Exam Questions

17. ઉષ્ણ કટિબંધીય ચક્રવાતમાં કયો ભાગ શાંત હોય છે? (GAS/30 21-22)

A. આંખ

B. અંગ

C. પરિઘ

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (A) આંખ

18. એજન્ડા 21 વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS/26 20-21)

1. એજન્ડા 21 સંયુક્ત રાષ્ટ્રનો ટકાઉ વિકાસ સંબંધિત એક્શન પ્લાન છે.

2. આ એજન્ડા 21 એ રિયો ડી જાનેરો સંયુક્ત રાષ્ટ્રોની પર્યાવરણ અને વિકાસ પરિષદમાંથી ઉદ્ભવ્યો છે.

3. અહીં સંખ્યા 21 એ આ પરિષદમાં ભાગ લીધેલા દેશોની સંખ્યાના સંદર્ભમાં છે.

A. 1, 2 અને 3

B. માત્ર 2 અને 3

C. માત્ર 1 અને 2

D. માત્ર 1 અને 3

Answer: (C) માત્ર 1 અને 2

19. RDX વિશેની નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે? (GAS/26 20-21)

1. RDX से Royal Demolition eXplosive and Research Department eXplosive માટે વપરાય છે.

2. તે સાયક્લોનાઈટ અથવા હેક્સોગન તરીકે પણ ઓળખાય છે.

3. RDX નું રાસાયણિક નામ 1,3,5-ટ્રાઈનાટ્રો - 1,3,5-ટ્રાયએઝાઈન છે. તે સફેદ પાવડર છે અને તે અત્યંત વિસ્ફોટક છે.

A. 1, 2 અને 3

B. માત્ર 2 અને 3

C. માત્ર 1 અને 2

D. માત્ર 2

Answer: (A) 1, 2 અને 3

20. નીચેના પૈકી કયો / કયા પદાર્થ / પદાર્થો અણુ બળતણ તરીકે ઉપયોગમાં લેવાતો લેવાતાં નથી? (GAS/26 20-21)

1. યુરેનિયમ

2. સીસુ

3. થોરીયમ

4. ક્રોમીયમ

A. માત્ર 3

B. માત્ર 2 અને 4

C. માત્ર 2

D. માત્ર 1, 2 અને 4

Answer: (B) માત્ર 2 અને 4

21. રાષ્ટ્રીય જૈવવિવિધતા સત્તામંડળ (નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરીટી)ના સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? (ADVT 10/CLASS-1) 1. તેની રચના પર્યાવરણ સુરક્ષા અધિનિયમ, 1986 અંતર્ગત કરવામાં આવેલ 2. તે સ્થાનિક પ્રજાના જૈવવિવિધતા સંબંધિત બૌધ્ધિક અધિકારોની રક્ષા કરે છે. 3. તેનું વડુ મથક ચેન્નાઈ છે.

A. 1, 2 અને 3

B. માત્ર 2 અને 3

C. માત્ર 1 અને 3

D. માત્ર 1 અને 2

Answer: (B) માત્ર 2 અને 3

22. એક્ષ-રેની તરંગ લંબાઈ કયા ક્રમની છે? (DYSO/42 23-24)

A. 10 માઇક્રોન(10 Micron)

B. 1એંગસ્ટ્રોમ (1 Angstrom)

C. 1 સે.મી. (1 cm)

D. 1 મીટર (1 Meter)

Answer: (B) 1એંગસ્ટ્રોમ (1 Angstrom)

23. એક જ પ્રદેશ પૂરતી મર્યાદિત પ્રજાતિઓ (The species) ને શું કહેવાય છે? (DYSO/42 23-24)

A. એડ્જ સ્પીસીસ (Edge species)

B. એન્ડેમિક સ્પીસીસ (Endemic species)

C. એનડેંજરડ સ્પીસીસ(Endangered species)

D. કીસ્ટોન સ્પીસીસ (Keystone species)

Answer: (B) એન્ડેમિક સ્પીસીસ (Endemic species)

24. નીચે આપેલા વિધાનો ચકાસો. (GAS/47 23-24)

1. રાષ્ટ્રીય નવીનતા સંસ્થાન (National Innovation Foundation) ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની સ્વાયત્ત સંસ્થા છે. NIF વર્ષ 2010 માં ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની સ્વાયત્ત સંસ્થા બની.

2. NIFનું ધ્યેય પાયાના ટેકોલોજીકલ નવીનકર્તાઓ માટે નીતિ અને સંસ્થાકીય તકને વિસ્તૃત કરીને ભારતને સર્જનાત્મક અને જ્ઞાન આધારિત સમાજ બનાવવામાં મદદ કરવાનું છે.

3. NIF શાળાના બાળકોની સર્જનાત્મક અને નવીનતાની ભાવનાને કેળવવા માટે “IGNITE”, વાર્ષિક રાષ્ટ્રીય સ્પર્ધાનું પણ આયોજન કરે છે.

4. NIF 2,00,000 થી વધુ ટેકનોલોજીકલ ખ્યાલો, નવીનતાઓ અને પરંપરાગત જ્ઞાન પધ્ધતિઓનો ડેટાબેઝ બનાવી શકેલ છે. SIDBI ની સહાયથી NIF ખાતે માઈક્રોવેન્ચર ઈનોવેશન ફંડ (MVIF) સ્થપાયેલ છે, જેણે 193 પ્રોજેક્ટને જોખમ મૂડી (risk capital) પ્રદાન કરે છે, જે સંવર્ધન (incubation) ના વિવિધ તબક્કામાં છે. સાચો ઉત્તર કોડ પસંદ કરો:

A. 1, 2 અને 3 સાચા છે.

B. 2, 3 અને 4 સાચા છે.

C. 1, 3 અને 4 સાચા છે.

D. 1, 2, 3 અને 4 સાચા છે.

Answer: (D) 1, 2, 3 અને 4 સાચા છે.