Exam Questions

105. નેશનલ પાર્ક અને સબંધીત રાજ્યોને યોગ્ય રીતે ગોઠવો.

1. 1. કોર્બેટ નેશનલ પાર્ક - (A) મધ્ય પ્રદેશ

2. 2. રણથંભોર નેશનલ પાર્ક - (B) કર્ણાટક

3. 3. બાંદીપુર નેશનલ પાર્ક - (C) રાજસ્થાન

4. 4. કાન્હા નેશનલ પાર્ક - (D) ઉત્તરાખંડ

A. 1-D, 2-C, 3-B, 4-A

B. 1-C, 2-B, 3-A, 4-D

C. 1-B, 2-A, 3-D, 4-C

D. 1-A, 2-D, 3-C, 4-B

Answer: (A) 1-D, 2-C, 3-B, 4-A

106. “રતન મહાલ પક્ષી અભયારણ્ય” અને રીંછ આરણ્ય કયા રાજ્યમાં આવેલ છે ?

A. મહારાષ્ટ્ર

B. ગુજરાત

C. આસામ

D. આંધ્ર પ્રદેશ

Answer: (B) ગુજરાત

107. ગુજરાતના ભૌગોલિક લક્ષણો બાબતે નીચેના વિધાનો ધ્યાનમાં લો.

1. 1. દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાત ધરાવે છે.

2. 2. ગુજરાતની ઉત્તર સરહદેથી મકરવૃત્ત પસાર થતો હોવાથી ગુજરાત અતિશય ગરમ અથવા ઠંડી આબોહવા ધરાવે છે.

3. 3. ગુજરાત આશરે 19.66 લાખ હેકટર જેટલી જમીન વન હેઠળ ધરાવે છે.

4. 4. ગુજરાતના ડાંગ તથા સુરત વિભાગના વ્યારા ક્ષેત્રમાં ભેજવાળા પાનખર જંગલો આવેલા છે. - નીચે આપેલા કોડ પૈકી સાચો જવાબ પસંદ કરો.

A. માત્ર 1, 2 અને 3

B. માત્ર 1, 3 અને 4

C. માત્ર 2, 3 અને 4

D. 1, 2, 3 અને 4

Answer: (B) માત્ર 1, 3 અને 4

108. નીચેના પૈકી કયા દેશ સાથે ભારત સૌથી લાંબી ભૂપ્રદેશ સરહદ ધરાવે છે?

A. ચીન

B. પાકિસ્તાન

C. બાંગ્લાદેશ

D. નેપાળ

Answer: (C) બાંગ્લાદેશ

109. નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

A. ખીણ એ પર્વતોની વચ્ચે આવેલ જમીનના નીચાણવાળું ક્ષેત્ર છે.

B. ખીણને સમથળ બનાવવાથી લોકો ત્યાં વસવાટ કરી શકે છે અને કૃષિ પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લઈ શકાય છે.

C. ઉપરના (A) તથા (B) બંને

D. (A) તથા (B)પૈકી એક પણ નહીં

Answer: (C) ઉપરના (A) તથા (B) બંને

110. નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે?

A. મહાનદી તથા ક્રિષ્ણા પૂર્વતરફ વહેતી નદીઓ છે.

B. મહી અને તાપી પશ્ચિમ તરફ વહેતી નદીઓ છે.

C. ભાદર અને શેત્રુંજી નદીઓ અરબી સમુદ્રમાં વહે છે.

D. ઉપરના પૈકી એક પણ નહીં

Answer: (D) ઉપરના પૈકી એક પણ નહીં

111. ગુજરાતમાંથી પસાર થતી નદીઓ બાબતે નીચેના વિધાનો ધ્યાનમાં લો.

1. 1. નર્મદા નદીનું નદીમુખ એ ખંભાતના અખાતમાં છે.

2. 2. સાબરમતી નદી કચ્છના અખાતમાં મળે છે.

3. 3. પશ્ચિમ બનાસ એ કચ્છના અખાતમાં ખુલ્લા પ્રદેશમાં આવે છે.

4. 4. મહી નદી ખંભાતના અખાતમાં મળે છે. - ઉપરનાં પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે?

A. માત્ર 1 અને 2

B. 1, 3 અને 4

C. માત્ર 2 અને 3

D. માત્ર 3 અને 4

Answer: (B) 1, 3 અને 4

112. નીચેના વિધાનો ધ્યાનમાં લો.

1. 1. સૌરાષ્ટ્ર દ્વીપકલ્પ ધરતીકંપના જોખમની તીવ્રતાના ઝોન-II માં આવે છે.

2. 2. કચ્છ દ્વીપકલ્પ ધરતીકંપના જોખમની તીવ્રતાના ઝોન-V માં આવે છે.

3. 3. ગુજરાત રાજ્યનો કોઈ પણ ભાગ ધરતી કંપના જોખમની તીવ્રતાના ઝોન-IIIમાં આવતો નથી.

A. માત્ર 1 અને 2

B. 1, 2 અને 3

C. માત્ર 2

D. માત્ર 3

Answer: (C) માત્ર 2