Exam Questions

17. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનો સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?

1. ৭. કચ્છના અખાતમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અખાતના દક્ષિણ કિનારે ગુજરાતનાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પાસે છે અને તે ભારતનું પહેલું રાષ્ટ્રીય દરિયાઈ ઉદ્યાન છે.

2. २. ગહિરમાથાએ ઓરિસ્સાનું પ્રથમ અને એક માત્ર રાષ્ટ્રીય દરિયાઈ અભ્યારણ છે કે જ્યાં મોટી સંખ્યામાં ઓલિવ રિડલી સમુદ્રી કાચબા સ્થાળાંતર કરે છે.

A. ફક્ત ૧

B. ફક્ત ૨

C. બંને ૧ અને ૨

D. ઉપરના પૈકી કોઈ નહીં

Answer: (C) બંને ૧ અને ૨

18. પશ્ચિમી ઘાટ સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?

1. १. પશ્ચિમ ઘાટ ભારતના પશ્ચિમ કિનારે ચોમાસાના વરસાદનું મુખ્ય કારણ છે.

2. २. પશ્ચિમ ઘાટને તામિલનાડુમાં સહ્યાદ્રિ અને તેલંગાણામાં નિલગીરી પર્વતો તરીકે ઓળખવામાં આવે છે.

3. 3. પશ્ચિમ ઘાટની ઊંચાઈ ઉત્તરથી દક્ષિણ તરફ ઘટે છે.

A. ફક્ત ૧

B. ફક્ત ૧ અને ૨

C. ફક્ત ૨ અને ૩

D. ફક્ત ર

Answer: (A) ફક્ત ૧

19. પૃથ્વીમાં ખડકો સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?

1. 1. ખડકોને સામાન્ય રીતે અગ્નિકૃત ખડકો, પ્રસ્તર ખડકો અને વિકૃત ખડકોમાં વિભાજિત કરવામાં આવે છે

2. 2. અગ્નિકૃત ખડકો પૃથ્વીના પોપડાની નીચે મળી આવેલા ગરમ અને પીગળેલા મેગ્માના ઠારણ, ઘનીકરણ અને સ્ફટિકીકરણ દ્વારા રચાય છે.

3. 3. ઉષ્ણતામાન, દબાણ અને રાસાયણિક સક્રિય દ્રાવણના પ્રભાવ હેઠળ પૂર્વ અસ્તિત્વમાં રહેલા ખડકોમાં ફેરફારો દ્વારા પ્રસ્તર ખડકોની રચના થાય છે.

A. ફક્ત ૧ અને ૨

B. ફક્ત ૨ અને ૩

C. ફક્ત 3

D. ફક્ત ૨

Answer: (A) ફક્ત ૧ અને ૨

20. પરવાળાના ખરાબા (Coral Reefs) સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે?

1. १. પરવાળાના ખરાબા (Coral Reefs) સમુદ્રમાં પ્રજાતિઓની વિવિધતા અને જૈવિક ઉત્પાદકતાના સંદર્ભમાં ઉષ્ણકટિબંધીય જંગલોનાં પ્રતિરૂપ છે.

2. २. ભારતના મુખ્ય પરવાળાની (Reefs) રચનાઓ મન્નારનો અખાત, પાલખાડી, કચ્છનો અખાત, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપ ટાપુઓ પૂરતી મર્યાદિત છે.

3. 3. ભારતના બધા પરવાળાના ખરાબાઓ. પરાતટીય ખરાબાઓ (ફ્રિંજિંગ રીફ) છે.

4. ४. કચ્છના અખાતની પરવાળ રચના હિંદ મહાસાગરમાં પરવાળની આત્યંતિક ઉત્તરીય સીમા દર્શાવે છે.

A. ફક્ત ૧, ૨ અને ૩

B. ફક્ત ૧, ૨ અને ૪

C. ફક્ત ૨, ૩ અને ૪

D. ફક્ત ૨ અને ૩

Answer: (B) ફક્ત ૧, ૨ અને ૪

21. જૈવવિવિધતા હોટસ્પોટ (Biodiversity Hotspot) સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?

1. 1. જૈવવિવિધતા હોટસ્પોટ એ જીવભૂગોળ ક્ષેત્ર છે જેમાં જૈવ વિવિધતાનાં નોંધપાત્ર સ્તરોનાં વિનાશનો ખતરો છે.

2. 2. જૈવવિવિધતા હોટસ્પોટ તરીકે માન્યતા પ્રાપ્તિ માટે બે જરૂરી માપદંડ છે, પહેલું જે તે પ્રદેશના ઓછામાં ઓછા ૫૦૦ પ્રજાતિઓની વિશિષ્ટ વનસ્પતિઓનો સમાવેશ થતો હોવો જોઈએ. બીજું ઓછામાં ઓછી ૫૦ ટકા જેટલી તેની પ્રાથમિક વનસ્પતિ લુપ્ત થઈ જવા પામી હોય.

3. 3. ભારતમાં પશ્ચિમ ઘાટ એ એક જૈવવિવિધતા હોટસ્પોટ છે.

A. ફક્ત ૧ અને 3

B. ફક્ત ૨ અને 3

C. ફક્ત ર

D. ૧, ૨ અને ૩

Answer: (A) ફક્ત ૧ અને 3

22. નીચે આપેલી જોડીઓમાંથી કઈ જોડી(ઓ) ખરી નથી?

1. ৭. નાથુ લા પાસ - સિક્કિમ અને તિબેટ

2. २. પાલક્કાડ ગેપ પાસ – કેરળ અને તામિલનાડુ

3. 3. શિપકી લા પાસ – અરુણાચલ પ્રદેશ અને ચીન

4. ४. જોજી લા પાસ – કાશ્મીર ઘાટી અને લડાખ

A. ફક્ત ૧

B. ફક્ત 3

C. ફક્ત ૧ અને ૨

D. ફક્ત ૨ અને ૪

Answer: (B) ફક્ત 3

23. સિંગાપોર કટિબંધમાં આવેલું છે.

A. વિષુવવૃત્તીય પર્જન્ય

B. ઉષ્ણકટિબંધીય ગ્રીષ્મ પર્જન્ય

C. પેટા ઉષ્ણકટિબંધીય શુલ્ક

D. ઉપરોક્ત પૈકીમાંથી કોઈ નથી

Answer: (A) વિષુવવૃત્તીય પર્જન્ય

24. ગૃહીતરેખા (Datum Line) સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન ખરું છે?

A. તે કચ્છનાં રણ અને કાઠિયાવાડ ઉચ્ચ પ્રદેશને વિભાજિત કરે છે.

B. તે હિમાલય અને મોટા ઉત્તરના મેદાનો વચ્ચે કુદરતી વિભાજન રેખા છે.

C. તે પૃથ્વીનાં ચુંબકીય ધ્રુવો વચ્ચેથી પસાર થતી કાલ્પનિક રેખા છે.

D. ઊંચાઈ અને ઊંડાઈની માપણી માટેના સંદર્ભ તરીકે વપરાતી કાલ્પનિક આડી રેખા છે.

Answer: (D) ઊંચાઈ અને ઊંડાઈની માપણી માટેના સંદર્ભ તરીકે વપરાતી કાલ્પનિક આડી રેખા છે.