Exam Questions

49. ભારતીય બજેટ પધ્ધતિની વિવિધ ખાધ અંગે નીચેના પૈકી કયું/ કયાં વિધાન / વિધાનો સાચું/સાચાં છે? (GAS 30/ 21-22)

A. મહેસૂલ ખાધને જાહેર દેવું કરીને અથવા વિમૂડીકરણ દ્વારા અથવા મહેસૂલી ખર્ચમાં ઘટાડો કરીને પહોંચી શકાય છે.

B. પ્રાથમિક ખાધ ભૂતકાળની લોન પર વ્યાજની ચૂકવણીનો ભાર વહન કરતી નથી, તે ફક્ત કુલ દેવું સૂચવે છે અને કુલ જવાબદારીઓ નહીં.

C. (A) અને (B) બન્ને

D. (A) અને (B) બંને પૈકી એકપણ નહીં

Answer: (C) (A) અને (B) બન્ને

50. ચુસ્ત બેંકિંગ સિસ્ટમ તરલતાની સ્થિતિ ગ્રાહકોને કેવી રીતે અસર કરી શકે છે? (GAS 20/22-23)

1. 1. તે સરકારી જામીનગીરીઓની ઉપજમાં વધારો કરી શકે છે.

2. 2. તેનાથી ગ્રાહકો માટે વ્યાજ દરોમાં વધારો થઈ શકે છે.

3. નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો.

A. માત્ર 1

B. માત્ર 2

C. 1 અને 2 બંને

D. બંનેમાંથી એકપણ નહીં

Answer: (C) 1 અને 2 બંને

51. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? (GAS 30/ 21-22)

1. 1. રોકડ અનામત પ્રમાણ (CRR) - CRRમાં વધારો કરવો

2. 2. વૈધાનિક રોકડતા પ્રમાણ (SLR) - SLRમાં ઘટાડો કરવો

3. 3. બેંક દર - બેંક દરમાં વધારો કરવો

4. 4. રીવર્સ રેપો રેટ (RRR) - RRRમાં ઘટાડો કરવો.

A. 1, 2, 3 અને 4

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 2 અને 4

D. ફક્ત 2, 3 અને 4

Answer: (B) ફક્ત 1 અને 3

52. સમાજના વિવિધ વર્ગોના લોકો ઉપર ફુગાવાની નીચેના પૈકી કઈ અસરો છે? (GAS 26/20-21)

1. 1. ફુગાવા દરમ્યાન દેવાદારોને ફાયદો થાય છે અને લેણદારોને નુકસાન વેઠવું પડે છે.

2. 2. પગારદાર વર્ગની વ્યક્તિઓની ખરીદશક્તિમાં વધારો થાય છે.

3. 3. ફુગાવા દરમ્યાન બાંધી આવકના વ્યક્તિઓને નુકસાન વેઠવું પડે છે.

A. 1, 2 અને 3

B. માત્ર 1 અને 2

C. માત્ર 1 અને 3

D. માત્ર 2 અને 3

Answer: (C) માત્ર 1 અને 3

53. નીચેના પૈકી કઈ સંસ્થા નિયમિતપણે “ઘરગથ્થુ ફુગાવાની અપેક્ષાઓ (Inflation Expectations Survey of Households) ”ની મોજણી કરે છે ? (GAS 121/16-17)

A. SBI

B. RBI

C. IMF

D. ઉપરના પૈકી કોઈ નહી

Answer: (B) RBI

54. ભારતમાં ફુગાવાનું માપ શું છે ? (GAS 121/16-17)

A. જથ્થાબંધભાવાંક (WPI)

B. ગ્રાહકભાવાંક (CPI)

C. ઉત્પાદકભાવાંક (PPI)

D. ઉપરના પૈકી કોઈ નહી

Answer: (B) ગ્રાહકભાવાંક (CPI)

55. નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GAS 47/ 22-23)

1. 1. પ્રથમ અગ્રીમ અંદાજ (First Advance Estimates (FAE)) જે તે નાણાકીય વર્ષમાં GDP કઈ રીતે વધવાની અપેક્ષા છે તેનો પ્રથમ સત્તાવાર અંદાજ છે.

2. 2. તે નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવે છે.

3. 3. તેનો ઉપયોગ આગામી નાણાકીય વર્ષની બજેટ ફાળવણી નક્કી કરવા માટે થાય છે.

4. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

A. માત્ર 1

B. 1, 2

C. 1, 3

D. 1, 2, 3

Answer: (C) 1, 3

56. બૅન્કિંગ અને નાણાકીય છેતરપીંડીનું અંગેનું સલાહકાર બોર્ડ (Advisory Board for Banking and Financial Frauds) (ABBFF) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GAS 47/ 22-23)

1. 1. તેની રચના RBI દ્વારા કરવામાં આવી છે.

2. 2. તે બેન્કોના તમામ છેતરપીંડી કેસોની પ્રથમ કક્ષાની તપાસ કરે છે.

3. 3. તે સમયાંતરે નાણાકીય પ્રણાલીમાં છેતરપીંડીનું વિશ્લેષણ કરે છે અને છેતરપીંડી સંબંધિત કોઈપણ નીતિ ઘડવા માટે માર્ગદર્શન આપે છે.

4. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

A. 1,3

B. 2,3

C. માત્ર 3

D. 1, 2, 3

Answer: (C) માત્ર 3