Exam Questions

9. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS/30 21-22)

1. માનવ શરીરનું પી.એચ. (pH) સહેજ એસિડિક હોય છે.

2. અપચા દરમ્યાન જઠર ઘણું બધુ એસિડ ઉત્પન્ન કરે છે જે પીડા અને બળતરાનું કારણ બને છે.

3. અતિશય એસિડિટીમાંથી મુક્તિ મેળવવા માટે “મિલ્ક ઓફ મેગ્નેશિયા'નો ઉપયોગ કરી શકાય છે.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (C) ફક્ત 2 અને 3

10. જાપાનીઝ એન્કેફેલાઈટીસ (Japanese Encephalitis) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS/30 21-22)

1. જાપાનીઝ એન્કેફેલાઈટીસ (JE) એક વાયરલ રોગ છે.

2. JE એ મગજના સોજા સાથે સંકળાયેલું છે.

3. તે પશુજન્ય છે અને માનવીઓમાં ક્યૂલેક્સ મચ્છરો દ્વારા ફેલાય છે.

A. ફક્ત 1 અને 3

B. ફક્ત 1 અને 2

C. ફક્ત 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (D) 1, 2 અને 3

11. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું/સાચાં છે? (GAS/30 21-22)

1. રોગનું કારણ બનતા એજન્ટોમાં પ્રોટોઝોઆ અને પરોપજીવી કૃમિઓનો સમાવેશ થાય છે.

2. એસ્સેરીકીયા કોલાઈ (Escherichia coli) સામાન્ય રીતે મનુષ્યોના મોટા આંતરડામાં બને છે.

3. પાણીમાં દ્રાવ્ય કિરણોત્સર્ગી આઈસોટોપ જળપ્રદૂષણ પેદા કરતાં નથી.

A. ફક્ત 1

B. ફક્ત 1 અને 2

C. ફક્ત 1 અને 3

D. 1, 2 અને 3

Answer: (B) ફક્ત 1 અને 2

12. ટી.વી. વિગેરે માટેના રીમોટ કંટ્રોલ ગેઝેટ (gadget) તેની અંદર ધરાવે છે.(GAS/30 21-22)

A. એકર નાનું વિજચુંબક કે જે વીજચુંબકીય તરંગો ઉત્સર્જિત કરે છે.

B. એક નાનું ઓસિલેટર (oscillator) કે જે ઈલેક્ટ્રિક ધબકારા ઉત્સર્જિત કરે છે.

C. એક નાનું ટ્રાન્સમીટર કે જે ઈન્ફ્રારેડ સંકેતો ઉત્સર્જિત કરે છે.

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (C) એક નાનું ટ્રાન્સમીટર કે જે ઈન્ફ્રારેડ સંકેતો ઉત્સર્જિત કરે છે.

13. રેડીયો ફ્રિકવન્સી આઈડેન્ટીફીકેશન (RFID) ટેકનોલોજી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? (GAS/30 21-22)

1. RFID બે ઘટકો : ટેગ (tags) અને રીડર્સ (readers)ની બનેલી વાયરલેસ સીસ્ટમનો સંદર્ભ આપે છે.

2. રીડર એક એવું ઉપકરણ છે કે જે એક કરતાં વધુ એન્ટીનાઓ ધરાવે છે જે રેડીયો તરંગો ઉત્સર્જિત કરે છે અને RFID ટેગ તરફથી સંકેતો પરત મેળવે છે.

3. પેસીવ RFID ટેગ, રીડર દ્વારા સંચાલિત હોય છે અને બેટરી ધરાવતા નથી.

A. 1, 2 અને 3

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. ફક્ત 1 અને 2

Answer: (A) 1, 2 અને 3

14. VoLTE બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS/30 21-22)

1. VoLTE એટલે “વોઈસ ઓવર લોન્ગ ટર્મ ઈવોલ્યુશન'

2. તે LTE એક્સેસ નેટવર્ક (access network) મારફતે IP ઉપર ડિજિટલ પેકેટ વોઈસ સર્વીસ ડીલીવરી છે.

3. પરંપરાગત અવાજ (traditional voice) કરતા સ્પેકટ્રમ (spectrum)નો કાર્યક્ષમ ઉપયોગ પુરો પાડે છે.

4. એક નેટવર્ક ઉપર અવાજ અને અન્ય નેટવર્ક ઉપર ડેટા હોવાની જરૂરીયાતને દૂર કરે છે.

A. 1, 2, 3 અને 4

B. ફક્ત 2, 3 અને 1

C. ફક્ત 1, 2 અને 3

D. ફક્ત 1, 3 અને 4

Answer: (A) 1, 2, 3 અને 4

15. ફૂડ ઈરેડીએશન (Food irradiation) કરવા બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે? (GAS/30 21-22)

1. આયનાઈઝીંગ રેડીએશન (lonizing radiation) લાગુ કરવાની આ તકનીક ખાદ્ય પદાર્થોની સુરક્ષા (Safety) માં સુધારો કરે છે, અને તે શેલ્ફ લાઈફ (Shelf life) માં વધારો કરે છે.

2. ફુડ ઈરેડીએશન કરવાની પ્રક્રિયા એ ગરમીથી વિરૂધ્ધની એવી ઠંડી પ્રક્રિયા છે.

3. ફૂડ ઈરેડીએશન કરવાની પ્રક્રિયામાં કોબાલ્ટ-60 મૂળભૂત તત્ત્વ તરીકે વપરાય છે.

4. આ પ્રક્રિયા ખોરાકમાં પહેલેથી જ રહેલા ઝેરી તત્ત્વો અને જંતુનાશકોનો નાશ કરી શકતા નથી.

A. 1, 2, 3 અને 4

B. માત્ર 2, 3 અને 4

C. માત્ર 1, 3 અને 4

D. માત્ર 2 અને 3

Answer: (A) 1, 2, 3 અને 4

16. સામાન્ય રીતે કોલેસ્ટેરોલ સ્તર સાથે સંબંધિત હોય છે. (GAS/30 21-22)

A. ધમનીઓ કઠણ બનવા

B. શીરાઓ કઠણ બનવા

C. મૂત્રપિંડની પથરી

D. યકૃત સરિહોસિસ (Cirrhosis)

Answer: (A) ધમનીઓ કઠણ બનવા