરવા માટે વૈશ્વિક યોજના પર કામ કરવા માટે મળે છે.

2. જૈવિક વિવિધતા (CBD) પરના સંમેલનમાં પક્ષકારોની 15મી કોન્ફરન્સે ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક (GBF)નામનો નવો કરાર આપ્યો, જેમાં 2030 સુધીમાં હાંસલ કરવાના લક્ષ્યો છે.

3. જૈવિક વિવિધતા પર સંમેલન (CBD) એ 1992 રિયો અર્થ સમિટનું પરિણામ હતું.

4. ઉપરોક્તમાંથી કયાં વિધાનો સત્ય છે ?

A. 1, 2

B. 1, 3

C. 2, 3

D. 1, 2, 3

Answer: (C) 2, 3