Exam Questions

121. “Raisina Dialogue” બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

1. 1. તે સિંગાપુર ખાતે યોજાયેલ “Shangri-La' સંવાદને અનુસરીને કરવામાં આવ્યા.

2. 2. તેનું નામ ભારતના સત્તાધિકાર રહે છે તે “Raisina Hills”ના નામ ઉપરથી લેવામાં આવ્યું છે.

3. 3. 1990ના દાયકાની શરૂઆતમાં ભારતે ઉદારીકરણના તબક્કામાં પ્રવેશ કર્યો ત્યાર પછી રચવામાં આવ્યા છે.

4. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

A. માત્ર 1 અને 2

B. માત્ર 1

C. માત્ર 3

D. માત્ર 2 અને 3

Answer: (A) માત્ર 1 અને 2

122. નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?

A. આર્થિક વિકાસ પરિભાષાએ આર્થિક વૃદ્ધિ કરતાં બહોળો ખ્યાલ ધરાવે છે.

B. આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિના સૂચકોનો સમાવેશ કરે છે, તે સંસ્થાકીય માળખાના પરિબળો, સામાજીક અને સાંસ્કૃતિક બંધારણ, આવકનું વિતરણ વગેરેનો સમાવેશ કરે છે.

C. (A) તથા (B) બંને

D. (A) અને (B) એકપણ નહીં

Answer: (C) (A) તથા (B) બંને

123. કઈ પંચવર્ષીય યોજનામાં સમાવિષ્ટ વૃદ્ધિ (Inclusive growth)નો ખ્યાલ સૌ પ્રથમ વખત ઉપયોગમાં લેવામાં આવ્યો?

A. દસમી યોજના

B. અગિયારમી યોજના

C. બારમી યોજના

D. ઉપરના પૈકી એક પણ નહીં

Answer: (B) અગિયારમી યોજના

124. મુક્ત બજાર કામગીરી એ RBI દ્વારા........ ના વેચાણ અને ખરીદીનો સંદર્ભ દર્શાવે છે.

A. વિદેશી હુંડીયામણ

B. સરકારી સીક્યોરીટીઝ

C. સોનું

D. ઉપરના તમામ

Answer: (D) ઉપરના તમામ

125. ભારતના અર્થતંત્ર બાબતે નીચે આપેલ Set-I ને Set-II સાથે જોડો.

1. a. આર્થિક વૃદ્ધિ - i. WPI

2. b. નાણા જુથ્થો (Money Stock) - ii. GVA

3. c. શેર ભાવ - iii. MZ

4. d. ફુગાવો - iv. SENSEX

A. a-i, b-iii, c - ii, d - iv

B. a-ii, b-iii, c - iv, d - i

C. a- iv, b-ii, c - iii, d - i

D. a - iii, bii, c - iv, d – i

Answer: (B) a-ii, b-iii, c - iv, d - i

126. હિંદુ વૃધ્ધિ દર એટલે ભારતીય અર્થતંત્ર દ્વારા પ્રથમ છ પંચવર્ષીય યોજનાઓ દરમ્યાન પ્રાપ્ત કરેલ 3.70% વાર્ષિક વૃધ્ધિ દર. આ હિંદુ વૃધ્ધિ દરનો ખ્યાલ........ દ્વારા અપાયો.

A. જે. એન. ભગવતી

B. કે. એન. રાજ

C. રાજ કૃષ્ણ

D. સુખમોય ચક્રબોર્તી

Answer: (C) રાજ કૃષ્ણ

127. પંચવર્ષીય યોજનાઓ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

A. 12મી પંચવર્ષીય યોજના એ ઝડપી, ટકાઉ અને વધુ સમાવિષ્ટ વૃધ્ધિ ઉપર ભાર મૂક્યો.

B. 9મી પંચવર્ષીય યોજના ભારતમાં નિકાસ અન્વયે વૃધ્ધિની વ્યૂહરચનાને અનુસરે છે.

C. (A) અને (B) બંને

D. (A) અને (B) પૈકી કોઈ નહીં

Answer: (C) (A) અને (B) બંને

128. ભવિષ્યમાં આર્થિક વિકાસનો એજન્ડા સમાવિષ્ટ વૃધ્ધિ છે. સમાવિષ્ટ વૃધ્ધિની વ્યૂહરચના......... ઉપર ધ્યાન કેન્દ્રીત કરતી નથી.

A. શૈક્ષણિક તકોમાં વધારો

B. પછાત વર્ગોમાં ગરીબીમાં ઘટાડો

C. આદિવાસી વસ્તી માટે આજીવિકાનું વૈવિધ્યીકરણ કરવું

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં