Exam Questions

81. RT-PCR છે. (GAS/30 21-22)

1. રીવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ પોલિમરેઝ ચેઈન રીએક્શન

2. mRNA ની મોટી સંખ્યાની CDNA નકલો બનાવવા માટે PCRનો ઉપયોગ થાય છે.

3. તે RNAમાંથી DNAની લાખોની સંખ્યામાં નકલો બનાવવા સક્ષમ છે.

4. તે COVID-19 ના ચેપના નિદાન કરવા માટે વપરાય છે.

A. 1, 2, 3 અને 4

B. ફક્ત1

C. ફક્ત 1, 2 અને 3

D. ફક્ત 2, 3 અને 4

Answer: (A) 1, 2, 3 અને 4

82. તમામ વાઈરસ રસીઓ (vaccines) બે પ્રકારની હોય છે. 1. નિષ્ક્રિય (Inactivated) અને 2. ક્ષીણ (Attenuated). આ છે. (GAS/30 21-22)

1. ક્ષીણ (attenuation) મતલબ વિષમતા-ઝેરીપણું (virulence)માં ભારે ઘટાડો.

2. નિષ્ક્રિય (inactivated) રસી મારી નાખવામાં આવેલા રોગજનક (pathogenic) કોષોનો ઉપયોગ કરે છે.

3. કોવેક્સિન આપણી સ્વદેશી નિષ્ક્રિય (inactivated) રસી છે.

4. કોવેકિસન એ કોરોના વાઈરસને ક્ષીણ કરીને વિકસાવવામાં આવી છે.

A. 1, 2, 3 અને 4

B. ફક્ત 1, 2 અને 4

C. ફક્ત 2, 3 અને 4

D. ફક્ત 1, 2 અને 3

Answer: (D) ફક્ત 1, 2 અને 3

83. ભારતની પ્રથમ સ્વદેશી COVID-19 રસી COVAXIN બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છ? (GAS/30 21-22)

1. COVAXIN ભારત બાયોટેક દ્વારા વિકસાવવામાં આવી છે.

2. COVAXINના વિકાસમાં ઈન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ (ICMR) સામેલ હતું.

3. COVAXINના વિકાસમાં નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાઈરોલોજી સામેલ હતું.

4. COVAXIN એ વાઈરલ સ્પાઈક પ્રોટીનની જ બનેલી છે.

A. 1, 2, 3 અને 4

B. ફક્ત 1, 3 અને 4

C. ફક્ત 1, 2 અને 3

D. ફક્ત 2, 3 અને 4

Answer: (c) ફક્ત 1, 2 અને 3

84. મ્યૂકોર્મિકોસિસ (Mucormycosis) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS/30 21-22)

1. તે એક આક્રમક, પ્રણાલીગત રોગપ્રતિકારક મેટાબોલિક ચેપ છે.

2. તે એક સામાન્ય માનવ ચેપ છે કે જે અગાઉ ઝાયગોમ્યુકોસિસ પણ કહેવાતું.

3. મ્યુકોર્મિકોસિસ બહુવિધ વિવિધ ફૂગની પ્રજાતિઓ દ્વારા થાય છે જેમાં મ્યૂકોર, રાઈઝોયસ અને રાઈઝોમ્યૂકોરનો સમાવેશ થાય છે.

4. બધા જ મનુષ્યો લગભગ દૈનિક ધોરણે તેમના બીજકણોના સંપર્કમાં આવે છે.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 1, 3 અને 4

C. ફક્ત 1 અને 3

D. ફક્ત 2, 3 અને 4

Answer: (B) ફક્ત 1, 3 અને 4

85. ક્લોનીંગ વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે? (GAS/26 20-21)

1. માનવ ક્લોનીંગ સોમેટીક કોષ દ્વારા કરવામાં આવે છે.

2. સોમેટીક કોષ એટલે શુક્રાણુઓ અને ઇંડા સિવાયનો શરીરનો કોઈપણ કોષ

3. પ્રજનન ક્લોનીંગમાં નવસર્જીત ભૃણને ટેસ્ટ ટ્યૂબમાં મૂકવામાં આવશે.

4. ક્લોનીંગના કિસ્સામાં બાળક એ એક જ માતા/પિતાથી જન્મે છે અને તેના/તેણીના DNAનું વહન કરે છે.

A. 1, 2, 3 અને 4

B. માત્ર 1, 2 અને 3

C. માત્ર 1, 2 અને 4

D. માત્ર 2 અને 3

Answer: (C) માત્ર 1, 2 અને 4

86. DNA રસી વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે? (GAS/26 20-21)

1. આ રસીઓ બેક્ટેરીયલ DNA ના નાના વર્તુળાકાર અંશની બનેલી હોય છે.

2. આ રસીઓમાં એન્ટીજનનું વહન કરતાં બેક્ટેરીયલ DNA નો અંશ સીધો જ માનવને આપવામાં આવે છે.

3. તે એન્ટીજનને વિમુક્ત (release) કરે છે જે આપણા રોગપ્રતિકારક તંત્રને સક્રિય બનાવે છે.

A. 1, 2 અને 3

B. માત્ર 2 અને 3

C. માત્ર 1 અને 3

D. માત્ર 1 અને 2

Answer: (A) 1, 2 અને 3

87. નીચેના પૈકી કયા વાઈરસ કોરોના રોગનું કારણ છે? (GAS/26 20-21)

A. SARS-CoV-1

B. SARS-CoV-19

C. SARS-CoV-2

D. SARS-CoV-C2

Answer: (C) SARS-CoV-2

88. માનવજાતના ઉપયોગ માટે માન્ય કરવામાં આવેલ recombinant DNA તકીનીકીનું સૌ પ્રથમ ફાર્માસ્યુટીકલ ઉત્પાદન કયું હતું? (GAS 20/22-23)

A. સ્ટીરોઈડ

B. મોનોક્લોનલ એન્ટીબોડીઝ

C. ઈન્સ્યુલીન

D. ઈન્ટરફેરોન

Answer: (C) ઈન્સ્યુલીન