Exam Questions

41. ગુજરાતમાં નીચેના પૈકી કયું એક દરિયાઈ બંદર રસાયણો અને પેટ્રોકેમીકલ્સના ઉત્પાદનોના વહન માટે સૌથી મોટા બંદર તરીકે વિકસાવાયેલ છે ?

A. કંડલા

B. ઓખા

C. હઝીરા

D. દહેજ

Answer: (D) દહેજ

42. આપણા દેશમાં કુદરતી સુપ્ત શક્તિઓને કામમાં લઈ ભરતી ઉર્જા મેળવવા માટે નીચેના પૈકી કયા સંભવનીય છે ?

A. મન્નારનો અખાત/ઉપસાગર

B. કેરલા દરિયા કિનારો

C. પુલીકટ સરોવર

D. ખંભાતનો અખાત

Answer: (D) ખંભાતનો અખાત

43. નીચેના ભારતના રાજ્યો પૈકી કયુ રાજ્ય આ દેશનું સૌથી જુનુ ખડક રચના બંધારણ (rock formation) ધરાવે છે?

A. કર્ણાટક

B. આસામ

C. બિહાર

D. ઉત્તરપ્રદેશ

Answer: (A) કર્ણાટક

44. ગુજરાતના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

A. કચ્છના અખાતના પરવાળાંની રચનાઓ ભારતીય સમુદ્રમાં પરવાળાની સૌથી ઉત્તરીય સીમાનું પ્રતિનિધિત્વ કરે છે.

B. ભારતમાં તમામ ખરાબા (reef) પરાતટીય ખરાબા (fringing reefs) છે.

C. (A) અને (B) બંને

D. (A) અને (B) પૈકી કોઈ નહીં

Answer: (A) કચ્છના અખાતના પરવાળાંની રચનાઓ ભારતીય સમુદ્રમાં પરવાળાની સૌથી ઉત્તરીય સીમાનું પ્રતિનિધિત્વ કરે છે.

45. નીચેના પૈકી કયું છે ક્યાં વિધાન /વિધાનો સાચું / સાચાં છે ?

1. 1.પોડુ (PODU) સ્થળાંતર ખેતી આંધ્ર પ્રદેશમાં પ્રચલિત છે.

2. 2. ઝૂમ (JHUM) સ્થળાંતર ખેતી મધ્ય પ્રદેશમાં પ્રચલિત છે.

3. 3. પેંડા (PENDA) સ્થળાંતર ખેતી કેરળમાં પ્રચલિત છે.

A. ફક્ત 1

B. ફક્ત 2 અને 3

C. 1, 2 અને 3

D. ફક્ત 1 અને 3

Answer: (A) ફક્ત 1

46. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?

A. (A) લિગ્નાઈટ વિશ્વભરમાં 'બ્રાઉન ગોલ્ડ' (Brown Gold) તરીકે જાણીતું છે.

B. (B) ઊંચી કક્ષાના લિગ્નાઈટથી ગુજરાત સમૃદ્ધ છે. GMDC દેશની લિગ્નાઈટનું ઉત્પાદન કરતી બીજા નંબરની કંપની છે.

C. (C) (A) અને (B) બંને

D. (D) (A) અને (B) પૈકી કોઈ નહીં

Answer: (C) (A) અને (B) બંને

47. ગુજરાતમાં જંગલોના સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?

1. 1. રાજ્યમાં વિશાળ ઘાસના મેદાનો છે અને ઝરઝાંખળાં અને ઓછી ઊંચાઈવાળાં ઝાડવાંના જંગલો કચ્છ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આવેલાં છે.

2. 2. રાજ્યના પશ્ચિમ ભાગમાં મેંગ્રુવ, પરવાળાના ખરાબા (Coral reefs) અને દરિયાઈ ઘાસ કિનારાના નિવસનતંત્રો (Eco Systems) આવેલા છે.

3. 3. પૂર્વ ભાગમાં અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં ટેકરિયાળ જંગલો જોવા મળે છે.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 2 અને 3

C. 1, 2 અને 3

D. ફક્ત 1

Answer: (C) 1, 2 અને 3

48. ગુજરાતમાં વનાચ્છદન સંબંધિત વિધાનો ચકાસી, તે પૈકી સાચું/સાચાં વિધાન / વિધાનો જણાવો.

1. 1. વનાચ્છાદિત વિસ્તાર કુલ ક્ષેત્રફળના 10% કરતાં વધારે છે, જેમાં મોટો ભાગ પાંખા જંગલોનો છે.

2. 2. વનાચ્છાદિત વિસ્તાર 7.45% જેટલો જ છે. જેનું કારણ મોટા પાયે થયેલ નવિનીકરણ છે.

A. બંને સાચાં

B. એકપણ નહીં

C. પહેલું

D. માત્ર બીજું

Answer: (D) માત્ર બીજું