Exam Questions

89. DNA ફીંગર પ્રિન્ટીંગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. (GAS 20/22-23)

A. ગુનેગારોની ઓળખ

B. પિતૃત્વને લગતા વિવાદોના નિરાકરણ માટે

C. પરદેશગમન પરખ કિસ્સાઓ અને વિવાદોમાં

D. ઉપરોક્ત તમામ

Answer: (D) ઉપરોક્ત તમામ

90. મેલેરિયા વિરોધી દવા ક્વીનાઈન કયા છોડ સ્ત્રોતમાંથી મેળવવામાં આવે છે? (GAS 20/22-23)

A. કાંટાળા સફરજન (Thorn apple)

B. જંગલી રતાળુ (Wild yams)

C. કવચના બીજ(Velvet bean)

D. સીંચોના વૃક્ષ (Cinchona tree)

Answer: (D) સીંચોના વૃક્ષ (Cinchona tree)

91. ચીકનગુનીયા બાબતે નીચેના પૈકી કયું! ક્યાં વિધાન /વિધાનો સાચું / સાચાં છે? (ADVT/139 20-21)

A. ચીકનગુનીયાનું નિદાન એન્ઝાઈમ લીન્ક્ડ ઈમ્યુનોસરબન્ટ એસેસ (ELISA) દ્વારા કરી શકાય છે.

B. તેનું નિદાન રિવર્સ ટ્રાન્સક્રીપ્ટેઝ પોલીમરેઝ ચેઈન રીએક્શન (RT-PCR) ટેસ્ટ દ્વારા પણ કરી શકાય છે.

C. (A) અને (B) બંને

D. (A) અને (B) પૈકી કોઈ નહીં

Answer: (C) (A) અને (B) બંને

92. નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે? (ADVT/139 20-21)

1. મોટું આંતરડું પાણી અને વિટામિન શોષે છે અને ગુદામાર્ગમાં કચરો ઠાલવે છે.

2. ખોરાકનું રાસાયણિક પાચન નાના આંતરડામાં થાય છે.

3. ત્રણ મુખ્ય રૂપાંતરો (પ્રોટીન, ચરબી અને કાર્બોહાઈડ્રેટ્સ) નાના આંતરડામાં થાય છે.

A. 1, 2 અને 3

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. ફક્ત 1 અને 2

Answer: (A) 1, 2 અને 3

93. નીચેના પૈકી રૂધિરના કાર્યો કયા છે? (ADVT/139 20-21)

1. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી હોર્મોનનું લક્ષ્ય અવયવો સુધી પરિવહન કરવું.

2. શરીરના કોષો સુધી ખાદ્ય સામગ્રીનું પરિવહન કરવું.

3. પાણીની સમતુલાનું નિયમન કરવું.

4. શરીરના તાપમાનનું નિયમન કરવું.

A. ફક્ત 1, 2 અને 3

B. ફક્ત 2, 3 અને 4

C. ફક્ત 1, 2 અને 4

D. 1, 2, 3 અને 4

Answer: (D) 1, 2, 3 અને 4

94. ગોલ્ડન રાઈસ કયા વિટામિનથી ભરપૂર હોય છે? (ADVT 17/ SCI OFF/22-23)

A. વિટામિન-A

B. વિટામિન B-12

C. વિટામિન-C

D. વિટામિન-K

Answer: (A) વિટામિન-A

95. વિશ્વમાં e-waste (ઈ-કચરા)માં નીચેના પૈકી કોનો મુખ્ય ફાળો છે? (GAS/47 23-24)

1. રેફ્રીજરેટર / ફ્રીઝર્સ, વોશિંગ મશીન, ડીશ વોશર્સ

2. નાના ઘરેલી ઉપકરણ (ટોસ્ટર્સ, કોફી બનાવવાનું મશીન, ઈસ્ત્રી, હેર ડ્રાયર)

3. વ્યક્તિગત કોમ્પ્યુટર, ટેલીફોન, મોબાઈલ ફોન, લેપટોપ, પ્રિન્ટર્સ, સ્કેનર્સ, ફોટો કોપીયર્સ

4. ગેસ સીલીન્ડર, ચીમની અને ઘરેલુ ઉપકરણ

A. માત્ર 1, 2, 3

B. માત્ર 1 અને 2

C. માત્ર 1, 3, 4

D. પરોક્ત તમામ

Answer: (A) માત્ર 1, 2, 3

96. ઉત્પાદન કરવામાં આવેલ પ્રથમ ટ્રાન્સજનીક છોડ (Plant) હતો. (GAS/47 23-24)

A. રીંગણ

B. તમાકુ

C. ડાંગર

D. કપાસ

Answer: (B) તમાકુ