Exam Questions

1. 1919ના ભારત સરકારના અધિનિયમ બાબતે નીચેના પૈકી કઈ બાબત અસત્ય છે ?

A. તે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા તરીકે પણ ઓળખાય છે.

B. તે અધિનિયમે કેન્દ્રની પ્રાંત પ્રત્યેની જવાબદારીઓને સ્પષ્ટ રીતે અલગ કરીને સંઘવાદ માટે માર્ગ મોકળો કરી આપ્યો.

C. તે અધિનિયમે કોમવાર પ્રતિનિધિત્વની પ્રણાલીને વિસ્તૃત કરી.

D. તે અધિનિયમે કેન્દ્રીય કારોબારી ધારાસભાને જવાબદાર બનાવી.

Answer: (D) તે અધિનિયમે કેન્દ્રીય કારોબારી ધારાસભાને જવાબદાર બનાવી.

2. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

1. 1. કાઠીયાવાડ દ્વીપકલ્પ ભૂકંપ જોખમ તીવ્રતાના ઝોન-II માં આવે છે.

2. 2. કચ્છ દ્વીપકલ્પ ભૂકંપ જોખમ તીવ્રતાના ઝોન-V માં આવે છે.

3. 3. ગુજરાત રાજ્યનો કોઈપણ ભાગ ભૂકંપ જોખમ તીવ્રતાના ઝોન-III માં આવતો નથી.

4. ફક્ત 1 અને 2

A. 1, 2 અને 3

B. ફક્ત 2

C. ફક્ત 3

D. (C) ફક્ત 2

Answer:

3. નીચેના પૈકી કયું પર્વતશિખર પશ્ચિમ ઘાટની પર્વતમાળાઓમાં નથી ?

A. કુદરેમુખ શિખર

B. કલસુબાઈ

C. મહાબળેશ્વર શિખર

D. નિયમગીરી

Answer: (D) નિયમગીરી

4. જોડકાં જોડો. ઘસારા પરિબળ - ભૂમિસ્વરૂપ

1. a. પવન (હવા) - 1. ડૂબક બખોલ

2. b. હિમનદી - 2. જલગર્ત

3. с. ભૂગર્ભ જળ - 3. શૃંગ અને પુચ્છ

4. d. વહેતું પાણી - 4. લહેરિયાં

A. a-4, b2, c-1, d-3

B. a-4, b3, c1, d-2

C. a-3, b-2, c-4, d-1

D. a-1, b-3, c-2, d-4

Answer: (B) a-4, b3, c1, d-2

5. નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?

A. વિલય-રંધ્ર - કાર્સ્ટ

B. વી-આકારની ખીણ - નદીઓ

C. મશરૂમ ખડકો - દરિયાના મોજા

D. યુ-આકારની ખીણ – હિમનદી

Answer: (C) મશરૂમ ખડકો - દરિયાના મોજા

6. ભારતના નીચેના પૈકી કયા પ્રદેશમાં “ગ્રેટ ઈન્ડીયન હોર્નબિલ” તેના પ્રાકૃતિક નિવાસસ્થાનમાં જોવાં મળે છે ?

A. ઉત્તર-પશ્ચિમ ભારતના રેતીના રણો

B. દક્ષિણ ભારતના સમુદ્રકાંઠાઓ

C. પશ્ચિમ ગુજરાતના ખારાપટના દલદલ

D. પશ્ચિમ ઘાટ

Answer: (D) પશ્ચિમ ઘાટ

7. ભારતની લેટેરાઈટ જમીનો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

1. 1. તે સામાન્ય રીતે લાલ રંગની હોય છે.

2. 2. તે નાઈટ્રોજન અને પોટાશમાં સમૃધ્ધ હોય છે.

3. 3. તે રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં સારી રીતે વિકસિત છે.

4. 4. આ જમીનોમાં ટેપીયોકો (સાબુદાણા) અને કાજુ સારી રીતે ઉગે છે.

A. ફક્ત 1, 2 અને 3

B. ફક્ત 2, 3 અને 4

C. ફક્ત 1 અને 4

D. ફક્ત 2 અને 3

Answer: (C) ફક્ત 1 અને 4

8. પશ્ચિમ ભારતમાં થરના રણના સ્થળ બાબતની સૌથી તર્કસંગત સમજૂતી.......... છે.

A. ગંગાખીણ તરફ જતા વરસાદવાળા પવનોને અરવલ્લી દ્વારા અવરોધ

B. ગરમી દ્વારા ભેજનું બાષ્પીભવન

C. ભુપૃષ્ઠનો વરસાદ થવા માટે રાજસ્થાનની ઉત્તરે પર્વતોની ગેરહાજરી

D. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનો ભેજ ઉચ્ચ સૂકા પવનના પ્રવાહો ખેંચી લે છે.

Answer: (C) ભુપૃષ્ઠનો વરસાદ થવા માટે રાજસ્થાનની ઉત્તરે પર્વતોની ગેરહાજરી