Exam Questions

73. નીચેના પૈકી કયા પાક ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવતા નથી ?

A. બાજરી અને ડાંગર

B. મકાઈ અને જુવાર

C. જવ અને રાઈ

D. જુવાર અને ડાંગર

Answer: (C) જવ અને રાઈ

74. ભારતમાં આવેલા જંગલોના સંદર્ભમાં નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?

1. 1. ઉષ્ણ કટિબંધીય લીલાં જંગલો એ ચોમાસુ જંગલો તરીકે પણ ઓળખાય છે.

2. 2. ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલો એ ભારતમાં સૌથી વ્યાપક જંગલો છે.

3. નીચે આપેલા કોડમાંથી યોગ્ય કોડ પસંદ કરી જવાબ આપો.

A. માત્ર 1

B. માત્ર 2

C. 1 અને 2 બંને

D. 1 અને 2 બંને ખોટાં છે.

Answer: (B) માત્ર 2

75. ભારતમાં મેહગિની, અબનૂસ, રઝિવુડ રબર વગેરે વૃક્ષો કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે ?

A. ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો

B. સમશીતોષ્ણ કટિબંધીય જંગલો

C. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો

D. ઉષ્ણકટિબંધીય કાંટાળાં જંગલો

Answer: (C) ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો

76. નીચે દર્શાવેલ કયા પાકને કાળી અને ખનીજ કૃત્યોના વધુ પ્રમાણવાળી જમીન, 20° સે. થી 35° સે. તાપમાન અને 30 સે.મી. થી 70 સે.મી. વરસાદ અનુકૂળ આવે છે?

A. ઘઉં

B. કપાસ

C. ડાંગર

D. મકાઈ

Answer: (B) કપાસ

77. ગુજરાત એઝોડાઈઝના ઉત્પાદનમાં દેશમાં કેટલામા સ્થાને છે ?

A. બીજા

B. ત્રીજા

C. પહેલાં

D. પાંચમાં

Answer: (C) પહેલાં

78. શોલા ઘાસના મેદાનો ક્યાં જોવા મળે છે.

A. હિમાલય

B. વિંધ્યાચલ

C. પશ્ચિમી ઘાટ

D. પૂર્વી ઘાટ

Answer: (C) પશ્ચિમી ઘાટ

79. કરેવા એટલે _________

A. પૂર્વ હિમાલયના હિમવર્તી નિક્ષેપ

B. કશ્મીર હિમાલયના હિમવર્તી નિક્ષેપ

C. પશ્ચિમ હિમાલયના કાંપવાળા નિક્ષેપ

D. વ્યાપક કાંપવાળા નિક્ષેપ દર્શાવે છે.

Answer: (B) કશ્મીર હિમાલયના હિમવર્તી નિક્ષેપ

80. નીચેના પૈકી કઈ “મિશ્રિત ખેતીની” મુખ્ય લાક્ષણિકતા છે?

A. રોકડીયો પાક અને ખાદ્ય પાક બન્નેની ખેતી

B. એક જ ખેતરમાં બેથી વધુ પાકની ખેતી

C. પશુપાલન સંભાળ અને ખેતી બંન્ને એક સાથે

D. ઉપરોક્તમાંથી કોઈ નહિ

Answer: (C) પશુપાલન સંભાળ અને ખેતી બંન્ને એક સાથે