Exam Questions

97. ભારતીય વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર બોઝ નીચેના પૈકી કયા ક્ષેત્રે તેમના કાર્ય માટે જાણીતાં હતાં? (ADVT/139 20-21)

A. થર્મોડાયનેમીક પ્રોપર્ટીઝ ઓફ એલીમેન્ટરી પાર્ટીકલ્સ

B. એટોમીક એન્ડ ન્યુક્લિયર રીસર્ચ

C. રેડીયો એન્ડ માઈક્રોવેવ ઓપ્ટીક્સ

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (C) રેડીયો એન્ડ માઈક્રોવેવ ઓપ્ટીક્સ

98. નીચેના પૈકી કોણ ભારતમાં નેશનલ બોર્ડ ઓફ વાઈલ્ડલાઈફના અધ્યક્ષ છે? (ADVT/139 20-21)

A. રાષ્ટ્રપતિ

B. ઉપરાષ્ટ્રપતિ

C. વડાપ્રધાન

D. પર્યાવરણ, વન અને આબોહવા બદલાવ મંત્રાલયના મંત્રી

Answer: (C) વડાપ્રધાન

99. રામન અસર એ કઈ બાબત સાથે સંકળાયેલ છે? (ADVT 25/DEP MEC ENG/22-23)

A. પ્રકાશનું પરાવર્તન (Reflection)

B. પ્રકાશનું વક્રીભવન (Refraction)

C. પ્રકાશનું પ્રકીર્ણન (Scattering)

D. પ્રકાશનું શોષણ (Absorption)

Answer: (C) પ્રકાશનું પ્રકીર્ણન (Scattering)

100. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી પાછળ કયા મહાન ભારતીય વૈજ્ઞાનિકની સિદ્ધિઓ જવાબદાર છે? (ADVT 17/ SCI OFF/22-23)

A. જગદીશ ચંદ્ર બોઝ

B. વિક્રમ સારાભાઈ

C. હોમી જહાંગીર ભાભા

D. સી.વી. રામન

Answer: (D) સી.વી. રામન

101. તાજેતરમાં સમાચારમાં આવેલ "મંકી ફીવર" (Monkey fever) અથવા "વાસનુર" (Kyasanur) નામનો રોગ નીચેનામાંથી શાના કારણે થાય છે?

A. બેક્ટેરીયા

B. વાઈરસ

C. ફુગ

D. ઉપરનામાંથી એકપણ નહી

Answer: (B) વાઈરસ

102. તાજેતરમાં રાષ્ટ્રીય ફિલ્મ ઍવોર્ડ 2024 માં નીચેના પૈકી કઈ અભિનેત્રીએ શ્રેષ્ઠ અભિનેત્રી ઍવોર્ડ જીતેલો છે?

A. આલિયા ભટ્ટ

B. નયન તારા

C. નિવેદિયા

D. નિથ્યા મેનન અને માનસી પારેખ

Answer: (D) નિથ્યા મેનન અને માનસી પારેખ

103. નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?

1. 1. તાજેતરમાં ભારતે સંયુક્ત રાષ્ટ્રના સંમેલનના આંતરરાષ્ટ્રીય સમાધાન કરાર ( International Settlement Agreements) પર હસ્તાક્ષર કરેલ છે.

2. 2. આ સંમેલન મધ્યસ્થી બાબતનું નવી દિલ્હી સંમેલન તરીકે પણ ઓળખાય છે.

3. 3. અત્યાર સુધીમાં 46 દેશોએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

4. 4. તે આંતરરાષ્ટ્રીય સમાધાન કરારોનો અમલ કરવામાં સમાન માળખું પૂરું પાડે છે.

A. 1, 2, 3 અને 4

B. માત્ર 1.3 અને 4

C. માત્ર 2, 3 અને 4

D. માત્ર 1, 2 અને 4

Answer: (B) માત્ર 1.3 અને 4

104. નગર કિર્તન કે જે તાજેતરમાં સમાચારમાં હતું, તે વિશે નીચેના પૈકી કયું વિધાન / કર્યા વિધાનો સાચું / સાચાં છે?

1. 1. તે હિંદુ શ્રધ્ધાળુઓની પાકિસ્તાનથી ભારતની ધાર્મિક શોભાયાત્રા હતી.

2. 2. શીખોની અને શીખો દ્વારા આગેવાની લીધેલી આ ધાર્મિક શોભાયાત્રા પાકિસ્તાનના પંજાબ પ્રાંતથી ભારતના પંજાબ સુધીની હતી.

3. 3. આ શોભાયાત્રા હિંદુઓની પાકિસ્તાનના હિંગળાજ મંદિરથી ભારતમાં વૈષ્ણોદેવી મંદિર સુધીની હતી.

4. 4. તે હિંદુઓ અને શીખોની સંયુક્ત શોભાયાત્રા હતી.

A. 1, 2, 3 અને 4

B. માત્ર 2

C. માત્ર 3 અને 4

D. માત્ર 1.2 અને 3

Answer: (B) માત્ર 2