Exam Questions

113. નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? (GAS/26 20-21)

1. 1024 ગીગાબાઈટ – 1 ટેરાબાઈટ

2. 1024 પેટાબાઈટ – 1 એક્ઝાબાઈટ

3. 1024 એક્ઝાબાઈટ – 1 ઝેટાબાઈટ

4. 1024 ઝેટાબાઈટ – 1 જીઓપ્લાઈટ

A. 1, 2, 3 અને 4

B. માત્ર 1, 2 અને 3

C. માત્ર1, 2 અને 4

D. માત્ર 1

Answer: (B) માત્ર 1, 2 અને 3

114. નેશનલ ઍર ક્વોલીટી સૂચકાંક વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?

1. આ સૂચકાંક સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 2014ના વર્ષમાં શરૂ કરવામાં આવેલો હતો.

2. તે “વન નંબર – વન કલર – વન ડીસ્ક્રીપ્શન” થી દર્શાવેલ છે.

3. પ્રવર્તમાન માપક સૂચકાંક 12 પ્રદૂષકોના આધારે છે.

4. 401-500 ની વચ્ચે આવતો ઍર ક્વોલીટી રેન્જ સૂચકાંક ગંભીર અસર છે તેમ ગણવામાં આવે છે.

A. 1, 2, 3 અને 4

B. માત્ર 1, 2 અને 4

C. માત્ર 1, 2 અને 3

D. માત્ર 2, 3 અને 4

Answer: (B) માત્ર 1, 2 અને 4

115. કૉમ્પ્યુટર કે જે ફાઈલોનો સંગ્રહ કરે છે અને નેટવર્ક વાળા અન્ય કૉમ્પ્યુટરને મોકલી શકે છે તેને શું કહેવાય છે? (DYSO/42 23-24)

A. ક્લિપ આર્ટ

B. મધર બોર્ડ

C. પેરિફેરલ

D. ફાઈલ સર્વર

Answer: (D) ફાઈલ સર્વર

116. કૉમ્પ્યુટરમાં “વાયરસ' કઈ રીતે દાખલ થઈ શકે છે? (DYSO/42 23-24)

A. ઈ-મેલ સંદેશ મોકલવાથી

B. શિયાળા દરમ્યાન કૉમ્પ્યુટરનો ઉપયોગ કરવાથી

C. ઑન લાઈન ખરીદીથી

D. અન-અધિકૃત અજાણતા ઈમેલના જોડાણો ખોલવાથી

Answer: (D) અન-અધિકૃત અજાણતા ઈમેલના જોડાણો ખોલવાથી

117. નીચેના પૈકી કયુ ઈન્ટરનેટ પ્રોટોકૉલ નથી? (DYSO/42 23-24)

A. HTTP

B. FTB

C. STP

D. IP

Answer: (C) STP

118. હાર્ડવેયર કે જે પ્રાથમિક તબક્કે કૉમ્પ્યુટરનો ભાગ નથી. પરંતુ પછીથી જોડવામાં આવે છે તેને શું કહેવાય છે?

A. પેરિફિરલ (Peripheral)

B. ક્લિપ આર્ટ (Clip art)

C. હાઇલાઇટ(High light)

D. એક્ઝીક્યુટ(Execute)

Answer: (A) પેરિફિરલ (Peripheral)

119. જો કમ્પ્યુટરમાં ના હોય તો તેને બૂટ (boot) કરી શકાતું નથી. (ADVT/139 20-21)

A. સોફ્ટવેર

B. કમ્પાઈલર

C. મોડેમ

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (A) સોફ્ટવેર

120. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે? (ADVT/139 20-21)

A. વેબ પેજીસ અને પ્રોગ્રામને વિનંતી (request) કરવા અને સર્વ (serve) કરવા માટે વેબ HTML નો ઉપયોગ કરે છે.

B. નેટવર્ક લેયર (layer)માં રાઉટરનો ઉપયોગ થાય છે.

C. (A) અને (B) બંને

D. (A) અને (B) પૈકી કોઈ નહીં

Answer: (C) (A) અને (B) બંને