Exam Questions

57. નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GAS 47/ 22-23)

1. 1. કેન્દ્રીય નાણા આયોગ સંઘ અને રાજ્યો વચ્ચેના સંસાધનો અને ખર્ચની જવાબદારીમાં લંબરૂપ અને સમસ્તર અસમતુલા સુધારવાનો પ્રયત્ન કરે છે.

2. 2. રાજ્ય નાણા આયોગ કે જે પંચાયત અને નગર પાલિકાઓના સંસાધનોની પૂર્તિ કરે છે, તેની રચના કેન્દ્રીય નાણા આયોગની સાથે થાય છે.

3. ઉપરનાં પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચાં નથી?

A. માત્ર 1

B. માત્ર 2

C. 1 તથા 2 બંને

D. 1 અને 2 માંથી એક પણ નહીં

Answer: (B) માત્ર 2

58. કયો સરકારી વિભાગ, મુખ્યત્વે જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) અને નાણાકીય સંસ્થાઓને લગતા નીતિ વિષયક મુદ્દાઓ માટે જવાબદાર છે ? (GAS 47/ 22-23)

A. ખર્ચ વિભાગ (DoE)

B. ઔદ્યોગિક નીતિ અને પ્રમોશન વિભાગ (DIPP)

C. ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ (DIPAM)

D. નાણાકીય સેવાઓ વિભાગ (DFS)

Answer: (D) નાણાકીય સેવાઓ વિભાગ (DFS)

59. નીચેના વિધાનો ધ્યાને લો. (GAS 30/ 21-22)

1. વિધાન 1 : ખુલ્લા બજારની નીતિ RBI દ્વારા ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓની ખરીદી અને વેચાણનો ઉલ્લેખ કરે છે.

2. વિધાન 2: સરકારી જામીનગીરીઓનું વેચાણ કરીને RBI નાણાંનો પુરવઠો ઘટાડે છે.

A. વિધાન 1 અને 2 બંને સાચાં છે અને વિધાન 2 એ વિધાન 1 માટેની સાચી સમજૂતી છે.

B. વિધાન 1 અને 2 બંને સાચાં છે પરંતુ વિધાન 2 એ વિધાન 1 માટેની સાચી સમજૂતી નથી.

C. વિધાન 1 સાચું છે પરંતુ વિધાન 2 ખોટું છે.

D. વિધાન 1 ખોટું છે અને વિધાન 2 સાચું છે.

Answer: (A) વિધાન 1 અને 2 બંને સાચાં છે અને વિધાન 2 એ વિધાન 1 માટેની સાચી સમજૂતી છે.

60. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે? (GAS 30/ 21-22)

1. 1. તે RBI અને ઈન્ડિયન બેંક એસોસિએશનની પહેલ છે.

2. 2. તે 2008માં બિન-લાભકારી કંપની તરીકે સામેલ કરવામાં આવી હતી.

3. 3. યુપીઆઈ (UPI), RuPay કાર્ડ અને BHIM એપ NPCI દ્વારા નિર્મિત છે.

4. 4. ભારતમાં રીટેલ ચૂકવણી અને સેટલમેન્ટ સિસ્ટમનું સંચાલન કરવા માટે આ એક છત્ર સંસ્થા છે.

A. 1, 2, 3 અને 4

B. ફક્ત 1, 2 અને 3

C. ફક્ત 1, 3 અને 4

D. ફક્ત 2, 3 અને 4

Answer: (A) 1, 2, 3 અને 4

61. નીચેની યાદી-I ને યાદી-II સાથે જોડો. (GAS 30/ 21-22)

1. 1. ઓન સાઈટ ATM - a) આ પ્રકારનું ATM શાખાની અંદર અથવા તેની નજીક સ્થિત હોય છે.

2. 2. વ્હાઈટ લેબલ ATM - b) ATMની લીઝ સર્વિસ પ્રોવાઈડરની માલિકીની હોય છે.

3. 3. બ્રાઉન લેબલ ATM - c) બિન બેન્કિંગ સંસ્થાઓ દ્વારા ATM ની સ્થાપના, માલિકી અને સંચાલન

4. 4. વર્કસાઈટ ATM - d) કર્મચારીઓ માટે સંસ્થાના પરિસરમાં સ્થિત હોય છે.

A. 1-a, 2b, 3-c, 4-d

B. 1а, 2 с, 3-b, 4-d

C. 1-d, 2-c, 3-b, 4-a

D. 1d, 2a, 3-b, 4 – c

Answer: (B) 1а, 2 с, 3-b, 4-d

62. ચેના પૈકી કયા વ્યૂહાત્મક ઉદ્દેશ્યો RBI દ્વારા નાણાકીય સમાવેશ માટેની રાષ્ટ્રીય વ્યૂહરચના (2019-2024) ના ભાગરૂપે ઓળખવામાં આવે છે? (GAS 30/ 21-22)

1. નાણાકીય સેવાઓની સાર્વત્રિક ઉપલબ્ધતા

2. ગ્રાહક સુરક્ષા અને ફરિયાદ નિવારણ

3. અસરકારક સંકલન

4. મૂળભૂત આરોગ્ય જરૂરિયાતો સુધી પહોંચ

A. ફક્ત 1, 2 અને 3

B. ફક્ત 2, 3 અને 4

C. ફક્ત 1 અને 4

D. 1, 2, 3 અને 4

Answer: (A) ફક્ત 1, 2 અને 3

63. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS 26/20-21)

1. 1. ભારતમાં રેપોરેટ એ રિવર્સ રેપોરેટ કરતાં ઓછો છે.

2. 2. ભારતમાં બેંકરેટ એ રેપોરેટ કરતાં વધુ છે.

3. 3. ભારતમાં રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio) રેપોરેટ કરતાં ઓછો છે.

A. 1, 2 અને 3

B. માત્ર 1 અને 3

C. માત્ર 1 અને 2

D. માત્ર 2 અને 3

Answer: (D) માત્ર 2 અને 3

64. તિજોરી બિલો (Treasury Bills) વિશે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે? (GAS 26/20-21)

1. 1. તિજોરી બિલો ખૂબ જ તરલ (liquid) છે.

2. 2. આ બિલો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા જારી કરવામાં આવે છે.

3. 3. માત્ર RBI અને વ્યાપારી બેંકો આ તિજોરી બિલો ખરીદી શકે છે.

A. 1, 2 અને 3

B. માત્ર 2 અને 3

C. માત્ર 1

D. માત્ર 1 અને 3

Answer: (C) માત્ર 1