Exam Questions

65. નીચે આપેલ યાદીમાંથી RBI દ્વારા હાલમાં નિયંત્રિત થતી વિત્તીય સંસ્થા/સંસ્થાઓ પસંદ કરો. (GAS 121/16-17)

A. EXIM બેન્ક (એક્સપોર્ટ ઈમ્પોર્ટ બેન્ક)

B. NHB (નેશનલ હાઉસિંગ બેન્ક)

C. NABARD (નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ)

D. ઉપરના તમામ

Answer: (D) ઉપરના તમામ

66. વેતન સંહિતા 2019 અધિનિયમ (Code on Wages 2019 Act) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS 26/20-21)

1. 1. બીજા રાષ્ટ્રીય મજદૂર આયોગની ભલામણો અનુસાર આ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો.

2. 2. માત્ર MGNREGS કામદારો જ આ અધિનિયમ હેઠળ આવશે નહીં.

3. 3. અસંગઠીત ક્ષેત્રોના કામદારો જેવાકે કૃષિ કામદારો, ચિત્રકારો, ઢાબા, રેસ્ટોરન્ટના કામદારો અને ચોકીદારો વગેરે આ યોજના હેઠળ આવરી લેવાયાં છે.

4. 4. ફક્ત એવા જ કર્મચારીઓ કે જેઓ માસિક ધોરણે કામ કરતા હોય તેઓને આ યોજના હેઠળ આવરી લેવાયા છે.

A. માત્ર 1, 2 અને 3

B. માત્ર 2, 3 અને 4

C. માત્ર 1 અને 3

D. 1, 2, 3 અને 4

Answer: (A) માત્ર 1, 2 અને 3

67. નીચેના પૈકી કયું / કયા SIDBI નું / ના કાર્ય/ કાર્યો છે?

A. લોન અને એડવાન્સીસનું પુનર્ધિરાણ

B. બિલનો વટાવ અને પુનર્વટાવ

C. સીડ કેપીટલ/સોફ્ટ લોનનું વિસ્તરણ

D. ઉપરોક્ત તમામ

Answer: (D) ઉપરોક્ત તમામ

68. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY) અંગે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS 30/ 21-22)

1. 1. તે એક રાષ્ટ્ર-એક યોજનાના સિધ્ધાંત પર આધારિત છે.

2. 2. આ યોજનાએ દેશના કુલ પાક વિસ્તારના વિીમા કવરેજને 23% થી વધારીને 90% કરી છે.

3. 3. આ યોજના વિસ્તાર અભિગમના આધારે લાગુ કરવામાં આવી રહી છે.

A. 1, 2 અને 3

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. ફક્ત 1 અને 2

Answer: (C) ફક્ત 1 અને 3

69. ભારતમાં ગરીબી રેખાથી નીચેના પરિવારો માટે નીચેનામાંથી કયા ક્ષેત્રોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ આવરી લેવામાં આવ્યા છે? (GAS 20/22-23)

1. 1. આરોગ્ય

2. 2. પોષણ

3. 3. LPG કનેક્શન (જોડાણ)

4. 4. વિજળી

A. માત્ર 1 અને 2

B. માત્ર 3 અને 4

C. માત્ર 3

D. 1, 2, 3 અને 4

Answer: (C) માત્ર 3

70. બહુપરિમાણીય ગરીબી સૂચકાંકના સંદર્ભમાં નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? (GAS 30/ 21-22)

1. 1. શિક્ષણ - -શાળાના વર્ષો, શાળામાં હાજરી

2. 2. આરોગ્ય - - માતા મૃત્યુ દર, બાળ મૃત્યુ દર અને અપેક્ષિત આયુષ્ય દર

3. 3. જીવન ધોરણ - – પીવાનું પાણી, રહેઠાણ, રસોઈ બળતણ, અસ્કયામતો

A. 1, 2, અને 3

B. ફક્ત 1 અને 2

C. ફક્ત 2 અને 3

D. ફક્ત 1 અને 3

Answer: (D) ફક્ત 1 અને 3

71. નીચેના પૈકી કઈ પંચવર્ષીય યોજના દરમ્યાન ભારત સરકારે ભારતમાં સેન્દ્રીય ખેતીના ઉત્પાદન, પ્રોત્સાહન અને બજાર વિકાસ માટે સેન્દ્રીય ખેતી માટેના રાષ્ટ્રીય પ્રોજેક્ટનો અમલ કર્યો? (GAS 26/20-21)

A. નવમી યોજના

B. દસમી યોજના

C. અગિયારમી યોજના

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (B) દસમી યોજના

72. ગિલ્ટ એજ્ડ માર્કેટ એટલે(GAS 20/22-23)

A. બુલિયન બજાર

B. સરકારી જામીનગીરીઓનું બજાર

C. બંદૂકોનું બજાર

D. શુધ્ધ ધાતુઓનું બજાર

Answer: (D) શુધ્ધ ધાતુઓનું બજાર