Exam Questions

73. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? (GAS 30/ 21-22)

1. 1. ડી.ટી. લાકડાવાલા સમિતિ - 54.9%

2. 2. સુરેશ તેંડુલકર સમિતિ - 37.2%

3. 3. રંગરાજન સમિતિ - 29.5%

4. 1, 2 અને 3

A.

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. ફક્ત 1 અને 2

Answer: (A) 1, 2 અને 3

74. ધ યુનીક આઈડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડીયા (UIDAI) બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ? (GAS 26/20-21)

A. આધાર અધિનિયમ 2016ની જોગવાઈઓ હેઠળ આ પ્રાધિકરણ એ વૈધાનિક પ્રધિકરણ તરીકે રચવામાં આવ્યું.

B. તેની સ્થાપના પહેલાં UIDAI એ આયોજન પંચની કચેરી હેઠળ હતું.

C. UIDAI 8 ક્ષેત્રીય કચેરીઓ અને બે ડેટા કેન્દ્રો ધરાવે છે.

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં

75. ભારતમાં કેન્દ્રીય બેંકિંગ કાર્યો કોના દ્વારા કરવામાં આવે છે? (DYSO,ADVT 42/ 23-24)

A. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા

B. ભારતીય રિઝર્વ બેંક

C. પંજાબ નેશનલ બેંક

D. કેનેરા બેંક

Answer: (B) ભારતીય રિઝર્વ બેંક

76. ભારતીય અર્થતંત્રમાં કઈ રીતે વર્તણૂંકીય પરિવર્તન શક્ય છે તે 2018-19નું આર્થિક સર્વેક્ષણ સમજાવે છે. આ પરિવર્તન નીચેના પૈકી કઈ યોજના દ્વારા શક્ય છે? (GAS, Class-1, GCS, Class-1 & Class-2 & GMCOS, Class-2)

1. 1. બેટી બચાવો, બેટી પઢાવો

2. 2. સ્વચ્છ ભારત મિશન

3. 3. નાદારી અને દેવાળું પ્રક્રિયા

4. 4. ઉજાલા યોજના

A. 1, 2, 3 અને 4

B. માત્ર 2 અને 3

C. માત્ર 3 અને 4

D. માત્ર 4

Answer: (A) 1, 2, 3 અને 4

77. ભારતમાં આદિજાતિઓના શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે Eklavya Model Residential Schools (EMRS) ને ખ્યાલ દાખલ કરવામાં આવ્યો. આ યોજના વિશે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે? (GAS, Class-1, GCS, Class-1 & Class-2 & GMCOS, Class-2)

1. 1. EMRS ની સ્થાપના એ ST વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર મધ્યમ અને ઉચ્ચ સ્તરીય શિક્ષણ પૂરું પાડવા માટે થઈ છે.

2. 2. EMRS ની સ્થાપના એ રાજ્યો/સંઘ પ્રદેશો તરફથી પ્રાપ્ત દરખાસ્તોના આધારે માંગ સંચાલિત છે.

3. 3. આવી સ્કૂલોને ભંડોળ કેન્દ્ર સરકાર તરફથી મળે છે.

A. 1, 2 અને 3

B. માત્ર 1 અને 2

C. માત્ર 2 અને 3

D. માત્ર 3

Answer: (A) 1, 2 અને 3

78. પ્રાદેશિક ગ્રામીણ બેંકો (Regional Rural Banks) (RRBS) વિશે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે? (GAS, Class-1, GCS, Class-1 & Class-2 & GMCOS, Class-2)

1. 1. તે પ્રાદેશિક ગ્રામીણ બેંક અધિનિયમ, 1976 હેઠળ સ્થાપના કરાયેલ વૈધાનિક સંસ્થાઓ છે.

2. 2. પ્રથમ પ્રાદેશિક ગ્રામીણ બેંક “પ્રથમ ગ્રામીણ બેંક” એ 2જી ઓક્ટોબર, 1975 ના રોજ સ્થાપવામાં આવી.

3. 3. RRB એ વાણિજિયક બેંકોની સમકક્ષ અગ્રતા ક્ષેત્રના ધિરાણ ધોરણોને અનુસરવા પડે.

A. માત્ર 1 અને 3

B. માત્ર 2 અને 3

C. માત્ર 1 અને 2

D. 1, 2 અને 3

Answer: (D) 1, 2 અને 3

79. તાજેતરમાં નીતિ આયોગે હાઈ-ટેક જાહેર પરિવહનની છ દરખાસ્તોને મંજૂરી આપી છે. નીચેના પૈકી કયું / કયાં આ દરખાસ્તના ભાગરૂપ નથી? (GAS, Class-1, GCS, Class-1 & Class-2 & GMCOS, Class-2)

1. 1. હાયપરલુપ (Hyperloop)

2. 2. મેટ્રીની (Metrino)

3. 3. પોડ ટેક્શી (Pod Taxis)

4. 4. બુલેટ ટ્રેન (Bullet Train)

A. માત્ર 1 અને 3

B. માત્ર 2 અને 3

C. માત્ર 4

D. 1, 2, 3 અને 4

Answer: (C) માત્ર 4

80. કેન્દ્રીય બજેટ 2019-20 અનુસાર નીચેના પૈકી કયું એ આગામી દાયકા માટેના 10 મુદ્દાનું દૂરદર્શિતા (Vision) નો ભાગ નથી?

A. બ્લ્યૂ ઈકોનોમી

B. પાણી, પાણી વ્યવસ્થાપન, સ્વચ્છ નદીઓ

C. ડીજીટલ ભારત એ અર્થતંત્રના દરેક ક્ષેત્રમાં પહોંચે તે જાતનું નિર્માણ કરવું.

D. SEBI ના નિયમનકારી ક્ષેત્ર હેઠળ Electronic Fund ઊભું કરવા માટેનું મંચ તૈયાર કરવું.

Answer: (D) SEBI ના નિયમનકારી ક્ષેત્ર હેઠળ Electronic Fund ઊભું કરવા માટેનું મંચ તૈયાર કરવું.