Exam Questions

25. નીચેનામાંથી કયા સુધારા વોશિંગ્ટન સર્વસંમતિ (Washington consensus) હેઠળ હાથ ધરવામાં આવ્યા હતા ? (GAS 20/22-23)

1. 1. મૂડીવાદને પ્રોત્સાહન આપવું

2. 2. અર્થતંત્રને ખુલ્લુ મુકવું

3. 3. વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન આપવું

4. 4. WTOની સ્થાપના-નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો.

A. 1, 3 અને 4

B. 1, 2 અને 3

C. 2, 3 અને 4

D. ઉપરોક્ત તમામ

Answer: (D) ઉપરોક્ત તમામ

26. નીતિ આયોગના નીચેનામાંથી કયા ઉદ્દેશ્યો છે? (GAS 20/22-23)

1. 1. સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપવું.

2. 2. રાષ્ટ્રીય વિકાસની પ્રાથમિકતાઓની સહિયારી દૃષ્ટિ વિકસાવવી.

3. 2. રાષ્ટ્રીય વિકાસની પ્રાથમિકતાઓની સહિયારી દૃષ્ટિ વિકસાવવી.

4. 4. ગ્રામ્ય સ્તરે વિશ્વાસપાત્ર યોજનાઓ ઘડવા માટે મિકેનિઝમ વિકસાવવા

A. માત્ર 1 અને 4

B. માત્ર 2 અને 3

C. )માત્ર 1, 3 અને 4

D. 1, 2, 3 અને 4

Answer: (D) 1, 2, 3 અને 4

27. નીચે આપેલ ભારતના બંધારણની કલમોને તેમની જોગવાઈઓ સાથે યોગ્ય રીતે જોડો.

1. a. 268 - 1. સંઘની આવક માટે ચોક્કસ કરવેરા અને શુલ્ક ઉપર સરચાર્જ.

2. b. 270 - 2. સંઘ દ્વારા સેવાકર વસૂલ કરવામાં આવશે.

3. c. 271 - 3. કરવેરા સંઘ સરકાર નાખશે પરંતુ તેની વસૂલાત અને-વિનિયોગ રાજ્યો કરશે.

4. d. 268-A - 4. કરવેરા સંઘ સરકાર નાખશે અને વસૂલાત કરશે પરંતુ સંઘ-અને રાજ્યો વચ્ચે વહેંચી આપવામાં આવશે.

A. a-1, b2, c-3, d-4

B. a-1, b-3, c-2, d-4

C. a-3, b-4, c-1, d-2

D. a2, b-1, c-4, d-3

Answer: (C) a-3, b-4, c-1, d-2

28. બંધારણ સભાની રચના અંગે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે? (ADVT 26/20-21 GAS-CLASS/1-2)

1. 1. પ્રત્યેક દેશી રાજ્યને તેમની વસ્તીના પ્રમાણમાં બેઠકો ફાળવવાની થતી હતી.

2. 2. પ્રત્યેક અંગ્રેજ પ્રાંતને ફાળવવામાં આવેલી બેઠકો મુસ્લિમ તથા શીખ અને અન્ય સામાન્ય લોકો વચ્ચે વહેંચવામાં આવનાર હતી.

3. 3. અન્ય જ્ઞાતિઓને (મુસ્લિમ તથા શીખ)ને ફાળવવામાં આવેલી બેઠકોની જ્ઞાતિના પ્રાંતીય ધારાસભામાં સભ્યો દ્વારા ચૂંટવામાં આવનાર હતી.

4. 4. ઉપરોક્ત પ્રક્રિયામાં એક જ તબદીલ પાત્ર મત પધ્ધતિ દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્વને અનુસરવામાં આવ્યું હતું.

A. 1, 2, 3 અને 4

B. માત્ર 2, 3 અને 4

C. માત્ર 1, 2 અને 3

D. માત્ર 3 અને 4

Answer: (A) 1, 2, 3 અને 4

29. આઝાદી પૂર્વેના ભારતની નીચેના પૈકી કઈ જમીન સત્તા પ્રકાર પધ્ધતિમાં જમીન મહેસૂલની ચૂકવણીમાં સમગ્ર ગામ એક એકમ તરીકે ગણવામાં આવતું હતું?

A. જમીનદારી પધ્ધતિ

B. મહાલવારી પધ્ધતિ

C. રૈયતવારી પધ્ધતિ

D. કાર્યકાળની સુરક્ષા પદ્ધતિ

Answer: (B) મહાલવારી પધ્ધતિ

30. સતત વિકાસ લક્ષ્યાંકોના (SDGs) સંદર્ભમાં નીચેનામાંથી કયું યોગ્ય રીતે મેળ ખાતું નથી? (GAS 20/22-23)

A. 2 - શૂન્ય ભૂખમરો

B. 4 - ગુણવત્તાયુક્ત શિક્ષણ

C. 3 -આબોહવા વિશેષની કાર્યાવાહી

D. 15 -જાતીય સમાનતા

Answer: (D) 15 -જાતીય સમાનતા

31. અર્થશાસ્ત્રમાં ખાનગી અને જાહેર ક્ષેત્રને કયા આધારે વર્ગીકૃત કરવામાં આવે છે? (DYSO,ADVT 42/ 23-24)

A. રોજગારની સ્થિતિ

B. આર્થિક સ્થિતિની પ્રવૃત્તી

C. એકમની માલિકી

D. કાચા માલનો ઉપયોગ

Answer: (C) એકમની માલિકી

32. ગ્રામ પંચાયતો દ્વારા નીચેનામાંથી કયો વેરો વસૂલવામાં આવે છે? (GAS 20/22-23)

A. વેચાણ વેરો

B. જમીન મહેસૂલ કર

C. સ્થાનિક મેળાઓ પર કર

D. મોબાઈલની ખરીદી પર કર

Answer: (C) સ્થાનિક મેળાઓ પર કર