129. તાજેતરમાં સમાચારોમાં સ્કવેર કિલોમીટર એરે (Square Kilometer Array) છે. આ………. છે.
A. વિશાળ સંખ્યામાં રીસીવરો ધરાવતું ટેલીસ્કોપ
B. એક ચોરસ કિલોમીટરમાં કોવિડ દર્દીઓની સંખ્યા
C. ગ્લેશિયરમાં હિમપ્રપાતોનું માપ
D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં
Answer: (A) વિશાળ સંખ્યામાં રીસીવરો ધરાવતું ટેલીસ્કોપ
130. તાજેતરમાં હિન્દુસ્તાન એરોનોટીક્સ લીમીટેડે ISRO ને C32 - LH2 આપ્યાં, આ છે.
A. અત્યાર સુધીની સૌથી મોટી ક્રાયોજીનીક પ્રોપેલન્ટ ટેન્ક
B. અત્યાર સુધીનું સૌથી મોટું GSLV માટેનું લોન્ચ પેડ
C. નેનો રડાર સીસ્ટમ જે ઉપગ્રહોની ભ્રમણકક્ષાનું પગેરું લે છે.
D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
Answer: (A) અત્યાર સુધીની સૌથી મોટી ક્રાયોજીનીક પ્રોપેલન્ટ ટેન્ક
131. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ આધિકૃત રીતે (On record) સૌથી જુના ડી.એન.એ.............ના દાંતમાંથી મેળવ્યાં છે.
A. આફ્રિકન સિંહ
B. સાઈબરીયન પ્રાચીન હાથી (Mammoth)
C. ભારતીય વાઘ
D. ઓસ્ટ્રેલીયન કાંગારૂ
Answer: (B) સાઈબરીયન પ્રાચીન હાથી (Mammoth)
132. તાજેતરમાં કેન્દ્ર સરકારે જુવેનાઈલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ, 2015 માં માન્ય કરેલાં સુધારાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. I. આ સુધારા બાદ જિલ્લાઓના બાળ સુરક્ષા એકમ (Child Protection Unit) જિલ્લા મેજીસ્ટ્રેટ (DM) હેઠળ કાર્ય કરશે.
2. II. DM સ્વતંત્ર રીતે બાળકલ્યાણ સમિતિનું (Child Welfare Committee) અને ખાસ જુવેનાઈલ પોલીસ એકમ (Specialised Juvenile Police Unit) નુ મુલ્યાંકન કરશે.
3. III. તેઓ બાળ સંભાળ સંસ્થા (Child Care Institute) ની ક્ષમતા અને પાશ્ચાદભૂમિકા ચકાસશે ત્યારબાદ તેની નોંધણી માટે ભલામણ થઈ શકશે.
A. I, II અને III
B. ફક્ત II અને III
C. ફક્ત I અને II
D. ફક્ત I અને III
Answer: (A) I, II અને III
133. તાજેતરમાં પ્રશેપણ કરવામાં આવેલી Vagir સબમરીન વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
1. 1. Vagir એ 6 કાલવરી વર્ગ સબમરીનનો ભાગ છે.
2. 2. આ સબમરીનોની ડીઝાઈન ફ્રેંચ નેવલ ડીફેન્સ એન્ડ એનર્જી કંપની (French Naval Defence and Energy Company) દ્વારા તૈયાર કરવામાં આવી છે.
3. 3. INS કાલવરી એ ભારતીય નૌ સેનામાં સામેલ કરવામાં આવેલ સ્કોર્પીયન (Scorpene) વર્ગ સબમરીન છે.
4. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A. માત્ર 1 અને 2
B. માત્ર 2 અને 3
C. માત્ર 1 અને 3
D. 1, 2 અને 3
134. તાજેતરમાં પ્રશેપણ કરવામાં આવેલ Standoff Anti-tank Guided Missile (SANT) મિસાઈલ વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે?
1. 1. આ મિસાઈલ પ્રશેપણ બાદ Lock on તથા પ્રશેપણ પહેલાં Lock on ની ક્ષમતાથી સજજ છે.
2. 2. SANT મિસાઈલ એ હવાથી જમીન પરની મિસાઈલ છે.
3. 3. આ મિસાઈલ Helicopter Launched Nag Missile ની સુધારેલી (upgraded) આવૃત્તિ છે.
4. 4. આ મિસાઈલનો પ્રહાર ક્ષમતા વિસ્તાર 100-200 કિમી. છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A. 1, 2, 3 અને 4
B. માત્ર 2, 3 અને 4
C. માત્ર 1 અને 3
D. માત્ર 1, 2 અને 3
Answer: (D) માત્ર 1, 2 અને 3
135. તાજેતરમાંજ પરીક્ષણ કરવામાં આવેલ Agni-P મિસાઈલ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
1. 1. તે પરમાણું સક્ષમ અને સપાટીથી સપાટીની મિસાઈલ છે.
2. 2. આ મિસાઈલની ક્ષમતા 1000 કિમી થી 2000 કિમી ની છે.
3. 3. આ મિસાઈલ એ રશિયન મિસાઈલ એજન્સી સાથે DRDO દ્વારા વિકસાવવામાં આવી છે.
4. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A. 1, 2 અને 3
B. માત્ર 2 અને 3
C. માત્ર 1 અને 2
D. માત્ર 1 અને 3
Answer: (C) માત્ર 1 અને 2
136. તાજેતરમાં ભારતના રમતગમત મંત્રાલયે WAKO ઈન્ડીયા ફેડરેશનને માન્યતા આપેલ છે. આ ફેડરેશન એ............... સાથે સંબંધિત છે.
A. Walking
B. Kick Boxing
C. Fencing
D. Skating