Exam Questions

97. પશ્ચિમ બંગાળના કાલિમ્પાંગને તિબેટની રાજધાની લ્હાસા સાથે જોડતો મુખ્ય વ્યાપારી માર્ગ સિક્કીમની ચુંબી ખીણમાં થી પસાર થાય છે.

A. નાથુ લા

B. શિપકી લા

C. જેલેપ લા

D. થાગ લા

Answer: (C) જેલેપ લા

98. જે જમીનમાં સામાન્ય રીતે લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ અને નાઈટ્રોજન, ફોસ્ફરસ અને જૈવિક પદાર્થોની અછત જોવા મળે છે, તેવી જમીનને શું કહે છે?

A. કાંપની જમીન

B. લેટેરાઈટ જમીન

C. કાળી જમીન

D. ઉપર પૈકી એક પણ નહીં

Answer: (C) કાળી જમીન

99. નીચેના પૈકી કઈ માટી કુદરતી રીતે નવીનીકરણ પામે છે અને તેને ઓછામાં ઓછા ખાતરની આવશ્યકતા પડે છે?

A. કાંપવાળી માટી

B. લાલ માટી

C. રણની માટી

D. લેટેરાઈટ માટી

Answer: (A) કાંપવાળી માટી

100. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

A. પશ્ચિમ ઘાટ તેનાં ઉત્તર ના ભાગે વધુ ઊંચા છે.

B. અનાઇમુડી પશ્ચિમ ઘાટમાં સૌથી ઊંચુ શિખર છે.

C. તાપી નદી સાપુતારાના દક્ષિણમાં આવેલી છે.

D. નર્મદા અને તાપી નદી સ્ફિટ ઘાટીમાં વહે છે.

Answer:

101. નીચેના પૈકી ક્યો પંચ પ્રયાગનો ભાગ નથી?

A. નંદ પ્રયાગ

B. કર્ણ પ્રયાગ

C. દેવ પ્રયાગ

D. ભાનુ પ્રયાગ

Answer: (D) ભાનુ પ્રયાગ

102. નીચેના કયા રાજ્યમાં ગંગા નદી વહે છે?

A. હિમાચલ પ્રદેશ

B. બિહાર

C. ઓડિશા

D. છત્તીસગઢ

Answer: (B) બિહાર

103. નીચેના પૈકી કઈ નદીનો તટ પ્રદેશ પ્રાકૃતિક ગેસનો સૌથી મોટો ઉત્પાદક છે?

A. કૃષ્ણા - ગોદાવરી

B. કૃષ્ણા - ગંડક

C. કૃષ્ણા - મહાનદી

D. ગોદાવરી – મહાનદી

Answer: (A) કૃષ્ણા - ગોદાવરી

104. ભારતનું રાજ્ય અને કુદરતી સરોવરની વિગતો દર્શાવતા જોડકાઓ પૈકી કયુ જોડકુ યોગ્ય નથી?

A. કાશ્મીર – વુલર સરોવર

B. આંધ્રપ્રદેશ–કોલાર સરોવર

C. તામિલનાડુ – પુલીકટ સરોવર

D. રાજસ્થાન – દાલ સરોવર

Answer: (D) રાજસ્થાન – દાલ સરોવર