rishanpyq
Loading...

Exam Questions

49. ચીની મુસાફર ફાહયાને ભારતની મુલાકાતનું વર્ણન તેણે પોતાના …………………. નામે ગ્રંથમાં કર્યું છે? (Assistant Engineer (Mechanical), Class-2(GMB))

A. સી.યુ. કી.

B. ફો-ક્વો-ડી

C. સી-કો-હું.

D. શી-વાંગ

Answer: (B) ફો-ક્વો-ડી

50. નીચે દર્શાવેલ અશોક કાલીન પ્રાંતો અને તેના પાટનગરના નામના જોડકા આપ્યાછે, એમાંથી કયું ખોટું છે? (Assistant Engineer (Mechanical), Class-2(GMB))

A. પૂર્વપથ (કલિંગ) – તોસલી

B. અવંતી – ઉજ્જૈન

C. ઉત્તરાપથ – તક્ષશિલા

D. ગીરીનગર – દક્ષિણાપથ

Answer: (D) ગીરીનગર – દક્ષિણાપથ

51. હૂણોને ભારતમાથી હાંકી કાઢી તેમના પર વિજય મેળવનાર સ્કંદગુપ્તની એક મહાન સિદ્ધિ હતી.' આ ઘટનાની સ્મૃતિ માટે સ્કંદગુપ્તે કયા સ્થળે શિલાલેખ/સ્તંભાલેખ કોતરાવ્યો હતો? (Assistant Engineer (Mechanical), Class-2(GMB))

A. ગિરનારનો શિલાલેખ

B. ઈલાહાબાદ-પ્રશસ્તિ (સ્તંભ લેખ)

C. એરણનો શિલાસ્તંભ

D. ભીતરીનો શિલાલેખ

Answer: (D) ભીતરીનો શિલાલેખ

52. પ્રાચીન ભારતના ગુપ્ત સામ્રાજ્યના ગુફા ચિત્રના માત્ર બે જાણીતા નમૂના છે. તેમાનો એક અજંતા ગુફાઓમાં છે. બીજો નમૂનો ક્યાં છે? (DRFOG CLASS-2)

A. બાઘ ગુફાઓ

B. ઈલોરા ગુફાઓ

C. લોમસ ઋષિ ગુફાઓ

D. નાસિક ગુફાઓ

Answer: (A) બાઘ ગુફાઓ

53. ગુપ્ત સમયમાં, ઉત્તર ભારતનો વેપાર કયા બંદર (Port) દ્વારા કરવામાં આવતો હતો? (DD, ESIS Class-1)

A. ભરૂચ

B. તામ્રલિપ્તી (Tamralipti)

C. કેમ્બે

D. કલ્યાણ

Answer: (B) તામ્રલિપ્તી (Tamralipti)

54. મૌર્ય શાસનમાં સીતાધ્યક્ષ (Sitadhyaksha) કયો વિભાગ સંભાળતા હતા? (AE (Mechanical), Class-2 (GWSSB))

A. રાજ્યનું આંતરીક શાસન

B. વેપાર અને ઉદ્યોગ

C. ખનીજ અને બંદરો

D. ખેતી

Answer: (D) ખેતી

55. ભારતની મુલાકાતે આવેલા ચીની મુસાફરોનો કાળક્રમાનુસાર યોગ્ય ક્રમ છે. (AO, Class-2)

A. Sung Yun, Hiuen Tsang, Fa-hien

B. Hiuen Tsang, Sung Yun, Fa-hien

C. Fa-hien, Sung Yun, Hiuen Tsang

D. ઉપરના પૈકી એક પણ નહિ

Answer: (C) Fa-hien, Sung Yun, Hiuen Tsang

56. સેલ્યુસિડ રાજવંશ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. તે એક પ્રાચિન સામ્રાજ્ય હતું કે જેની સૌથી મોટી સીમાઓ યુરોપમાં ગ્રેસથી ભારતના સીમાડા સુધી વિસ્તરેલી હતી.

2. 2. સેલ્યુકસ દ્વારા શાસિત બેક્ટ્રિયા એ આજનું અફઘાનિસ્તાન છે.

3. 3. સેલ્યુસિડ-મૌર્ય યુદ્ધ પછી મૌર્ય સામ્રાજ્યની પડતી આવી અને ભારતીય ઉપખંડ ઉપર તેનું નિયંત્રણ ખોવાયું.

A. 1, 2 અને 3

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. ફક્ત 1 અને 2

Answer: (C) ફક્ત 1 અને 3