Exam Questions

129. પ્રથમ પંચ વર્ષની યોજના અને બીજી પંચ વર્ષની યોજનાઓ સૌથી વધારે મહત્વ કઈ બાબતને આપેલ હતું?

A. સ્વનિર્ભરતા અને ગામડાનો વિકાસ

B. ખેતી ક્ષેત્રનો વિકાસ અને મુળભૂત પાયાના ઔદ્યોગીક એકમોને વિકાસ

C. રોડ, ટેલીકૉમ્યુનીકેશન અને કૃષિ ક્ષેત્રનો વિકાસ

D. ગરીબી હટાવો અને સ્વનિર્ભરતા

Answer: (B) ખેતી ક્ષેત્રનો વિકાસ અને મુળભૂત પાયાના ઔદ્યોગીક એકમોને વિકાસ

130. નિકાસ સજ્જતા અનુક્રમણિકા (Export Preparedness Index 2020) કઈ સંસ્થા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ છે ?

A. વાણિજ્ય અને ઉધ્યોગ મંત્રાલય (Ministry of Commerce & Industry)

B. નાણા મંત્રાલય (Ministry of Finance)

C. નીતિ આયોગ

D. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા

Answer: (C) નીતિ આયોગ

131. આર્થિક વિકાસની એ વિભાવના કે જે સમગ્ર સમાજમાં એક ઉચિત રીતે વિતરીત થાય છે અને તે બધા માટે તકોનું નિર્માણ કરે છે તે...........કેહવાય છે.

A. ટકાઉ વિકાસ (Sustainable growth)

B. સ્થાયી વિકાસ (Stable growth)

C. સમાવિષ્ટ વ્રુધ્ધિ (Inclusive growth)

D. અનન્ય વ્રુધ્ધિ (Exclusive growth)

Answer: (C) સમાવિષ્ટ વ્રુધ્ધિ (Inclusive growth)

132. ભારતમાં આયોજન બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?

A. ચોથી પંચવર્ષીય યોજનામાં ઔદ્યોગિકરણની વ્યૂહ રચનાના ભાગરૂપે આયાત અવેજીનો ખ્યાલ દાખલ કરવામાં આવ્યો.

B. 11મી પંચવર્ષીય યોજનાએ સમાવિષ્ટ વૃદ્ધિનું સ્પષ્ટ નિરૂપણ કર્યું.

C. (A) તથા (B) બંને

D. (A) અથવા (B) એકપણ નહીં

Answer: (B) 11મી પંચવર્ષીય યોજનાએ સમાવિષ્ટ વૃદ્ધિનું સ્પષ્ટ નિરૂપણ કર્યું.

133. 12મી પંચવર્ષીય યોજના ....... પર ધ્યાન કેન્દ્રીત કરવાની હતી.

A. ઝડપી અને ટકાઉ વિકાસ

B. ઝડપી, વધુ સમાવિષ્ટ અને ટકાઉ વિકાસ

C. સમાવિષ્ટ અને ટકાઉ વિકાસ

D. ટકાઉ વિકાસ

Answer: (B) ઝડપી, વધુ સમાવિષ્ટ અને ટકાઉ વિકાસ

134. નીચેના વિધાનો વિચારણામાં લો :

1. (1) નીતિ આયોગમાં ઉપ-પ્રમુખની નિયુક્તી રાષ્ટ્રપતિ કરે છે.

2. (2) નીતિ આયોગની ભંડોળ ફાળવણીમાં કોઈ ભૂમિકા હોતી નથી.

3. (3) નીતિ આયોગમાં હોદ્દાની રૂએ વધુમાં વધુ કેન્દ્રિય મંત્રીઓમાંથી પાંચ સભ્યો હોય છે.

4. ઉપરના વિધાનો પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ?

A. 1 અને 3

B. માત્ર 2

C. 1 અને 2

D. 2 અને 3

Answer: (B) માત્ર 2

135. નીતિ આયોગ દ્વારા કયા વર્ષમાં વિદ્યાર્થી સાહસ યોજના (The Student Enterpreneurship Program) ની શરૂઆત કરવામાં આવી હતી?

A. 2018

B. 2017

C. 2016

D. 2019

Answer: (D) 2019

136. નીચેના વાક્યો ચકાસો

1. (1) ડેરી ડેવલપમેન્ટ પ્રોગ્રામની શરૂઆત છઠ્ઠી પંચવર્ષીય યોજના દરમ્યાન થઈ હતી.

2. (2) જવાહર રોજગાર યોજનાની શરૂઆત સાતમી પંચવર્ષીય યોજના દરમ્યાન થઈ હતી.

A. બંને વિધાનો સાચાં છે.

B. બંને વિધાનો ખોટાં છે.

C. વિધાન (1) ખોટું અને (2) સાચું છે.

D. વિધાન (1) સાચું અને (2) ખોટું છે.

Answer: (C) વિધાન (1) સાચું અને (2) ખોટું છે.