Exam Questions

105. વાતાવરણીય ભેજ નો ઉપયોગ કરીને માપવામાં આવે છે. (GAS 20/22-23)

1. Whirling Psychrometer

2. Hair Hygrometer

3. nfra-red hygrometer

4. Barometer નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો.

A. માત્ર 1

B. 1 અને 2

C. 1, 2 અને 3

D. 1, 2, 3 અને 4

Answer: (A) માત્ર 1

106. નીચેના પૈકી સજીવોનું કયું જૂથ ખોરાક શૃંખલા (Food Chain) ની રચના કરે છે? (ADVT/139 20-21)

A. ઘાસ, મનુષ્ય અને માછલી

B. ઘાસ, બકરી અને મનુષ્ય

C. બકરી, ગાય અને મનુષ્ય

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (B) ઘાસ, બકરી અને મનુષ્ય

107. જંતુ પ્રતિરોધક કપાસના છોડને…………………………માંથી જનીન દાખલ કરીને આનુવંશિક રીતે એન્જીનીયર્ડ કરવામાં આવ્યા છે. (ADVT 25/DEP MEC ENG/22-23)

A. વાઇરસ(Virus)

B. ફૂગ (Fungus)

C. બેક્ટેરિયા (Bacterium)

D. જીવજંતુ (Insect)

Answer: (C) બેક્ટેરિયા (Bacterium)

108. મેનીન્જાઈટીસ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે? (ADVT 25/DEP MEC ENG/22-23)

1. તે એક અસાધારણ ચેપ છે જે મગજ અને કરોડરજ્જુને આવરી લેતા મેનેન્જીસ સ્તરને અસર કરે છે.

2. સૂક્ષ્મજીવાણુ, ફુગ, વાયરસ એ મેનીન્જાઈટીસના કારણભૂત એજન્ટો છે.

3. બેક્ટેરીયા મેનીન્જાઈટીસ એ લોકોમાં વધુ ચેપી છે અને મૃત્યુનું કારણ બની શકે છે.

A. 1, 2 અને 3

B. માત્ર 2 અને 3

C. માત્ર 1 અને 3

D. માત્ર 1 અને 2

Answer: (A) 1, 2 અને 3

109. India Innovation Index 2022 (ભારત નવીનતા સૂચકાંક 2022) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GAS/47 23-24)

1. India Innovation Index એ આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય(Ministry of Statistics and Programme Implementation) (MOSPI) દ્વારા જારી કરવામાં આવે છે.

2. તે ઉપ-રાષ્ટ્રીય સ્તરે (sub-national level) નવીનતા (innovation)ની ક્ષમતાઓ નક્કી કરે છે.

3. વૈશ્વિક નવીનતા સૂચકાંકમાં હાલ ભારત ટોચના 25 દેશોમાં સમાવિષ્ટ થયેલ છે. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

A. 1, 2

B. માત્ર 2

C. 2, 3

D. 1, 3

Answer: (B) માત્ર 2

110. NITI આયોગની ઈન્ડીયન ઈનોવેશન ઈન્ડેક્ષ - 2020 ની બીજી આવૃત્તિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે? (GAS/26 20-21) .

1. મુખ્ય (major) રાજ્યોના વર્ગમાં કર્ણાટક સૂચિમાં પ્રથમ સ્થાને છે.

2. કેન્દ્ર શાસિત વિસ્તારોના વર્ગમાં દિલ્હી સૂચિમાં પ્રથમ સ્થાને છે.

3. મુખ્ય (major) રાજ્યોના વર્ગમાં ગુજરાત બીજા ક્રમે છે

A. I, II અને III

B. ફક્ત II અને III

C. ફક્ત I અને III

D. ફક્ત I અને II

Answer: (D) ફક્ત I અને II

111. નીચેના પૈકી કોનો નેશનલ ઍર ક્વોલીટી ઈન્ડેક્ષમાં સમાવેશ કરાયો નથી? (ADVT/139 20-21)

A. સલ્ફર ડાયોક્સાઈડ

B. મિથેન

C. નાઈટ્રોજન ડાયોક્સાઈડ

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (B) મિથેન

112. હાયપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ (HTTP) બાબતે નીચેના વિધાનો ધ્યાને લો. (GAS/30 21-22)

1. તે હાઈપરમીડીયા દસ્તાવેજોનું પ્રસારણ કરવા માટેનું એપ્લિકેશન-લેયર પ્રોટોકોલ છે.

2. વતેની રચના વેબ બ્રાઉઝર્સ અને વેબ સર્વરો વચ્ચેના સંદેશાવ્યવહાર માટે કરવામાં આવી હતી.

A. વિધાન 1 અને 2 બંને સાચાં છે અને વિધાન 2 એ વિધાન 1 માટેની સાચી સમજૂતી છે.

B. વિધાન 1 અને 2 બંને સાચાં છે પરંતુ વિધાન 2 એ વિધાન 1 માટેની સાચી સમજૂતી નથી.

C. વિધાન 1 સાચું છે પરંતુ વિધાન 2 ખોટું છે. 6

D. વિધાન 1 ખોટું છે અને વિધાન 2 સાચું છે.

Answer: (A) વિધાન 1 અને 2 બંને સાચાં છે અને વિધાન 2 એ વિધાન 1 માટેની સાચી સમજૂતી છે.