Exam Questions

49. પ્રદૂષક શોધક અને પથરી દૂર કરવા માટે નીચેના પૈકી કયા લેસરનો ઉપયોગ થાય છે? (ADVT 25/DEP MEC ENG/22-23)

A. ગ્લાસ લેસર (Glass laser)

B. ટાઈટેનિયમ સેફાયર લેસર(Titanium Sapphire laser)

C. એલેક્ઝાન્ડ્રીટ લેસર (Alexandrite laser)

D. ઉપરોક્ત પૈકી એકપણ નહીં

Answer: (A) ગ્લાસ લેસર (Glass laser)

50. સ્વચ્છ, શુષ્ક હવા ની બનેલી હોય છે. (GAS 20/22-23)

A. કદના આધારે 78.09% નાઈટ્રોજન અને 20.94% ઓક્સિજન

B. કદના આધારે 74.09% નાઈટ્રોજન અને 24.10% ઓક્સિજન

C. કદના આધારે 88.09% નાઈટ્રોજન અને 10.94% ઓક્સિજન

D. કદના આધારે 81% નાઈટ્રોજન અને 11.94% ઓક્સિજન

Answer: (A) કદના આધારે 78.09% નાઈટ્રોજન અને 20.94% ઓક્સિજન

51. હવામાન નીચેનામાંથી કયા વાયુની હાજરીને કારણે પિત્તળ હવામાં રંગીન થઈ જાય છે? (DYSO/42 23-24)

A. પ્રાણવાયુ

B. હાયડ્રોજન સલ્ફાઈડ

C. કાર્બન ડાયોક્સાઈડ

D. નાયટ્રોજન

Answer: (B) હાયડ્રોજન સલ્ફાઈડ

52. વાતાવરણમાં 79% નાઈટ્રોજન અને 21% ઓકિસજન હોય છે. આ જથ્થો કઈ બાબતને ધ્યાને લઈને નક્કી કરવામાં આવેલ છે? (DYSO/42 23-24)

A. ઘનમાપ (વૉલ્યુમ)

B. વજન(Weight)

C. ઘનતા (Density)

D. ઉપરોક્ત બધાજ

Answer: (A) ઘનમાપ (વૉલ્યુમ)

53. નાઈટ્રસ ઓક્સાઈડ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GAS/47 23-24)

1. અલ્પકાલીન (short-lived) ગ્રીન હાઉસ વાયુ હોવાને કારણે, તે વૈશ્વિક તાપ વૃધ્ધિ (Global Warming) માં નોંધપાત્ર યોગદાન આપે છે.

2. જ્યારે તે ઉર્ધ્વમંડળ (Stratosphere) માં પહોંચે છે, ત્યારે તે ઓઝોન સાથે પ્રતિક્રિયા કરી, તેનો અવક્ષય કરે છે, જેની અસર CFCs તુલ્ય હોય છે.

3. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

A. માત્ર 1

B. માત્ર 2

C. 1 તથા 2 બંને

D. 1 અને 2માંથી એક પણ નહીં

Answer: (B) માત્ર 2

54. નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો(GAS/47 23-24)

1. સમુદ્રની તાપવૃધ્ધિ (warming)ને લીધે ઉષ્ણકટિબંધીય ચક્રવાતી પવનો અને વરસાદની ઘટનાઓ વારંવાર બને છે.

2. જ્યારે વાતાવરણમાંથી ઉત્સર્જીત થતો કાર્બન સમુદ્ર દ્વારા શોષી (sunk) લેવામાં આવે છે ત્યારે સમુદ્રની ઉત્પાદકતા વધે છે.

3. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

A. માત્ર 1

B. માત્ર 2

C. 1 તથા 2 બંને

D. 1 અને 2માંથી એક પણ નહીં

Answer: (A) માત્ર 1

55. પર્યાવરણીય સંધિ અને પર્યાવરણીય સંમેલનની જોડીઓ નીચે આપેલ છે. કઈ જોડી સાચી નથી? (GAS/47 23-24)

A. રામસર સંમેલનઃ • તે જળપ્લાવિત ક્ષેત્રો (wetlands) વિશેનું સંમેલન કહેવાય છે. • તે ઈરાનના રામસર શહેરમાં 1971માં અપનાવવામાં આવ્યું હતું. • તે 1975માં અમલમાં આવ્યું.

B. જૈવિક વૈવિધ્ય પરનું સંમેલનઃ • તે જૈવિક વૈવિધ્યના સંરક્ષણ માટેનું સંમેલન હતું. • તે 1992માં અપનાવવામાં આવ્યું. • તે 1993માં અમલમાં આવ્યું.

C. વિયેના સંમેલનઃ • તે ઓઝોન સ્તરના રક્ષણ માટેનું સંમેલન હતું. • તે 1985માં અપનાવવામાં આવ્યું. • તે 1988માં અમલમાં આવ્યું.

D. રોટ્ટરડેમ સંમેલનઃ • તે જૈવિક વિવધતા સંમેલન (Convention on Biological Diversity) (CBD) નો આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય પ્રોટોકોલ છે જે આનુવંશિક સંસાધનોની ઉપલબ્ધી અને તેના ઉપયોગથી થતા લાભની ન્યાય સંગત અને સમાન વહેંચણી બાબતનો છે. • તે 2010માં અપનાવવામાં આવ્યું. • તે 2014માં અમલમાં આવ્યું.

Answer: (D) રોટ્ટરડેમ સંમેલનઃ • તે જૈવિક વિવધતા સંમેલન (Convention on Biological Diversity) (CBD) નો આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય પ્રોટોકોલ છે જે આનુવંશિક સંસાધનોની ઉપલબ્ધી અને તેના ઉપયોગથી થતા લાભની ન્યાય સંગત અને સમાન વહેંચણી બાબતનો છે. • તે 2010માં અપનાવવામાં આવ્યું. • તે 2014માં અમલમાં આવ્યું.

56. નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GAS/47 23-24)

1. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે વપરાયેલી સૌર પેનલથી થતા કચરાના વ્યવસ્થાન માટે નીતિ ઘડી છે.

2. સામાન્ય રીતે સૌર પેનલ અંદાજિત 100 વર્ષ સુધીનો વપરાશ ઉપયોગકાળ ધરાવે છે.

3. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

A. માત્ર 1

B. માત્ર 2

C. 1 તથા 2 બંને સાચાં છે

D. 1 અથવા 2 બંને સાચા નથી

Answer: (A) માત્ર 1