Exam Questions

33. ધ્રુવીય સમતાપ મંડળ મેઘ (Polar Stratospheric Clouds) નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે?

A. ઓઝોન સ્તર અવક્ષય

B. હરિત ગૃહ પ્રભાવ

C. અમ્લ વર્ષા

D. કૃત્રિમ વર્ષા

Answer: (A) ઓઝોન સ્તર અવક્ષય

34. નીચેની પર્વત માળાઓને શૈલ સમૂહ નિર્માણની દૃષ્ટિએ સૌથી નવાથી પ્રાચીન એમ સાચા ક્રમમાં ગોઠવો.

A. હિમાલય, વિંધ્ય, પશ્ચિમ ઘાટ, ડેક્કન પઠાર

B. ડેક્કન પઠાર, પશ્ચિમ ઘાટ, વિંધ્ય, હિમાલય

C. હિમાલય, પશ્ચિમ ઘાટ, વિંધ્ય, ડેક્કન પઠાર

D. વિંધ્ય, હિમાલય, ડેક્કન પઠાર, પશ્ચિમ ઘાટ

Answer: (A) હિમાલય, વિંધ્ય, પશ્ચિમ ઘાટ, ડેક્કન પઠાર

35. કરાવા (Karewas) હિમન મૂળના પટ્ટા છે, તે ખીણમાં જોવા મળે છે.

A. તિસ્ટા ખીણ

B. રવિ ખીણ

C. ઝેલમ ખીણ

D. અલખનંદા ખીણ

Answer: (C) ઝેલમ ખીણ

36. અમર કંટકની પહાડી નીચેની બે નદીઓનો સ્ત્રોત છે, જે બે જુદી દિશાઓ (પશ્ચિમ અને પૂર્વમાં વહે છે. તે બે નદીઓ કઈ છે?

A. નર્મદા અને તાપ્તી

B. નર્મદા અને મહાનંદી

C. તાપ્તી અને બેતવા

D. તાપ્તી અને સોન

Answer: (B) નર્મદા અને મહાનંદી

37. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

A. દ્વીકલ્પ ભારત ઓસ્ટ્રેલિયાનો અલગ ભાગ છે.

B. આફ્રિકા અને લેટિન અમેરિકા ગોંડવાના લેન્ડ ભાગ છે.

C. સેનોઝોઈક યુગમાં ગોંડવાના લેન્ડનો વિચ્છેદ શરૂ થયો.

D. મેસોઝોઈક યુગમાં ગોંડવાના લેન્ડનો વિચ્છેદ શરૂ થયો.

Answer: (C) સેનોઝોઈક યુગમાં ગોંડવાના લેન્ડનો વિચ્છેદ શરૂ થયો.

38. ગુજરાત સંદર્ભે નીચેના વિધાનો જુઓ.

1. 1. સૌરાષ્ટ્ર, ઢીકલ્પ ગુજરાત સમુદ્રના પાણીથી ત્રણે બાજુઓથી ઘેરાયેલું છે.

2. 2. ગુજરાતના ઉત્તરપૂર્વીય ભાગમાં કચ્છનો વિસ્તાર તેના ખનીજોમાં સમૃદ્ધ છે જેમકે બોક્સાઈટ, જીપ્સમ, એગેટ, ચૂનાના પત્થર વગેરે.

3. 3. ગુજરાતમાં જંગલમાં 19.66 લાખ હેક્ટર જમીનમાં વિસ્તરેલું છે.

4. 4. ગુજરાતની આબોહવા દક્ષિણી જીલ્લાઓમાં સૂકી છે અને ઉત્તરના પ્રદેશોમાં ભેજવાળી છે. નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો અને ઉપરોક્ત કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 2 અને 4

C. ફક્ત 1, 2 અને 4

D. ફક્ત 1, 2 અને 3

Answer: (D) ફક્ત 1, 2 અને 3

39. નીચેના વિધાનો પૈકી કયુ વિધાન ખોટું છે ?

A. સિંધુ નદી તિબેટના ઉચ્ચ પ્રદેશથી ઉદ્ભવે છે.

B. ઝેલમ નદી કાશ્મીર ખીણમાં ઉદ્ભવે છે.

C. રાવી નદી હિમાચલ પ્રદેશની કુલુ ટકેસ્તરીઓથી નીકળે છે.

D. સતલજ નદી પીર પંજાલ થી ઉદ્ભવે છે.

Answer: (D) સતલજ નદી પીર પંજાલ થી ઉદ્ભવે છે.

40. ભારતનો કયો દરિયા કિનારો/કાંઠો ઉત્તર-પૂર્વ ચોમાસાથી વરસાદ મેળવે છે ?

A. કોંકણ દરિયા કિનારો

B. મલબાર દરિયા કિનારો

C. કોરોમંડલ દરિયા કિનારો

D. ગુજરાત દરિયા કિનારો

Answer: (C) કોરોમંડલ દરિયા કિનારો