Exam Questions

57. નીચેના પૈકી કયું આબોહવા, પરિવર્તનની રાષ્ટ્રીય કાર્ય યોજના (નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઈમેટચેન્જ) હેઠળનું મિશન નથી? (GAS/26 20-21)

A. નેશનલ મિશન ફોર સસ્ટેનીંગ હિમાલયન ઈકોસીસ્ટમ

B. નેશનલ મિશન ફોર અ ગ્રીન ઈન્ડીયા

C. નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ અર્બન ઈકોસીસ્ટમ

D. નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર

Answer: (C) નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ અર્બન ઈકોસીસ્ટમ

58. બ્લોકચેનને એવા પ્રકારના નેટવર્ક આંતરમાળખાકીય સુવિધા તરીકે વ્યાપક રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે જે દાખલ કરીને નેટવર્કમાં વિશ્વાસનું સર્જન ન કરી શકે. (GAS/30 21-22)

1. વિતરિત ચકાસણી ક્ષમતા (Distributed verifiability)

2. તપાસ ક્ષમતા (Auditability)

3. સર્વસંમતિ (Consensus)

A. 1, 2 અને 3

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. ફક્ત 1 અને 2

Answer: (A) 1, 2 અને 3

59. મંગળ ઓર્બિટર મિશન અવકાશયાન (Mars Orbiter Mission Spacecraft) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS/30 21-22)

1. મંગળ ઓર્બિટર મિશન એ ભારતનું મંગળ ગ્રહ પરનું ઓર્બિટર ક્રાફટ (orbiter craft) સાથેનું પ્રથમ આંતરગ્રહીય મિશન છે.

2. આ મિશન કુલ પાંચ પે-લોડ (payloads)નો સમાવેશ કરે છે.

3. મંગળ મિથેન સેન્સર, મંગળ રંગીન કેમેરા અને લાયમન ફોટો મીટર આ પાંચ પે-લોડના હિસ્સા છે.

4. આ મિશન માટે લોન્ચ વ્હીકલ તરીકે GSLV-MK-III નો ઉપયોગ થયો છે.

A. 1, 2, 3 અને 4

B. ફક્ત 1, 2 અને 3

C. ફક્ત 2, 3 અને 4

D. ફક્ત 1, 2 અને 4

Answer: (B) ફક્ત 1, 2 અને 3

60. ભારતમાં 4G LTE ટેલીકોમ બાબતે નીચેના પૈકી કયું /કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે? (GAS/30 21-22)

A. હાલમાં ભારતમાં 2300 થી 2400 MHz (TD-LTE) ફ્રીકવન્સી રેન્જ ધરાવતું 4G LTE બેન્ડ-40 સક્રિય (ઓનલાઈન) છે.

B. સરકાર દ્વારા 1800 MHz (FDD-LTE) ફ્રીક્વન્સીમાં પણ LTE બેન્ડની હરાજી કરવામાં આવી છે.

C. (A) અને (B) બન્ને

D. (A) અને (B) બંને પૈકી એકપણ નહીં

Answer: (C) (A) અને (B) બન્ને

61. કેન્દ્રીય મોટર વ્હીકલ નિયમો, 1989 હેઠળ હોર્ન (horn) માટેની અવાજની અવિધ વચ્ચે નિયત કરવામાં આવી છે. (GAS/30 21-22)

A. 90-110 dB

B. 100-120 dB

C. 80-110 dB

D. 93-112 dB

Answer: (D) 93-112 dB

62. પ્રોપલ્શન (propulsion) માટે ઉપયોગમાં લેવાતા રેમજેટ (Ramjet) અને સ્ક્રેમજેટ (scramjet) એન્જિનો વચ્ચેનો તફાવત શું છે? (GAS/30 21-22)

A. રેમજેટ એન્જિન રેમ હવાનો ઉપયોગ કરે છે જ્યારે સ્ક્રેમજેટ એન્જિન ઓક્સિજનનો ઉપયોગ કરે છે.

B. રેમજેટ એન્જિનમાં દહન (combustion) સબસોનિક ગતિએ (subsonic speed) થાય છે જ્યારે સસ્ક્રેમજેટમાં તે સુપરસોનિક ગતિએ (supersonic speed) થાય છે.

C. સ્ક્રેમજેટ એન્જિનથી વિપરીત રેમજેટ એન્જિનમાં ઈચ્છિત ગતિ પ્રાપ્ત કરવા માટે હવાને સંકુચિત (compress) કરવા માટે સંકોચકો (compressors)નો ઉપયોગ થાય છે.

D. સ્ક્રેમજેટ એન્જિનમાં ગતિ વધારવા માટે ટર્બાઈન (turbine)નો ઉપયોગ થાય છે જ્યારે રેમજેટ એન્જિનમાં ટર્બાઈન હોતા નથી.

Answer: (B) રેમજેટ એન્જિનમાં દહન (combustion) સબસોનિક ગતિએ (subsonic speed) થાય છે જ્યારે સસ્ક્રેમજેટમાં તે સુપરસોનિક ગતિએ (supersonic speed) થાય છે.

63. વિશ્વના વનોની સ્થિતિ (ધ સ્ટેટ ઓફ ધ વર્લ્ડઝ ફોરેસ્ટ) વિશેનો અહેવાલ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે. (GAS/26 20-21)

A. સંયુક્ત રાષ્ટ્રો પર્યાવરણ કાર્યક્રમ

B. વિશ્વ વન સંસ્થાન

C. યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ

D. સંયુક્ત રાષ્ટ્રો ખાદ્ય અને કૃષિ સંસ્થાન

Answer: (D) સંયુક્ત રાષ્ટ્રો ખાદ્ય અને કૃષિ સંસ્થાન

64. 2014 માં ભારતે નગોયા રાજદ્વારી કરાર (Nagoya Protocol) માં જોડાવવાની ઘોષણ કરી. નગાયા પ્રોટોકોલ નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે? (GAS/26 20-21)

A. આબોહવા પરિવર્તન

B. જૈવ વૈવિધતા

C. પરમાણુ સંધિ

D. ગરીબી નાબૂદી

Answer: (B) જૈવ વૈવિધતા