Exam Questions

81. ગોવા ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડીચર દ્વારા મૂકવામાં આવેલાં સ્થાનિક શહેરી સંસ્થા સુધારાઓ (Urban Local Bodies reforms) પૂર્ણ કરનાર છઠ્ઠું રાજ્ય બન્યું છે. અન્ય પાંચ રાજ્યો કયાં છે?(CANCLE) (GAS/26 20-21)

A. આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, ગુજરાત અને મહારાષ્ટ્ર

B. કેરળ, પશ્ચિમ બંગાળ, ઓડિસ્સા, બિહાર અને ઝારખંડ

C. છત્તીસગઢ, ઓડિસ્સા, હિમાચલ પ્રદેશ, પંજાબ અને અરૂણાચલ પ્રદેશ

D. આંધ્રપ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ત્રીપુરા

Answer: સવાલ કેન્સલ થયેલ છે

82. CURIE (Consolidation of University Research for Innovation and Excellence in Women Universities) બાબતે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (DYSO/10 22-23)

1. DST u Women Science Programme CURIE કાર્યકમ અંતર્ગત PG કોલેજોને સહાયરૂપ બનવા નવી પહેલ ની શરૂઆત કરી છે અને તેના માટે દરખાસ્તો આમંત્રિત કરી છે.

2. ભારત અને જર્મની વચ્ચેના સંયુક્ત R&D પ્રોજેક્ટમાં મહિલા સંશોધકોના પાર્શ્વ (lateral) પ્રવેશ માટે તે પ્રકારનો પ્રથમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો.

3. નીચે આપેલા વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

A. માત્ર 1 સાચું છે.

B. માત્ર 2 સાચું છે.

C. 1 તથા 2 બંને સાચા છે.

D. 1 તથા 2 એકપણ સાચાં નથી.

Answer: (C) 1 તથા 2 બંને સાચા છે.

83. Gujarat Energy Research and Management Institute (GERMI) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (DYSO/10 22-23)

1. GERMI એ ગુજરાત સરકારના ઉપક્રમ ગુજરાત સ્ટેટ પેટ્રોલીયમ કોર્પોરેશન લિમીટેડ (Gujarat State Petroleum Corporation Limited) (GSPC) દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલ ઉર્જાક્ષેત્રનું Centre of Excellence છે.

2. GERMI એ ભારતમાં ગુજરાતની રાજધાની ગાંધીનગર ખાતે સ્થિત છે.

3. નીચે આપેલા વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

A. માત્ર 1 સાચું છે.

B. માત્ર 2 સાચું છે.

C. 1 તથા 2 બંને સાચા નથી.

D. 1 તથા 2 બંને સાચાં છે.

Answer: (D) 1 તથા 2 બંને સાચાં છે.

84. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (National Disaster Management Authority) કયા મંત્રાલય હેઠળ આવે છે? (DYSO/10 22-23)

A. પ્રદૂષણ મંત્રાલય

B. પર્યાવરણ મંત્રાલય

C. ગૃહ મંત્રાલય

D. વિદેશ મંત્રાલય

Answer: (C) ગૃહ મંત્રાલય

85. કોસ્મિક કિરણ મોનીટર GRAPES-3ની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? (ADVT 17/ SCI OFF/22-23)

A. પેરિસ

B. મોન્ટ બ્લેન્ક

C. ઉટી

D. સાતપુડા

Answer: (C) ઉટી

86. "ENERGY FOREVER” ઉદ્દેશ કઈ સંસ્થાનો છે? (ADVT 17/ SCI OFF/22-23)

A. પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ

B. વિદ્યુત મંત્રાલય

C. ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લી.

D. એન.ટી.પી.સી. (NTPC)

Answer: (C) ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લી.

87. રાષ્ટ્રીય વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી અને નવાચાર નીતિ 2020 એ ભારતની__________ મી રાષ્ટ્રીય વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી અને નવાચાર નીતિ છે. (GAS/47 23-24)

A. પહેલી

B. ત્રીજી

C. સાતમી

D. પાંચમી

Answer: (D) પાંચમી

88. પ્રતિ વર્ષે “ભટનાગર એવોર્ડ' કઈ સંસ્થા દ્વારા એનાયત થઈ રહ્યો છે? (ADVT 17/ SCI OFF/22-23)

A. નેશનલ કેમિકલ લેબોરેટરી

B. CSIR

C. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ

D. TIFR

Answer: (B) CSIR