17. વાહનોની હેડલાઈટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે કારણ કે (GAS/30 21-22)
A. તે બલ્બમાંથી નજીકના વાહનો પર પ્રકાશ કેન્દ્રીત કરે છે.
B. સમાંતર કિરણો મોકલે છે.
C. હેડલાઈટના આકારમાં વ્યવસ્થિત રીતે બંધ બેસતો આવી જાય છે.
D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં
Answer: (B) સમાંતર કિરણો મોકલે છે.
18. બરફનો વિશાળ જથ્થો કે જે ખીણની નીચેની તરફ અને પર્વતોના ઢોળાવો તરફ બરફ રેખા (Snow line) પસાર કર્યા બાદ પીગળે નહીં ત્યાં સુધી ધીમેથી ગતિ કરે છે તેને કહેવાય છે. (GAS/26 20-21)
A. હિમશિલા
B. હિમનદી
C. હિમપ્રપાત
D. પ્રચંડ ઝંઝાવાત
19. “વીડાલ ટેસ્ટ” (Widal Test) નીચેના પૈકી કયા રોગની ઓળખ કરવા માટે કરવામાં આવે છે? (GAS/26 20-21)
A. કાલા અઝાર (Kala Azar)
B. કોલેરા
C. ટાઈફોઈડ
D. એન્થ્રેક્સ
20. તાજેતરમાં ભારત સરકારે ખોવાયેલ મોબાઈલ ફોનને શોધી કાઢવા વેબ પોર્ટલનો આરંભ કર્યો છે. (GAS/26 20-21)
A. https://ceir.gov.in (સેન્ટ્રલ ઈક્વીપમેન્ટ આઈડેન્ટીટી રજીસ્ટર)
B. https://cair.gov.in (સેન્ટ્રલ એજન્સી આઈડેન્ટીટી રજીસ્ટર)
C. https://cser.gov.in (સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ઈક્વીપમેન્ટ ૨જીસ્ટર)
D. https://cpir.gov.in (સેન્ટ્રલ પોલીસ આઈડેન્ટીટી રજીસ્ટર)
Answer: (A) https://ceir.gov.in (સેન્ટ્રલ ઈક્વીપમેન્ટ આઈડેન્ટીટી રજીસ્ટર)
21. મોટર વાહન અધિનિયમ હેઠળ, હોર્નના અવાજની મર્યાદા ડેસીબલ સુનિશ્ચિત કરેલ છે. (GAS/26 20-21)
A. 20-30 dB
B. 100-120 dB
C. 80-110 dB
D. 93-112 dB
22. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? (GAS/26 20-21)
1. ક્ષ-કિરણો (X-rays) – હવાઈમથકો ઉપર બેગની ઝીણવટપૂર્વક તપાસ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
2. ગામા કિરણો – કેન્સર અને ગાંઠના ઈલાજમાં રેડીયોથેરાપીમાં ઉપયોગમાં લેવાય છે.
3. રેડિયો તરંગો–રાત્રિ દૃશ્ય કેમેરા (Night Vision Cameras)માં ઉપયોગમાં લેવાય છે.
4. દૃશ્ય તરંગો – તેની મદદથી આપણે આસપાસનું વિશ્વ જોઈ શકીએ છીએ.
A. 1, 2, 3 અને 4
B. માત્ર 1 અને 3
C. માત્ર 1, 2 અને 3
D. માત્ર 1, 2 અને 4
Answer: (D) માત્ર 1, 2 અને 4
23. નેશનલ ઈલેક્ટ્રીક મોબીલીટી મિશન પ્લાન 2020 વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે? (GAS/26 20-21)
1. આ યોજનાનો હેતુ હાઈબ્રીડ / ઈલેક્ટ્રિક વાહનો વિકસાવવાનો છે.
2. આ યોજના ચાર ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરે છે. - ટેકનોલોજીનો વિકાસ, માંગનું સર્જન, પાઈલોટ પ્રોજેક્ટ અને ચાર્જીંગ માટેનું આંતરમાળખું.
3. વર્ષ 2030 સુધીમાં ઈલેક્ટ્રીક કાર નવી કારના વેચાણનો 40% હિસ્સો બનશે.
A. 1, 2 અને 3
B. માત્ર 2 અને 3
C. માત્ર 1 અને 3
D. માત્ર 1 અને 2
Answer: (D) માત્ર 1 અને 2
24. ભારત દેશ પાસેથી “Sikorsky Romeo” હેલીકોપ્ટરો ખરીદવાનું આયોજન કરી રહેલ છે. (GAS/26 20-21)
A. ઈઝરાઈલ
B. રશિયા
C. યુનાઈટેડ સ્ટેટ્સ
D. ફ્રાંસ
Answer: (C) યુનાઈટેડ સ્ટેટ્સ