Exam Questions

73. Brute Force Acquistion (ક્રુર બળ સંપાદન) પદ શેને સંબંધિત છે? (GAS/47 23-24)

A. ખાનગી જમીન સંપાદન(Private land acquisition)

B. મોબાઈલ ડેટા એંક્રિપ્શન(Encryption of mobile data)

C. મોબાઈલ ડેટા ફોરેન્સિકસ(Mobile device forensics)

D. ઉપરના પૈકી એક પણ નહીં

Answer: (C) મોબાઈલ ડેટા ફોરેન્સિકસ (Mobile device forensics)

74. નેનો ટેકનોલોજી વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GAS/47 23-24)

1. નેનો ટેકનોલોજી નેનો સ્કેલ પરના આશરે 1 થી 1000 નેનોમીટર વચ્ચેના પરિમાણવાળા દ્રવ્યની સમજ અને તેના નિયંત્રણને લગતી બાબત છે. લગતા બાબત છે.

2. Stained-glass Windows (રંગીન કાચની બારીઓ) એ પૂર્વ-આધુનિક યુગમાં નેનો ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ થતો હતો તેનું ઉદાહરણ છે.

3. એક જ દ્રવ્યનું નેનો બંધારણ ધરાવતું સ્વરૂપ તે જ દ્રવ્યના અન્ય પ્રકારના અથવા અન્ય કદના સ્વરૂપની તુલનામાં અલગ ચુંબકીય ગુણધર્મો ધરાવતું હોઈ શકે.

4. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

A. 1, 2

B. માત્ર 2

C. 2, 3

D. 1, 2, 3

Answer: (C) 2, 3

75. “બાયોટેકનોલોજી' માનવ કલ્યાણ માટેના સાદાં જૈવિક એજન્ટોનો નિયંત્રિત અને ઈરાદાપૂર્વકનો ઉપયોગ (application) છે. આ જૈવિક એજન્ટો નો સમાવેશ કરે છે. (GAS/30 21-22)

1. ઉત્સેચકો

2. ઈન વિટ્રો (in vitro) સ્થિતિમાં સંવર્ધિત છોડના કોષો

3. આનુવંશિક રીતે તૈયાર કરવામાં આવેલા સૂક્ષ્મજીવાણુંઓ

A. 1, 2 અને 3

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. ફક્ત 1 અને 2

Answer: (A) 1, 2 અને 3

76. Nano (નેનો) શબ્દ માંથી આવ્યો. (GAS/47 23-24)

A. ગ્રીક શબ્દ

B. ઈટાલીયન શબ્દ

C. લેટિન શબ્દ

D. ફ્રેન્ચ શબ્દ

Answer: (A) ગ્રીક શબ્દ

77. ગ્રે બાયોટેક્નોલોજી ક્યાં ક્ષેત્રમાં સંવર્ધન સાથે જોડાયેલી છે? (ADVT 17/ SCI OFF/22-23)

A. પર્યાવરણ

B. કૃષિ

C. રસાયણ

D. ઉદ્યોગો

Answer: (A) પર્યાવરણ

78. જનીનના છેદન અને પ્રવેશની ક્રિયાને કહે છે. (GAS/47 23-24)

A. બાયોટેકનોલોજી

B. જીનેટીક એન્જીનીયરીંગ

C. સાયટોજીનેટીક્સ

D. જીન થેરાપી

Answer: (B) જીનેટીક એન્જીનીયરીંગ

79. 2023ની UN જળવાયુ પરિવર્તન પરિષદ - દુબઈ, સંયુક્ત આરબ અમીરાત (United Arab Emirates) (UAE) માં યોજાઈ, તે તરીકે પણ ઓળખાય છે. (GAS/47 23-24)

A. COP 27

B. COP 28

C. COP 29

D. COP 30

Answer: (B) COP

80. જીવાણુ (Bacteria) વાયરલ DNAને સાથે વિભાજીત કરીને પોતાને વિષાણુ (Viruses)થી સુરક્ષિત કરે છે. (GAS/47 23-24)

A. Ligase

B. Endonuclease

C. Exonuclease

D. Gyrase

Answer: (B) Endonuclease